'Amul આજે સફળતાની જે ઊંચાઈ પર છે તે ફક્ત મહિલા શક્તિના કારણે', GCMMFના કાર્યક્રમમાં PM Modi એ કર્યું સંબોધન
'અમૂલ એટલે મોટા સપના, મોટા સંકલ્પો અને.....'
ADVERTISEMENT
Launch of new 5 projects of Amul by PM Modi: PM મોદી આજે ગુજરાત પ્રવાસે છે. આજના આ પ્રવાસ દરમિયાન ગુજરાતીઓને 57 હજાર કરોડ રૂપિયાના વિકાસ કાર્યોની ભેટ આપશે. આ સિવાય પીએમ મોદીએ આજે અમદાવાદ સ્ટેડિયમ સહકાર સંમેલનમાં હાજરી આપી હતી. જેમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને પ્રદેશ અધ્યક્ષ સી. આર પાટીલની પણ હાજરી જોવા મળી હતી.
'અમૂલ એટલે મોટા સપના, મોટા સંકલ્પો અને.....'
પીએમ મોદીએ GCMMFની ગોલ્ડન જ્યુબિલીની ઉજવણીમાં પોતાના સંબોધનમાં જણાવ્યુ કે, ભારતની આઝાદી પછી, દેશમાં ઘણી બ્રાન્ડ્સ બનાવવામાં આવી, પરંતુ અમૂલ જેવી કોઈ બની નથી. આજે અમૂલ ભારતના પશુપાલકોની શક્તિનું પ્રતિક બની ગયું છે. અમૂલ એટલે વિશ્વાસ, વિકાસ, જનભાગીદારી, ખેડૂતોનું સશક્તિકરણ, આત્મનિર્ભર ભારતની પ્રેરણા, અમૂલ એટલે મોટા સપના, મોટા સંકલ્પો અને તેનાથી પણ મોટી સિદ્ધિઓ.
ડેરી ક્ષેત્રની વાસ્તવિક કરોડરજ્જુ 'મહિલા શક્તિ'
મહિલા શક્તિની વાત કરતા પીએમ મોદીએ જણાવ્યું કે, ભારતના ડેરી ક્ષેત્રની વાસ્તવિક કરોડરજ્જુ મહિલા શક્તિ છે. અમૂલ આજે સફળતાના જે શિખર પર છે તે ફક્ત મહિલા શક્તિના કારણે છે. ભારત મહિલાઓના નેતૃત્વમાં જયારે વિકાસ વધી રહ્યો છે, ત્યારે ભારતના ડેરી ક્ષેત્રની આ સફળતા પાછળ પણ સ્ત્રી શક્તિનો ફાળો અમૂલ્ય છે.
ADVERTISEMENT
1200 કરોડના પાંચ નવા પ્રોજેક્ટનુ ઉદ્ઘાટન કર્યુ
PM મોદીએ આ સહકાર સંમેલનમાં 1200 કરોડના પાંચ નવા પ્રોજેક્ટનુ ઉદ્ઘાટન કર્યુ છે. જેમાં ચીઝ, આઈસ્ક્રીમ અને ચોકલેટ પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યુ છે. ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનની સ્થાપનાના 50 વર્ષની ઉજવણી થઈ રહી છે.
અમૂલ ફેડરેશનનું ટર્નઓવર 72,000 કરોડ જેટલું
અમૂલ ફેડરેશન નું જૂથ ટર્નઓવર છેલ્લા નાણાકીય વર્ષમાં 72,000 કરોડ રહ્યુ હતુ. અમૂલને ભારતની સૌથી મોટી FMCG બ્રાન્ડ અને વિશ્વની 8મી સૌથી મોટી ડેરી સંસ્થા બનાવી. છેલ્લાં 50 વર્ષોમાં, GCMMF ડેરી ખેડૂતો અને ગ્રાહકો વચ્ચે સેતુ બનવાના સિદ્ધાંતને સાચા રાખવામાં સફળ રહ્યું છે. અમૂલ ફેડરેશન ના દુધ સંઘો દ્વારા દૂધ અને દૂધ ઉત્પાદનોની માંગને પહોંચી વળવા દેશભરમાં 98 ડેરી પ્લાન્ટનું નેટવર્ક સ્થાપ્યું છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT