પંકજ દેસાઇએ આપને વિદેશી શક્તિઓના ઇશારે ચાલતી પાર્ટી ગણાવી હતી
હેતાલી શાહ/ખેડા : ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીકમાં આવી રહી છે, સમગ્ર ગુજરાતમાં રાજકારણ ગરમાયુ છે. ખેડા જિલ્લાના નડિયાદમાં એક ભૂમિ પૂજનના કાર્યક્રમમાં વિધાનસભાના દંડક અને…
ADVERTISEMENT
હેતાલી શાહ/ખેડા : ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીકમાં આવી રહી છે, સમગ્ર ગુજરાતમાં રાજકારણ ગરમાયુ છે. ખેડા જિલ્લાના નડિયાદમાં એક ભૂમિ પૂજનના કાર્યક્રમમાં વિધાનસભાના દંડક અને નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ આમ આદમી પાર્ટી તથા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ઝાટકણી કાઢી હતી. દેસાઇએ જણાવ્યું કે,”કેજરીવાલ બાહ્ય તાકાતથી દેશ તોડવાના ધંધા કરી રહ્યા છે. દેશને સુરક્ષિત રાખવા માટે સંરક્ષણનું બજેટ યોગ્ય રીતે ફળવાવું જોઈએ. એટલુંજ નહીં દિલ્હીના સીએમ કેજરીવાલ અને આમ આદમી પાર્ટીને જવા અને જાકારો આપવાની વાત કરી.
ખેડા જિલ્લાના નડિયાદમાં આજે મહેશ વાટિકા ખાતેના કુલ ૪૦૮૯ ચો.મી. એરિયામાં, રૂ. ૩૩૧૫.૨૩ લાખના અંદાજિત ખર્ચે, ૪૫ એમ.વી.એ. સ્થાપિત ક્ષમતા ધરાવતા ૬૬ કે.વી. મહેશ્વરી સબસ્ટેશનનું ખાતમુહૂર્ત અને તખ્તી અનાવરણ કાર્યક્રમ ગુજરાત વિધાનસભાના અને નડિયાદના ધારાસભ્ય પંકજ દેસાઇ હાજર રહ્યા હતા. સભામાં પંકજભાઈ દેસાઈએ સભા પણ સંબોધિ હતી. જેમાં તેમણે જણાવ્યું કે, ગ્રામીણ વિસ્તારો સુધી 24 કલાક પણ વીજળી અત્યારે મળી રહી છે. એટલે દેશમાં સરેરાશ માથાદીઠ વીજ વપરાશ 1181 યુનિટ છે. જ્યારે ગુજરાતમાં માથાદીઠ વીજ વપરાશ 2143 યુનિટ છે.
દિલ્હીમાં પેલા મફત મફત કરે છે ને એ 1181માં આવી જાય છે. આપણે અહીંયા એક ઘર 2143 યુનિટ માંગે છે એટલે આપણને જે પૂરતા પ્રમાણમાં વીજળી મળે છે ને એ મફતની વાતોથી ન મળે. આપણે આપવું તો પડે જ. એટલે જે મફત શબ્દ વાપરી અને લોભામણી લાલચો આપી અને કેજરીવાલ જે ગુજરાતમાં પગ કરવાના પ્રયત્નો કરી રહ્યા છે. આ ગુજરાતની પ્રજાએ સમજુ પ્રજા છે. ગુજરાતને ખબર છે કે, દેશના વડાપ્રધાને સમગ્ર વર્લ્ડની અંદર આ દેશની જે અર્થનીતિ બનાવી છે, અને જે આર્થિક વિકાસ આપણો થયો છે. અત્યારે સમગ્ર વર્લ્ડની અંદર જ્યારે લોકો ફુગાવાના કારણે તેમનો આર્થિક વિકાસ દર નીચો ગયો હોય ત્યારે આપણે સતત પ્રગતિ કરી રહ્યા છે.
ADVERTISEMENT
દેશ નંબર વન થવા જઈ રહ્યું છે. ત્યારે આવી લોભામણી લાલચો આપીને દેશના વડાપ્રધાન જે રીતે ઈન્ફ્રાસ્ટ્રક્ચરથી માંડીને વિકાસથી માડીને જે જે નવા કામો માટે સંરક્ષણનું બજેટ દેશની ચિંતા આપણી એ પણ હોય કે દેશને આપણે સુરક્ષિત રાખવો એ ખૂબ જરૂરી બાબત છે. અને દેશને સુરક્ષિત રાખવા માટે સંરક્ષણનું બજેટ પણ યોગ્ય રીતે ફળવાવું જોઈએ. તો આજે આપણા રૂપિયા ટેક્સના જે જાય છે એ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે રીતે ખર્ચી રહ્યા છે એ દેશના આપણા જે દેશ છે એ વર્લ્ડની અંદર પ્રથમ નંબરનો દેશ બનાવવા માટે ખર્ચી રહ્યા છે.
આ બાહ્ય તાકાતથી આ કેજરીવાલ દેશને તોડવાના ધંધા કરી રહ્યા હોય ત્યારે આપણે સૌએ ચિંતિત થવાની જરૂર છે અને આને અહીંયાથી જ જાકારો આપણે આપવાનો છે. એટલે આજથી જ એમની મુહિમ ઉપાડી લેજો.
ADVERTISEMENT
મહત્વનું છે કે ગુજરાતમાં હવે ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી છે ત્યારે આમ આદમી પાર્ટી મફત વીજળી શિક્ષણ તથા રોજગારના મુદ્દે મતદાતાઓને આકર્ષવાના પ્રયાસો કરી રહી છે જેને લઈને આજે પંકજભાઈ દેસાઈએ ગુજરાતમાં 20 વર્ષ પહેલા 24 કલાક વીજળી નહોતી મળતી અને હવે વીજળી મળી રહી છે તેનો ઉલ્લેખ કરી ગુજરાતમાં મફત વીજળી શક્ય જ નથી તેવું જણાવી કેજરીવાલ પર આકરા પ્રહારો કર્યા હતા.
ADVERTISEMENT
ADVERTISEMENT