લો હવે! નારી સંરક્ષણગૃહ પણ અસુરક્ષિત, મહિલાના અપહરણનો નિષ્ફળ પ્રયાસ કરાયો..

ADVERTISEMENT

gujarattak
social share
google news

ધનેશ પરમાર/ બનાસકાંઠાઃ સરકારે પીડિત મહિલાઓની સુરક્ષાઓની ચિંતા કરી બનાવેલા નારીસંરક્ષણ ગૃહ પણ હવે અપરાધીઓની ગુનાહિત પ્રવૃતિઓએ અસુરક્ષિત ભાસી રહ્યા છે. જેમાં પાલનપુર ડીએસપી રેસિડન્સ સોનારીયા નજીક આવેલા નારી સંરક્ષણગૃહમાં કોર્ટ આદેશે સુરક્ષિત સંરક્ષણ અર્થે મુકાયેલી એક યુવતીનું અપહરણ કરવા 25 જેટલા લોકોએ હુમલો કરતા ધમાલ મચી ગઈ હતી. નારી સંરક્ષણ ગેટ પાસે ઘાત લગાવી બેસેલ અપહરકર્તાઓએ યુવતીને બળજબરીથી પકડી લેવાનો પ્રયત્ન કરતા જોવાજેવી થઈ હતી. અપહરણકર્તાઓ યુવતીના પરિવારજનો હતા. જોકે નારીસંરક્ષણ ગૃહ હોમગાર્ડ ટીમ અને સંચાલકોએ સ્થાનિક પોલીસને જાણ કરતા દોડી આવેલી પોલીસે યુવતીને તેના સગાઓની કેદમાંથી છોડાવી હતી, આ મામલે ડ્યુટી પર હાજર પોલીસ કર્મી રાજુભાઈએ યુવતીના સગા એવા અપહરણકર્તાઓ સામે ફરિયાદ નોંધાવી છે.

શુ હતો સમગ્ર મામલો?
આ બનાવ પ્રેમપકરણનો હતો. જેમાં પાલનપુરમાં રહેતાં હર્ષ ધીરજભાઈ પરમાર અને આજ વિસ્તાર મફતપુરાની જ્યોત્સના શંકરભાઇ દેવીપૂજક વચ્ચે પ્રેમસબંધ થતાં બન્ને ઘર છોડી ભાગ્યા હતા. જોકે યુવતીના પરિવારજનોએ ફરિયાદ કરતા પોલીસે જુનાડીસા ગામેથી આ બન્ને ફરાર પ્રેમીપંખીડાઓને ઝડપી કોર્ટમાં રજૂ કરતા કોર્ટે યુવતીની કસ્ટડી નારીસરક્ષણ ગૃહ પાલનપુરને સોંપી હતી.

જોકે રવિવાર હોવાથી યુવતીનું મેડિકલ ચેકઅપ સોમવારે કરવાનું નક્કી થયેલું હતું. જેમાં સોમવારે નારીસંરક્ષણ ગૃહ ખાતે ડીસા રૂરલ પોલીસના હેડકોન્સ્ટેબલ ભરતભાઈ અને મહીલા કોન્સ્ટેબલ ખેતુબેન પહોંચ્યા હતા. જેઓએ યુવતીને મેડિકલ ચેકઅપ માટે લઇ જવા પ્રયાસ કરતા ગેટ બહાર ઉભેલા તેના સગાઓએ પોલીસ કબજામાંથી યુવતીના અપહરણનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો.

ADVERTISEMENT

અગાઉ પણ વિવાદોમાં સપડાયું હતું આ નારીસંરક્ષણગૃહ…
પાલનપુરના નારીસંરક્ષણગૃહથી અગાઉ રાધનપુરની યુવતી ગાયબ થઇ ગઈ હતી. જેમાં યુવતી પરિવારજનોએ નારીસંરક્ષણ ગૃહ સુરક્ષા પર સવાલ ઉઠાવ્યા હતા, જ્યારે અન્ય બનાવમાં અહીં આશ્રિત યુવતીએ ફિનાઈલ ગટગટાવી આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. આ નારીસંરક્ષણ ગૃહમાં રખાયેલી યુવતીઓને મળવા તેમના પ્રેમીઓ આવે છે.

જોકે આ ગંભીર ફરિયાદ મુદ્દે મહિલા અને બાળવિકાસ આયોગના તત્કાલિન સભ્ય ડો.રાજુલબેન દેસાઈ અહીં મુલાકાતે આવ્યા હતા અને ફરિયાદના પગલે સુરક્ષા કડક રાખવા તેમજ વધુ સીસીટીવી લગાવવા સૂચનો કર્યા હતા. આ નારી સંરક્ષણગૃહમાંથી અગાઉ પણ યુવતીઓ ભાગી ગઈ હોવાના બનાવો પણ નોંધાયા છે.

ADVERTISEMENT

કેવી મહિલાઓને નારી સંરક્ષણ ગૃહમાં અપાય છે સ્થાન?
જેમની માનસિક સ્થિતિ સારી ન હોય, પરિવારે તરછોડી દીધી હોય, 16 થી 18 વર્ષની એવી સગીરાઓ જેઓ તેમના મનપસંદ જીવનસાથી સાથે લગ્ન કરવા માગતી હોય, પરંતુ તેમના પરિવારજનો આ વાતથી ઇનકાર કરતા હોય, ઘરેથી પણ કાઢી મૂકવામાં આવ્યા હોય, જાતીય સતામણીનો ભોગ બન્યા હોય અથવા તો દુષ્કર્મ પીડિત હોય, સગીર અથવા તો પુખ્ત મહિલાઓ જેઓ માનવ તસ્કરીનો ભોગ બન્યા, જે મહિલાઓ વેશ્યાવૃત્તિ સાથે જોડાયેલા હોય અને પોલીસની રેડમાં તેમની ધરપકડ કરાઈ હોય આવી તમામ મહિલાઓને નવા જીવનની શરૂઆત માટે અહીં લાવવામાં આવે છે.

ADVERTISEMENT

નારીસંરક્ષણગૃહ મહિલાઓ ઉથ્થાન માટે અગાઉ થઇ હતી પીઆઇએલ (પબ્લિક ઇન્ટરેસ્ટ લેટીગેશન )….
અગાઉ અમદાવાદમાંથી 14 યુવતીઓ નારીસંરક્ષણ ગૃહમાંથી ફરાર થતાં તેના કારણો શોધવા અને મહિલા સુરક્ષા-સહાય વધુ સુદ્રઢ બનાવવાના આશયથી થોડા વર્ષો અગાઉ એડવોકેટ પ્રીતા જહાંએ નામદાર હાઇકોર્ટમાં જાહેર હિતની પિટિશન દાખલ કરી હતી. જેના તથ્યો સ્વીકારી નામદાર હાઇકોર્ટે એક ખાસ કમીટીનું ગઠન પણ કર્યું હતું. આ કમિટીમાં કોર્ટ આદેશે ડીસ્ટ્રીકટ જજ, એડિશનલ ડીસ્ટ્રીક જજ, મહિલા અને બાળવિકાસના કમિશ્નર અને મહિલા ઉથ્થાન માટે કામ કરતા બે એનજીઓ સભ્યોનો સમાવેશ કર્યો હતો. આ ગઠિત કમીટીની તપાસમાં કેટલાક તથ્યો અને પુરાવાઓએ સાબિત થયું હતું કે મહિલાઓ માટે નારીસરક્ષણ ગૃહમાં અનેક દુવિધાઓ છે. જેમાં સુધારાની જરૂરિયાત છે.

    follow whatsapp

    ADVERTISEMENT