PM LIVE: સભા સ્થળે પહોંચ્યા મોદી, સંબોધન બાદ મા અંબાની પુજા કરશે

ADVERTISEMENT

gujarattak
social share
google news

અંબાજી : વડાપ્રધાન મોદી બ દિવસની ગુજરાત મુલાકાતે આવ્યા છે જેમાં બીજા દિવસનાં ત્રીજા તબક્કામાં અંબાજી ખાતે આવી પહોંચ્યા હતા. આ દરમિયાન તેઓએ ભવ્ય રોડશો દ્વારા નાગરિકોનું અભિવાદન જીલ્યું હતું. પ્રથમ દિવસે સુરત, ભાવનગર અને અમદાવાદ બાદ આજે પણ તેઓએ ગાંધીનગર, અમદાવાદ બાદ આજે અંબાજી આવી પહોંચ્યા હતા. આજે તેઓ બનાસકાંઠામાં આવાસ, રોડ નિર્માણ અને રેલવેના કુલ 6909 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહર્ત કરશે. પીએમ મોદીનું ભવ્ય સ્વાગત કરવા માટે અબાજીના નાગરિકો અને ભક્તો ઉત્સુક છે.

આજે માતાના પાંચમા સ્વરૂપ સ્કંદ માતાના પુજાનો દિવસ છે. આ પ્રસંગે માં અંબાના દર્શન અને પુજન કરવાનું સૌભાગ્ય મળી રહ્યું છે. અંબાજીમાં માતાના દર્શન કરવા માટે માતાની ગોદમાં જ મારૂ જીવન પસાર થયું છે. આપણે હંમેશા અનુભવ કરીએ છીએ નવી ઉર્જા અને પ્રેરણા લઇને જઇએ છીએ. આ વખતે હું તેવા સમયે આવ્યો છું જ્યારે વિકસિત ભારતનો સંકલ્પ દેશના લોકોએ લીધો છે. 130 કરોડ દેશવાસીઓ 25 વર્ષની અંદર અંદર અમે હિન્દુસ્તાનને વિકસિત રાષ્ટ્ર બનાવીને રહીશું. માં અંબાના આશિર્વાદથી અમને અમારા તમામ સંકલ્પોની સિદ્ધિ માટે શક્તિ મળશે. આ પાવન પ્રસંગે મને બનાસકાંઠાની સાથે સાથે ગુજરાતના અનેક જિલ્લાઓને હજારો કરોડ રૂપિયાની યોજનાઓનો ઉપહાર આપવાની તક મળી છે. આજે 61 હજારથી વધારે ઘરોનું લોકાર્પણ અને શિલાન્યાસની તક મળી છે. આ તમામ લોકોને શુભકામનાઓ. આ વખતે તમામ લોકોની દિવાળી નવા ઘરમાં પોતાના ઘરમાં હશે.

પોતાના ઘરમાં દિવાળી થવાની હોય કેવો આનંદ થાય. જેણે જિંદગી ઝુંપડામાં ગઇ હોય તેને પાક્કુ ઘર મળે તો તેને કેવો આનંદ હોય. જ્યારે આપણે નારી સન્માનની વાત કરીએ તો આપણા માટે ખુબ જ સહજ વાત લાગે પરંતુ જ્યારે ગંભીરતાથી તેના પર વિચાર કરીએ તો ખ્યાલ આવે કે, આપણા સંસ્કારોમાં નારી સન્માન કેટલું વસેલું છે. સમગ્ર વિશ્વમાં જે શક્તિશાળી લોકો હોય છે. જ્યાં શક્તિની ચર્ચા હોય છેતેમની સાથે તેમના પિતાનું નામ જોડાય છે. ભારતની પરંપરા અલગ છે. ભારતમાં વિર પુરૂષોની સાથે માં નું નામ જોડવામાં આવે છે. અર્જૂન કુંતી પુત્ર કહેવાયો. ભગવાન કૃષ્ણ કે જે સર્વશક્તિમાન છે તેનું નામ પણ દેવકીનંદન કહે છે. હનુમાનજીની વાત આવે તો તેમને પણ અંજનીપુત્ર કહેવાય છે. આપણા સંસ્કાર જ છે કે આપણે આપણા દેશને પણ માં ગણાવીએ છીએ. માં ભારતીના સંતાન તરીકે ઓળખાવીએ છીએ. આવી મહાન સંસ્કૃતિ હોવા છતા પણ આપણા દેશમાં ઘરની સંપત્તી પર ઘરના આર્થિક નિર્ણયો પર પિતા-પુત્રનો હક્ક હોય છે. ઘર હોય તો પુરૂષના નામે, દુકાન,ગાડી, ખેતર બધુ જ પુરૂષના નામે હોય છે. મહિલાના નામે કંઇ જ ન હોય અને પતિ ગુજરી જાય તો છોકરાના નામે થઇ જાય. અમે નક્કી કર્યું કે, જે આવાસ ફાળવીશું તે તેમાં મહિલાઓનું નામ હશે.

ADVERTISEMENT

અત્યાર સુધી દેશમાં ગરીબોને ત્રણ કરોડથી વધારે ઘર બનાવીને આપ્યા છે. આ દેશના 3 કરોડ લોકોને ઘર મળ્યું છે. ગુજરાતમાં ડોઢ લાખ ઘર પુર્ણ થઇચુક્યાં છે. ગરીબ પરિવારની બહેનોને રસોડામાં તકલીફ ન પડે તે માટે ફ્રી રાશનની યોજના પણઆગામી ત્રણ મહિના માટે વધારી દીધી છે. મુશ્કેલ સમયમાં દેશના 80 કરોડથી વધારે સાથીઓને રાહત આપનારી સ્કીમમાંકેન્દ્ર સરકાર લગભગ 4 લાખ કરોડ રૂપિયા ખર્ચ કરી રહી છે. ગત્ત બે દશકમાં માતા-બહેનોના સશક્તિકરણ માટેની મને તક મળી છે. બનાસકાંઠા તેનું સાક્ષી રહ્યું છે. જ્યાં માં અંબા અને માં નડેશ્વરી બીરાજમાન હોય ત્યાં મહિલાઓને પછાત જોઇ મને દુખ થતું હતું. ત્યારે જ મે પ્રણ લીધું હતું કે, મહિલાઓને સશક્ત કરીશ. મને યાદ છે હું બહેનોને વારંવાર કહેતો હતો કે પુત્રીઓ નહી ભણે તો માં સરસ્વતી ઘરે નહી આવે અને જ્યાં સરસ્વતી જી ના હોય ત્યાં લક્ષ્મીજી પગ નથી મુકતા. મને આનંદ છે કે, બનાસકાંઠાની બહેનોએ મારા આગ્રહનો સ્વિકાર કર્યો અને આજે માં નર્મદાના નીર અહીંની તકદીર બદલી રહી છે. દિકરીઓ પણ શાળા કોલેજમાં જઇ રહી છે. કુપોષણ સામે પણ આ જિલ્લાએ યોગદાન આપ્યું છે. બનાસકાંઠાએ દરેક તબક્કે મારો સાથ આપ્યો છે. માતૃ સેવા માટે 2014 પછીથી કામ ચાલી રહ્યું છે. મહિલાની દરેક પીડા, અસુવિધા અને અડચણને દુર કરવા માટે પ્રયાસ કરી રહ્યા છીએ. દેશની સેનામાં પણ હવે મહિલાઓની સંપુર્ણ ભાગીદારી અને અવસરના દરવાજા ખોલવામાં આવી રહ્યા છે. સરકારની તમામ યોજનાઓમાં મહિલાઓને પ્રાધાન્ય અપાઇ રહ્યું છે.જ્યારે માં સુખી હોય ત્યારે જ પરિવાર સુખી રહે છે. સમાજ સુખી હોય ત્યારે જ દેશ સુખી હોય છે. આ જ વિકાસ માટે અમે કામ કરી રહ્યા છીએ.

આ મંદિરની સામે જે જામ થતો હતો તેનાથી મુક્તિ માટે અમે પ્રયાસો કર્યા છે. બાયપાસ રોડ અને રેલવે લાઇન દ્વારા અંબાજીના લોકો અને ભક્તોની લાગણી અમે સ્વિકારી છે. દેશ જ્યારે ગુલામ હતો ત્યારે અંગ્રેજોના જમાનામાં તારંગા-આબુ રેલ લાઇન 1930 માં લીધો હતો. જો કે અંગ્રેજો ગયા પછી અનેક સરકારો આવી પણ કોઇએ કંઇ કર્યું નહી. સાથીઓ આ કામ પણ માં અંબાએ મને જ સોંપ્યું હશે. આઝાદીના 75 વર્ષ પછી હું આ કામ કરી રહ્યો છું. સીએમ હતો ત્યારથી આ યોજના પર કામ કરી રહ્યો હતો. જો કે હવે પીએમ બન્યા બાદ આઝાદીના 75 વર્ષ બાદ હું માતાના ચરણોમાં સમર્પિત કરુ છું. આ બાયપાસ અને રેલ લાઇનથી ખુબ જ મોટો ફાયદો થશે. માર્બલ ઉદ્યોગને પણ ફાયદો થશે.

ADVERTISEMENT

અંબાજી આવોને તમામ તિર્થનું ફળ મળે તે માટે તમામ શક્તિપીઠો અમે અહી વિકસાવ્યા છે. અમે ગબ્બરમાં પણ ફેરફાર કરી રહ્યા છીએ. સુવિધા વધારી રહ્યા છીએ. તારંગા હીલનો પણ વિકાસ કરી રહ્યા છીએ. અનેક રોજગારીનું સર્જન થશે. ધરોઇ ડેમથી અંબાજી સુધીનો આખો બેલ્ટ વિકસિત કરવા માંગુ છું. આખું ડેવલપમેન્ટ કરવું છે. ધરોઇ ડેમમાં વોટરસ્પોર્ટ એક્ટિવિટિ થઇ શકે છે. હાલમાં જ સરકારે સુઇગામ તાલુકામાંસીમા દર્શન પ્રોજેક્ટની શરૂઆત કરી છે. પ્રયાસ એવો છે કે, લોકો સીધા જ અહીં આવે. રાષ્ટ્રીય એકતાના પંચપ્રાણોમાં પણ શક્તિ મળે. મીઠા થરાદ રોડ પહોળો થવાના કારણે ખુબ જ ફાયદો થશે. ડીસામાં રનવે બનશેતેથી એરફોર્સ સ્ટેશનની શક્તિ પણ મજબુત બનશે. આવડું મોટુ વાયુ સ્ટેશન બની રહ્યું હોય ત્યારે અન્ય આસપાસના ધંધા પણ વિકસી જશે. અહીંના ખેડૂત, પશુપાલકોને ફાયદો મળશે. બનાસકાંઠાની તસવીર બદલી ચુકી છે. ડ્રીપ ઇરિગેશન માટે સ્થિતિ બદલી રહી છે.

ADVERTISEMENT

માં અંબાના ચરણોમાં વંદન સાથે તમારો આશિર્વાદ મને મળતો રહે તે માટે આભાર. તમારો પ્રેમ આવો જ મળતો રહે તેવી ઇચ્છા. મોડુ થવા બદલ આભાર. ગામલોકોનું અભિવાદન ઝીલતો ઝીલતો આવ્યો તેમાં થોડો રોડશો મોડો થઇ ગયો. પણ આપણા જિલ્લાના લોકો આપણે બધાએ વિકાસ અને પ્રગતિના નવા શીખરો સર કરવા છે. આ 25 વર્ષ આપણી પાસે મોટો મોકો છે. આજે દુનિયામાં લોકોનું ભારત માટેનું આકર્ષણ વધ્યું છે. આ મોકો હવે જતો કરાય. આ તક જતી કરાય. મહેનત કરવી પડે કે ન કરવી પડે. વિકાસના કામોમાં જોર આપવું પડે કે ન પડે. આ કરીએ તો જ પ્રગતિ થાય. આ પ્રગતિ કરવા માટે તમે હંમેશા સાથ સહકાર આપ્યો છે તે જ મારી તાકાત અને મુડી છે. તમારા આશિર્વાદ જ મને બળ પુરૂ પાડે છે. તમામ નાગરિકોને હું માતાના ધામમાંથી આભાર વ્યક્ત કરૂ છું.

પીએમ મોદી દ્વારા 6909 કરોડના વિકાસ કાર્યોનું શિલાન્યાસ ભુમિપુજન કરશે
પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ અને શહેરી, પંડિત દિનદયાલ ઉપાધ્યાય આવાસ યોજના અંતર્ગત વિકસતિ જાતિ કલ્યાણ, ડૉ. આંબેડકર આવાસ યોજના, આદિજાતિ વિભાગ અને ગ્રામ ગૃહનિર્માણ બોર્ડના કુલ 1967 કરોડના ખર્ચે બનેલા 8633 આવાસોનું ખાતમુહૂર્ત અને 53,172 આવાસોનું લોકાર્પણ કરશે. 124 કરોડના ખર્ચે નિર્માણ પામનારા અંબાજી બાયવાસ રોડનું ખાતમુહૂર્ત અને 85 કરોડમાં બનેલા મીઠા-થરાદ-ડીસા લાખણી રોડનું લોકાર્પણ કરશે. આ ઉપરાંત તેઓ ગુજરાત સરકાર જેનો હાલ સૌથી વધારો સામનો કરી રહ્યા છે કે, ગૌશાળા સંચાલકો માટે ગૌમાતા પોષણ યોજનાની શરૂઆત પણ કરાવશે. આ દરમિયાન તેઓ ગૌશાળા અને પાંજરાપોળ સહાયકની રકમ અર્પણ કરશે.

આબુ રેલવે લાઇનનું ભુમિપુજન પણ કરશે
આ ઉપરાંત પીએમ તારંગાહિલ-આબુરેલવે લાઇનને મંજૂરી આપીછે જેથી તેનું પણ ભુમિપુજન કરશે. નાગરિકોને આ યોજનાથી પરિવહનમાં ખુબ જ સરળતા અને સુવિધા મળશે. ડીસા એરફોર્સ સ્ટેશનમાં 1000 કરોડના ખર્ચે રનવે અને સંબંધિત ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું ભૂમિપુજન કરાશે. 1881 કરોડના ખર્ચે નિર્મિત 62.15 કિલોમીટરના પાલનપુર-મહેસાણા રેલવે લાઇનનું પણ લોકાર્પણ કરશે.

સભા સ્થળ પર પહોંચ્યા પીએમ મોદી
હવે તેઓ ટુંક જ સમયમાં અંબાજી ખાતે ભવ્ય જનસભાને સંબોધિત કરશે. કાર્યક્રમ દરમિયાન તેઓ આ તમામ કામગીરી લોકાર્પણ અને ભુમિપુજન જેવા પ્રકલ્પોની શરૂઆત કરશે. 7.30 વાગ્યે તેઓ અંબાજી માતાની પુજા કરશે. આ ઉપરાંત ગબ્બરમાં મહાઆરતીમાં પણ ભાગ લેશે. અંબાજી ખાતે પ્રસાદ યોજના અંતર્ગત ભાવિકોની સુવિધા માટે વડાપ્રધાન 53 કરોડનો ખર્ચે વિવિધ વિકાસકાર્યોનું ભુમિપુજન કરશે.

    follow whatsapp

    ADVERTISEMENT