આ પબ્લિક ક્યારે સુધરશે? અટલ બ્રિજ જોવા આવેલા અમદાવાદીઓએ પાન-મસાલાની પીચકારીથી બ્રિજ ભરી મૂક્યો

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: સાબરમતી નદી પર રૂ. 74 કરોડના ખર્ચે અટલ બ્રિજ તૈયાર કરાયો છે. હાલમાં જ અમદાવાદની મુલાકાતે આવેલા વડાપ્રધાનના હસ્તે આ બ્રિજનું લોકાર્પણ કરાયું હતું. જે બાદ રવિવાર અને સોમવારે હજારોની સંખ્યામાં મુલાકાતીઓ શહેરનું નવું નજરાણું જોવા માટે ઉમટ્યા હતા. પરંતુ બ્રિજના ઉદ્ધાટન બાદ જ બ્રિજ પર લોકોએ કરેલી ગંદકીની એક અલગ જ તસવીર સામે આવી રહી છે.

બે દિવસ પણ બ્રિજ પર સ્વચ્છતા ન જાળવી શક્યા
નવા બ્રિજને નિહાળવા ઉમટેલા અમદાવાદીઓએ બે દિવસમાં જ પાન-મસાલા ખાઈને જ્યાં-ત્યાં પિચકારી મારી કરોડોના બ્રિજ પર ગંદકી કરી મૂકી છે. બ્રિજ ઉપર ઘણી જગ્યાએ પાન-મસાલાની પીચકારીઓના નિશાન જોવા મળી રહ્યા છે. અમદાવાદની ઓળખ સમા અટલ બ્રિજને બે દિવસ પણ લોકો સ્વચ્છ ન રાખી શક્યા જે ખૂબ જ ખરાબ બાબત કહી શકાય.

ADVERTISEMENT

કરોડો રૂપિયાના ખર્ચે બ્રિજ તૈયાર થયો
સાબરમતી નદી પર હવે અટલ ફુટ ઓવર બ્રિજ બધાના આકર્ષણનું કેન્દ્ર બની ગયો છે. અત્યારે અહીં અમદાવાદીઓ પીકનીક અને સાઈકલિંગની સાથે બ્રિજ પરથી સુંદર નજારાઓને જોઈ શકશે. જેના પર 45 મિનિટ વિતાવવાનું ભાડુ સરકારે 30 રૂપિયાનું નક્કી કર્યા હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. નોંધનીય છે કે હજુ સરકાર આ મુદ્દે ચર્ચા કરી રહી છે.

બ્રિજ પર જાણો શું શું હશે
આ બ્રિજ પર ફરવા માટે ચાર્જ ચૂકવવો પડશે. પરંતુ અહીં ફુટ સેન્ટર, ખાણી-પીણી સ્ટોલ ઉભા કરાયા છે. એટલું જ નહીં ફુટઓવર બ્રિજના પશ્ચિમ અને પૂર્વ એન્ડ પર મલ્ટિલેવલ પાર્કિંગની સુવિધા પણ ઉપલબ્ધ છે. અહીં ફરવા આવતા લોકોને તમામ પ્રકારની સુવિધાઓ મળશે. ઓવર બ્રિજ પર બે કેફે વચ્ચે કાચનું ફ્લોરિંગ તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં લોકો ફ્લોર પરથી નદી જોઈ શકશે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT