હવે તો હદ્દ છે! ડેંગ્યુ મેલેરિયા જેવા રોગથી બચવા માટે પણ લોકોએ સરકાર પાસે આંદોલનો કરવા પડે છે

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ : શહેરના સાણંદ હાઇવે પર આવેલી સત્યેશ રેસિડેન્સીમાં છેલ્લા અનેક સમયથી રોડના ગેટની બહાર ગટરના પાણી ભરાયેલા રહે છે. જેના પગલે આજે સ્થાનિક લોકો દ્વારા રોડ પર ચક્કાજામ કરવામાં આવ્યો હતો. સાણંદ-સરખેજ હાઇવે જામ થતા લાંબો ટ્રાફીક જામ સર્જાયો હતો. સતત ભરાઇ રહેતા પાણીના કારણે સ્થાનિક વિસ્તારમાં ડેન્ગ્યૂ અને મેલેરિયાનો લોકો ભોગ બની રહ્યા છે. વરસાદ પડતાની સાથે જ સોસાયટીમાં જવાના રોડ પર બહાર બે ફૂટ પાણી ભરાઇ જાય છે. આ પાણી દિવસો સુધી જ રહે છે.

સરકારી અધિકારીઓ ઇસ કી ટોપી ઉસકે સરની રમત રમતા રહે છે
ગટરના પાણી બેક મારવાના કારણે સ્વિમિંગ પુલ બની જાય છે. લોકોને આવવા જવા માટે પાણીમાં થઇને જવું પડે છે. અનેક મહિનાઓથી આ સમસ્યાનો ઉકેલ નહી આવવાને કારણે આજે મહિલાઓ અને પુરૂષોને રોડ પર આવીને રોડ ચક્કાજામ વિરોધી પ્રદર્શન કરવામાં આવ્યું હતું. સત્યેશ રેસિડેન્સીના રહેવાસીઓનો દાવો છે કે, છેલ્લા 6 મહિનાથી ગટર બેક મારે છે. પીવાના પાણીમાં ગટરનું પાણી મિક્સ થાય છે. આ ઉપરાંત થોડો જ વરસાદ પડવાને કારણે ગટરો બેક મારે છે. સોસાયટીઓમાં પાણી ભરાય છે. શાંતિપુરા સર્કલ પાસે ગટર ચોકઅપ થઇ જાય છે. 1100 જેટલા ફ્લેટ આવેલા છે. 5000 હજારથી વધારે લોકોનો અહીં વસવાટ છે.

5 હજારથી વધારે લોકોનું જીવન ચોમાસુ આવે એટલે નર્ક બની જાય છે
રોજિંદી રીતે બાળકોથી માંડીને વૃદ્ધોને આ ગટરના ગંદા પાણીમાંથી પસાર થવું પડે છે. ગંદાપાણીમાં જવાના કારણે, પીવાનું પાણી મિક્સ થવાના કારણે અનેક વખત ઔડા અને ગ્રામ પંચાયતમાં રજુઆત કરવા છતા પણ કોઇ જવાબ આપતું નથી. અધિકારીઓ માત્ર સરકારી જવાનો જ આપે છે. ઔડાના અધિકારીઓ કહે છે કે આ વિસ્તાર અમારામાં નથી આવતો. આગામી થોડા સમયમાં અહીં ગટરલાઇન નંખાશે. જ્યારે ગ્રામ પંચાયત ઔડાનો હવાલો ટાંકે છે. સોસાયટીમાં એક પણ પરિવાર એવો નથી કે જ્યાં બિમારીનો ખાટલો ન હોય.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT