KADI માં ભેદી વિસ્ફોટ, બે ભાઇઓ ગંભીર રીતે દાઝી ગયા
કડી: મણિપુર ગામમાં રહેતા બે પરપ્રાંતીય ભાઇઓ માટે આજનો દિવસ નર્કાગારથી કમ નહોતો. જ્યાં બંન્ને ભાઇઓ નોકરી પરથી પરત ફર્યા અને જમીને બેઠા હતા અચાનક…
ADVERTISEMENT
કડી: મણિપુર ગામમાં રહેતા બે પરપ્રાંતીય ભાઇઓ માટે આજનો દિવસ નર્કાગારથી કમ નહોતો. જ્યાં બંન્ને ભાઇઓ નોકરી પરથી પરત ફર્યા અને જમીને બેઠા હતા અચાનક ભડકા સાથે આગ ભભુકી ઉઠી હતી. આગ એટલી વિકરાળ હતી કે બંન્નેને ભાગવાનો સમય પણ રહ્યો નહોતો. બંન્ને ભાઇઓ આગની ઝપટે ચડીને દાઝી ગયા હતા. રહેવાસીઓને આની જાણ થતા બંન્નેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં બંન્નેની સારવાર ચાલી રહી છે. બંન્ને ખુબ જ ગંભીર રીતે દાઝેલી હાલતમાં સારવાર ચાલી રહી છે.
મણિપુરમાં ઓરડીમાં ભેદી વિસ્ફોટ બાદ બંન્ને ભાઇઓ દાઝ્યા
કડી તાલુકાના મણિપુર ગામની અંદર રહેતા અને મણિપુરની સીમની અંદર આવેલા એક ખાનગી કંપનીમાં નોકરી કરે છે. રાજસ્થાનના રહેવાસી રવીન્દ્ર ખાટ અને લક્ષ્મણ ખાટ નોકરીએથી પરત ફરીને જમીને આરામ કરી રહ્યા હતા. અચાનક જ કોઇ અગમ્ય કારણોસર આગ ભભુકી ઉઠી હતી. આસપાસના લોકોને જાણ થતા તેઓ તત્કાલ દોડી આવ્યા હતા. બંન્ને ભાઇઓને બચાવીને કડીની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા હતા.
બંન્ને ભાઇઓની કરૂણ ચીસો સાંભળીને હોસ્પિટલ પણ થથરી ગઇ
આગમાં બંન્ને ભાઇઓ ખુબ જ ગંભીર રીતે દાઝી ગયા હતા. સારવાર દરમિયાન એમની બળતરાની ચીસો પાડીને પથ્થર પણ રડી પડે તેવા દ્રશ્યો સર્જાયા હતા. બંન્ને ભાઇઓ ધ્રુજી રહ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન સ્થિતિ વધારે ખરાબ થતા સારવાર માટે તેમને અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. જો કે સ્થાનિકોના અનુસાર ઘરની અંદર મોટો વિસ્ફોટ થયો હતો.
ADVERTISEMENT
ADVERTISEMENT