મુસાફરોનો સમય બળવાન હતો.. નહીં તો ચૂંટણીનો મુદ્દો બની જતાઃ શહેરામાં ST બસ આગમાં ખાખ

ADVERTISEMENT

gujarattak
social share
google news

પંચમહાલઃ પંચમહાલના શહેરા તાલુકામાં આવેલા વલ્લભપુર ગામ પાસે આજે ગુરુવારે એક એસટી બસમાં અચાનક આગ લાગી હતી. આગ લાગવાનું કારણ શું હતું તે હજુ સામે આવ્યું નથી પરંતુ અચાનક લાગેલી આગને કારણે અફરાતફરીનો માહોલ ઊભો થયો હતો. પરંતુ અહીં હાંશકારો એ બાબતનો હતો કે આ ઘટનામાં કોઈને જાનહાની થઈ ન હતી. હા, જોત જોતામાં બસમાં બધું ખાખ થઈ ગયું હતું પરંતુ માનવજીવ બચી ગયાનો હાંશકારો હતો. ઉલ્લેખનીય છે કે અચાનક લાગેલી આગથી લોકોના જીવને જોખમ ઘણું હતું પરંતુ અહીં ચર્ચાનો વિષય હતો કે લોકોના નસીબ અને સમય બળવાન હતા.

ધૂમાડા નીકળતા લોકો બસમાંથી ઉતર્યા અને ભાગ્યા
ગોધરા એસટી ડેપોની એક એસટી બસ આજે ગુરુવારે સવારે ગોધરાથી વલ્લભપુર જઈ રહી હતી ત્યારે વલ્લભપુર ગામ પાસેથી પસાર થતા હાઈવેના રસ્તા પર અચાનક બસમાંથી ધૂમાડા નીકળવા લાગ્યા હતા. બસ ચાલકે સમય સુચકતા વાપરી અને તુરંત બસને એક તરફ થોભાવી દીધી. બસમાં કેટલાક મુસાફરો પણ હતા. બધા જ તુરંત બસમાંથી ઉતરી ગયા અને ત્યાંથી રીતસરના ભાગ્યા હતા, તમામના જીવ બચી ગયા હતા. કારણ કે પછી તો આ આગ એવી ભભૂકી કે બસમાં લગભગ કશું બચ્યું ન હતું.

સવારી કેટલી સલામત?
ઉલ્લેખનીય છે કે આપણી સ્ટેટ ટ્રાન્સપોર્ટની બસમાં ઘણી વખત અમકસ્માત, આગ, ટાયર નીકળી જવા વગેરે જેવા બનાવો બન્યા હતા. જેના કારણે ઘણી વખત લોકોના જીવ ગયા પણ છે. સતત બસ કેટલી સલામત છે તેના સવાલો ઊભા થતા રહ્યા છે. આજે બનેલી આ ઘટનામાં સદભાગ્ય છે કે કોઈ જાનહાની બની નહીં. કારણ કે ઘટનાની ગંભીરતા હાલ માત્ર અકસ્માત પુરતી રહેતી તેવું ન હતું તેના પર રાજકારણ થવું પણ હાલ સ્વાભાવિક હતું કારણ કે ગુજરાતમાં હાલ વિધાનસભાની ચૂંટણીઓ ચાલી રહી છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT