PM મોદી મોંઘવારી મુદ્દે પહેલીવાર બોલ્યા, કહ્યું આ મોંઘવારી તો કાંઇ નથી…

ADVERTISEMENT

gujarattak
social share
google news

જામનગર: વડાપ્રધાને આજે જામનગરમાં પોતાની જાહેર સભા દરમિયાન અનેક ચાબખા વિંઝ્યા હતા જો કે દેશમાં સતત ચાલી રહેલી મોંઘવારી મુદ્દે પહેલીવાર બોલ્યા હતા. દેશમાં તેઓએ સતત વધી રહેલી મોંઘવારીનો પરોક્ષ રીતે બચાવ કર્યો હતો. અહીં તેમણે કહ્યું કે, દેશના દેશમાં મોંઘવારી રહી છે પરંતુ દેશના વિકસિત દેશોમાં આપણા કરતા તો અનેક ગણી મોંઘવારી છે. બ્રિટને છેલ્લા 50 વર્ષમાં ન જોઇ હોય તેવી મોંઘવારી જોઇ છે. અમેરિકામાં 45 વર્ષમાં ન આવી હોય તેવી મોંઘવારી છે. વિકાસદર બેસી ગયા છે અને વ્યાજદર વધી રહ્યા છે. જ્યારે સમગ્ર વિશ્વનું અર્થતંત્ર ડુબી રહ્યું છે ત્યારે ભાજપ ન માત્ર વિકાસ કરી રહ્યું છે પરંતુ સ્થિરતાથી આગળ પણ વધી રહ્યું છે.

વિશ્વની ટોચની અર્થવ્યવસ્થા સાથે સંકળાયેલી સંસ્થાઓ ભારતના વખાણ કરે છે
વિશ્વની ટોચની અર્થશાસ્ત્રને લગતી સંસ્થાઓ ભારતના વખાણ કરી રહ્યું છે. આઇએમએફ સહિતની અનેક સંસ્થાઓ ભારતના વખાણ કરી રહ્યું છે. સમગ્ર વિશ્વમાં આર્થિક ક્ષેત્રે ઉથલ પાથલ ચાલી રહી છે. ત્યારે ભારત એક જ સ્થિર અને મક્કમ રીતે ડગ આગળ માંડી રહ્યું છે. તેનું પરિણામ છે કે, 2014 પહેલા ભારત વિશ્વની અર્થવ્યવસ્થાઓમાં 10 માં નંબરે હતું. હવે ભારત 5માં નંબર પર પહોંચી ચુક્યું છે.

જે દેશોએ 250 વર્ષ ગુલામ બનાવ્યા તેમને આપણે પછાડી દીધા
10 માંથી 6 સુધી પહોંચ્યા ત્યાં સુધી ભારતના સામાન્ય માણસને ખબર જ નહોતી. જો કે જ્યારે 5માં નંબરે પહોંચ્યા ત્યારે આખો દેશ ઉર્જાથી ભરાઇ ગયો. આપણે પાચમાં નંબરે જે દેશને પછાડ્યો તે દેશ આપણા પર 250 વર્ષ સુધી રાજ કરીને ગયો હતો. આ દેશને પછાડીને ભારતે પોતાનો કબ્જો જમાવ્યો હતો. આ કામ મોદી સરકારે કર્યું છે. દેશ હજી પણ આગળ વધારવાનો છે. એટલા માટે તમારે ફરી એકવાર મને તક આપવાની છે સાથે સાથે ગુજરાતમાં પણ અમને જ તક આપવાની છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT