Big News: લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસમાં ભંગાણ યથાવત, વધુ એક મોટા નેતા ધારણ કરશે ભાજપનો ખેસ
Lok Sabha Election: લોકસભા ચૂંટણી પહેલાં ફરીથી રાજ્યમાં પક્ષપલટાની રાજનીતિ શરુ થઈ છે. કોંગ્રેસના વિજાપુરના ધારાસભ્ય સી.જે ચાવડાના રાજીનામા બાદ કોંગ્રેસને જોરદાર ઝટકો લાગ્યો છે.…
ADVERTISEMENT
Lok Sabha Election: લોકસભા ચૂંટણી પહેલાં ફરીથી રાજ્યમાં પક્ષપલટાની રાજનીતિ શરુ થઈ છે. કોંગ્રેસના વિજાપુરના ધારાસભ્ય સી.જે ચાવડાના રાજીનામા બાદ કોંગ્રેસને જોરદાર ઝટકો લાગ્યો છે. હજુ આ આઘાતમાંથી કોંગ્રેસ બહાર નથી નીકળી, ત્યાં ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસને વધુ એક ઝટકો લાગે એવા સમાચાર સામે આવ્યા છે.
ડો.વિપુલ પટેલ ધારણ કરશે ભાજપનો ખેસ!
વાસ્તવમાં કોંગ્રેસના સહકારી આગેવાન અને અગ્રણી યુવા નેતા ડો.વિપુલ પટેલ કોંગ્રેસને અલવિદા કહીને ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કરી રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ડો. વિપુલ પટેલ બુધવારે કમલમ ખાતે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલના હસ્તે પાર્ટીનો ખેસ ધારણ કરશે.
ADVERTISEMENT
કોણ છે વિપુલ પટેલ?
ડો. વિપુલ પટેલ પાટીદાર સમાજમાંથી આવતો જાણીતો ચહેરો છે. તેમનો સહકારી રાજકાણમાં પણ ડંકો છે. ડો વિપુલ પટેલ હાલમાં સાબરડેરીમાં ડીરેક્ટર છે. ડો.વિપુલ પટેલ સળંગ 4 ટર્મથી સાબરડેરીમાં ડીરેક્ટર પદ પર ચૂંટણી જીતી રહ્યા છે.
ડો વિપુલ પટેલ સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ પદે રહી ચુક્યા છે અને પાટીદાર સમાજ પર મજબૂત વર્ચસ્વ ધરાવે છે. આમ ડો વિપુલ પટેલના ભાજપમાં જોડાતા લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને મોટો ઝટકો લાગી શકે છે.
ADVERTISEMENT
ADVERTISEMENT