જામનગર નજીક મોડપર ગામે ખુલ્લા કુવાએ લીધો બે નો ભોગ, પરિવાર શોકમાં ગરકાવ
દર્શન ઠક્કર, જામનગર: જિલ્લાના મોડપર ગામમાં એક દુઃખદ ઘટના સામે આવી છે. પિતરાઇ ભાઈ બહેન કૂવામાં પડતાં બંનેના મોતથઈ અરેરાટી વ્યાપી છે. ભારતીબેન જીવાભાઇ કરમુર …
ADVERTISEMENT
દર્શન ઠક્કર, જામનગર: જિલ્લાના મોડપર ગામમાં એક દુઃખદ ઘટના સામે આવી છે. પિતરાઇ ભાઈ બહેન કૂવામાં પડતાં બંનેના મોતથઈ અરેરાટી વ્યાપી છે. ભારતીબેન જીવાભાઇ કરમુર નામની યુવતીનો પગ અકસ્માતે લપસતા તે કુવામાં ખાબકી હતી. ત્યાં હાજર રહેલ નકુલ નથુભાઇ કરમુર નામનો યુવાન ભારતીબેનને બચાવવા માટે કુવામાં કુદયો હતો. જેમાં બંનેના મોત થતાં સમગ્ર ગામમાં અરેરાટી વ્યાપી છે.
જામનગર જિલ્લાના મોડપરમાં એક જ પરિવારના બે સભ્યોના મોતથી નીપજતા પરિવાર શોકમાં ગરકાવ થયો છે. મેઘપર પોલીસ તરફથીમળતી વિગતો મુજબ લાલપુર તાલુકાના મોડપર ગામની વાડી વિસ્તારમાં ગતરોજ બપોરના સુમારે ભારતીબેન જીવાભાઇ કરમુર નામની યુવતીનો પગ અકસ્માતે લપસતા તે કુવામાં ખાબકી હતી. આ સમયે સ્થળ પર હાજર રહેલ નકુલ નથુભાઇ કરમુર નામનો યુવાન પણ તેની પાછળ તેણીને બચાવવા માટે કુવામાં કુદયો હતો પરંતુ બન્ને બચી શકયા ન હતાં. યુવક અને યુવતી બંનેના ડુબી જવાથી મૃત્યુ થયું છે.
100 ફૂટના કૂવાએ લીધો જીવ
ભારતીબેન પોતાની વાડીના કુવામાં પાણી ભરવા ગઈ હતી જે કુવો 100 ફૂટ ઊંડો છે, અને તેમાં 30 ફૂટ પાણી ભરેલું છે. જ્યારે બાકી 70ફૂટ કુવો ખાલી હતો, તેથી નીચે પટકાતી વખતે ભરતીબેનને ઈજાઓ થઈ હોવાથી મૃત્યુ થયાનું અનુમાન છે. નકુલ નથુભાઇ કરમુરે ભરતીબેનને બચાવવા 70 ફૂટ લંબાઈનું દોરડું પણ નાખ્યું હતું, પરંતુ બહેનને બચાવી શક્યો ન હતો. અને પોતે પણ જીવ ગુમાવ્યો છે.
ADVERTISEMENT
આ પણ વાંચો: ગુજરાતની મહિલાઓને રાજસ્થાનના બેન્ક કર્મીઓની ધમકી, લોન નહીં ભરો તો સાહેબ જોડે માઉન્ટ આબુ ફરવા જવું પડશે
પોલીસે કાર્યવાહી હાથ ધરી
ભારતીબેન જીવાભાઇ કરમુરને સિકકા આરોગ્ય કેન્દ્ર માં ખસેડવામાં આવી હતી. જ્યારે નકુલ કરમૂર તેમજ યુવકને જામનગર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જયાં તેમના મૃત્યુની જાણ થતાં મેઘપર પડાણા પોલીસે બનાવ અંગે નોંધ કરી પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT