PM મોદી LIVE: પ્રમુખ સ્વામી મારા માટે સંત નહી પરંતુ પિતા સમાન હતા
અમદાવાદ : પીએમ મોદીએ જણાવ્યું કે, મને સત્સંગી બનાવવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું તે બદલ ખુબ જ અભિનંદન. હું નથી માનતો કે આ કાર્યક્રમ સંખ્યાની દ્રષ્ટીએ…
ADVERTISEMENT
અમદાવાદ : પીએમ મોદીએ જણાવ્યું કે, મને સત્સંગી બનાવવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું તે બદલ ખુબ જ અભિનંદન. હું નથી માનતો કે આ કાર્યક્રમ સંખ્યાની દ્રષ્ટીએ મોટો છે. સમયના કારણે લાંબો છે. પરંતુ અહીં જેટલો સમય મે પસાર કર્યો મને લાગે છે કે, અહીં દિવ્યતાની અનુભુતી છે. અહીં સંકલ્પોની ભવ્યતા છે.
અહીં અબાલ-વૃદ્ધ દરેકના માટે આપણી વિરાસત શું છે ધરોહર શું છે આપણી આસ્થા શું છે આપણું આધ્યાત્મક, પ્રકૃતિ,સંસ્કૃતી શું છે તે દરેકને આ પરિસરમાં સમેટવામાં આવ્યું છે. અહીં ભારતનો દરેક રંગ દેખાય છે. હું આ પ્રસંગે દરેક પુજ્ય સંતો કલ્પના અને સામર્થ માટે આ કલ્પનાને ચરિતાર્થ કરવા માટે જે પુરૂષાર્થ કર્યો છે હું તે દરેકની ચરણવંદના કરૂ છું.
પુજ્ય મહંતસ્વામીના આશીર્વાદથી આટલું વિશાળ ભવ્ય આયોજન. આ દેશ અને દુનિયાને પ્રભાવિત કરશે આકર્ષીત કરશે અને આવનારી પેઢીઓને પ્રેરિત પણ કરશે. 15 જાન્યુઆરી સુધી સમગ્ર વિશ્વના લાખો લોકો મારા પિતા તુલ્ય પ્રમુખ સ્વામી પ્રત્યે શ્રદ્ધા વ્યક્ત કરવા માટે અહીં પધારવાના છે. યુએનમાં પણ પ્રમુખ સ્વામીનો શતાબ્દી મહોત્સવની ઉજવણી કરવામાં આવી છે. જે એક અનોખી અને મોટી સિદ્ધિ છે.
ADVERTISEMENT
ADVERTISEMENT