પ્રધાનમંત્રીની હાજરીમાં પાટીલ ગબડી પડ્યા, મુખ્યમંત્રી આવ્યા વહારે

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સ્મૃતિવનનું લોકાર્પણ કર્યું છે. આ લોકાર્પણ સ્થળ પર પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી આર પાટીલ જઈ રહ્યા હતા તે દરમિયાન તેમણે બેલેન્સ ગુમાવ્યું અને ગોથું ખાઈ ગયા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્મૃતિવનનું લોકાર્પણ કરી રહ્યા હતા તે દરમિયાન તેમની બાજુમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હતા. પાટીલ સ્ટેજ પાસે પહોંચતા જ ઠેબું આવતા ગોથું ખાઈ ગયા હતા અને  પાટીલને તાત્કાલિક ભૂપેન્દ્ર પટેલે ઊભા કર્યા હતા અને ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સ્મૃતિવનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

વડાપ્રધાને કઈ ન બન્યું તેવું કર્યું વર્તન
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્મૃતિવનનું લોકાર્પણ કરી રહ્યા હતા તે દરમિયાન પ્રદેશ ભાજપના અધ્યક્ષ પાટીલને ઠેબું આવ્યું અને તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પગ પાસે ગબડી પડ્યા હતા. વડાપ્રધાને કોઈ જ હાવભાવ આપ્યો ન હતો. પાટીલને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઊભા કર્યા હતા.

આ પહેલા પણ પાટીલ ગબડી પડ્યા હતા
આ પહેલા પણ  સ્વામિનારાયણ મંદિર ખાતે તેમનું બેલેન્સ બગડ્યું હતું. મંદિરેથી પરત ફરતી વખતે સીડી પરથી સીઆર પાટીલ લપસ્યા હતા.  વરસાદે સર્જેલ તારીનો તાગ મેળવવા માટે સાંસદ અને બીજેપી પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ વલસાડની મુલાકાતે હતા. ગુરૂપૂર્ણિમાના પાવન પ્રસંગે સ્વામિનારાયણ મંદિરે ગુરૂના આશીર્વાદ લેવા પહોંચ્યા હતા. મંદિરેથી પરત ફરતી વખતે પાટીલ  પગથિયાં ચૂક્યા હતા. આ વિડીયો પણ વાઇરલ થયો હતો.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT