Patan: બાંકડા પર બેઠેલા વૃદ્ધોને બોલેરોએ અડફેટે લેતા એકનું મોત, કાર ચાલક ફરાર

ADVERTISEMENT

gujarattak
social share
google news

વિપિન પ્રજાપતિ, પાટણ: રાજ્યમાં હિટ એન્ડ રનની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. આ દરમિયાન વધુ એક ઘાટણ સામે આવી છે. પાટણ ચાણસ્મા હાઇવે રોડ પર લીલી વાડી નજીક બાંકડા પર બેઠેલા 5 વૃદ્ધો ઉપર બેકાબૂ બનેલી ગાડી ફરી વળી. આ ઘટનામાં એક નું સારવાર દરમિયાન મોત થયું છે. ત્યારે અકસ્માત સર્જી બોલેરો ગાડીના ચાલક સહિત ગાડીમાં બેઠેલા અન્ય ચાર ઇસમો ગાડી ઘટના સ્થળે મૂકી ફરાર થયા

પાટણના હાઇવે માર્ગો પરથી પુરઝડપે વાહનો હંકારી નીકળતા વાહન ચાલકો દ્વારા અવારનવાર નાના-મોટા માર્ગ અકસ્માતના બનાવો સર્જી અને અનેક લોકોના જીવ જોખમમાં મૂકવાના કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે. ત્યારે આવો જ એક અકસ્માતનો બનાવો શનિવારની રાત્રે ચાણસ્મા તરફથી પૂર ઝડપે  આવી રહેલી ઓન ડ્યુટી ઓ એન જી સી લખેલી bolero ગાડી ના ચાલકે લીલી વાડી નજીક હાઇવે વિસ્તારમાં રહેતા 5 વૃદ્ધો કે જેઓ હાઇવે માર્ગ પર ગોગા મહારાજની ડેરી નજીક મુકેલા બાંકડા ઉપર વાતોચીતો કરવા માટે બેઠા હતા. આ દરમિયાન બેકાબુ ડ્રાઇવિંગ કરી આવી રહેલા ચાલકે ગાડી તે 5 વૃદ્ધો ઉપર ચડાવી દેતા 5 મિત્રોને ગંભીર ઇજાઓ પહોંચી હતી.

સારવાર દરમિયાન મૃત્યુ 
આ અકસ્માત સર્જી બોલેરો ગાડીનો ચાલક સહિત બોલેરો ગાડીમાં બેઠેલા અન્ય ચાર જેટલા ઈસમો ગાડીમાંથી ઉતરી ગાડી ઘટના સ્થળે મૂકીને ફરાર થયા હતા. આ અકસ્માતની જાણ પાટણ 108 ને કરાતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જેમાં સારવાર દરિમયાન સુરેશભાઈ રાઠોડ નું મોત થયું હતું.

ADVERTISEMENT

પોલીસે તપાસ શરૂ કરી
લીલીવાડી ચાણસ્મા હાઇવે માર્ગ પર સર્જાયેલા આ અકસ્માતના બનાવની જાણ વડીલ મિત્રોના પરિવારજનો સહિત માર્ગ પરથી પસાર થતા લોકોને થતા ઘટના સ્થળે લોકોના ટોળાંઓ ઉમટી પડતા હાઇવે માર્ગ પર ચક્કા જામની સ્થિતિ સજૉવા પામી હતી. બનાવવાની જાણ પોલીસને થતા પોલીસે પણ ઘટના સ્થળે આવી અકસ્માત સર્જી ફરાર થયેલા બોલેરોના ગાડી ચાલક સહિત ગાડીમાં બેઠેલા અન્ય ઈસમોની તપાસ હાથ ધરી હતી.

પાટણ અકસ્માત માં ગંભીર રીતે ઘાયલ

ADVERTISEMENT

  • સદાભાઈ મકવાણા
  • હરગોવનભાઈ પરમાર
  • ધર્માભાઈ રાઠોડ
  • મુલચંદભાઈ વાણિયા

આ પણ વાંચો: 2 વર્ષ પહેલા કોરોનાથી ‘મૃત’ જાહેર કરાયેલો યુવક અમદાવાદમાંથી મળ્યો, પત્ની સમક્ષ કર્યો ચોંકાવનારો ખુલાસો

ADVERTISEMENT

મૃતક

  • સુરેશભાઈ રાઠોડ

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp

    ADVERTISEMENT