પાટણમાં નીકળ્યું સરઘસઃ સોશ્યલ મીડિયા પોસ્ટને લઈ થઈ હતી બે જુથોમાં બબાલ
પાટણઃ પાટણમાં સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરવાના મામલે બે ટોળા આમને સામને થઈ ગયા હતા. ગત રાત્રે બે જુથો વચ્ચે વિવાદને લઈને મારામારી થઈ ગઈ…
ADVERTISEMENT
પાટણઃ પાટણમાં સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરવાના મામલે બે ટોળા આમને સામને થઈ ગયા હતા. ગત રાત્રે બે જુથો વચ્ચે વિવાદને લઈને મારામારી થઈ ગઈ હતી. જેમાં સાતથી વધારે લોકોને ઈજાઓ થયાના અહેવાલ સામે આવ્યા હતા. ઈજાગ્રસ્તોને જોકે સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયા હતા. આ મામલામાં બંને પક્ષ તરફથી કુલ 12 લોકો વિરુદ્ધ કેસ કરાવવામાં આવ્યો છે. પોલીસે આ ઘટનામાં આરોપીઓને પકડી પાડીને તેમનું જાહેરમાં સરઘસ કાઢ્યું હતું.
ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
પાટણના બાલીસણા ગામમાં સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકવા બાબતે બે જૂથો વચ્ચે સ્થિતિ વણસી હતી. જેમાં અલગ-અલગ સમાજના જૂથો વચ્ચે રાત્રે વિવાદ બાદ મારા મારી થઈ હતી. જેમાં બંને જૂથના લોકોએ એકબીજા પર હથિયાર અને લોખંડની પાઈપ વડે હુમલો કર્યો હતો. ઘટનામાં બંને જૂથના 6થી વધુ લોકોને ઈજા પહોંચતા સારવાર માટે ધારપુર તથા પાટણની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ગામમાં જૂથ અથડામણને પગલે LCB, SOG સહિતનો પોલીસનો કાફલો ઉતારી દેવામાં આવ્ય છે અને ચુસ્તસુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. બંને પક્ષો દ્વારા સામ સામે પોલીસમાં ફરિયાદ નોંધાવાતા આગળ તપાસ હાથ ધરવામાં આવી છે. હાલમાં પોલીસ દ્વારા 12 લોકો સામે પોલીસ ફરિયાદ નોંધી છે.
દેવભૂમિ દ્વારકાના ભાણવડ પંથકમાં હડકાયા શ્વાને આતંક મચાવ્યો, 2 બાળક સહિત 5ને કરી ગંભીર ઈજા
પોલીસે કાઢ્યું સરઘસ
ADVERTISEMENT
અથડામણનો વીડિયો સામે આવ્યો
જૂથ અથડામણની સમગ્ર ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં જોઈ શકાય છે કે, રાત્રે ગામમાં બે જૂથનું ટોળું ઊભું છે અને બોલાચાલી થઈ રહી છે. ઝઘડો થતા જોઈને આસપાસથી લોકો દોડીને ત્યાં આવી રહ્યા છે, થોડી વારમાં બોલાચાલી હિંસક અથડામણમાં ફેરવાઈ જાય છે અને બંને જૂથના લોકો એકબીજા પર હુમલો કરવાનું શરૂ કરી દે છે.
પાટણના બાલીસણા ગામમાં સોશિયલ મીડિયા પોસ્ટ પર વિવાદના કારણે બે જૂથોમાં અથડામણની ઘટના બની#Patan #GujaratiNews pic.twitter.com/3I2xW0Iffk
— Gujarat Tak (@GujaratTak) July 17, 2023
ADVERTISEMENT
(ઈનપુટઃ વિપિન પ્રજાપતિ, પાટણ)
ADVERTISEMENT
ADVERTISEMENT