PM મોદી કળીયુગના કૃષ્ણ પરંતુ ગુજરાતમાં 182 સીટ શક્ય નહી

ADVERTISEMENT

gujarattak
social share
google news

રાજકોટ : ગુજરાતમાં હાલ વિધાનસભાની ચૂંટણી નજીકમાં છે જેના કારણે તમામ રાજકીય પક્ષો સક્રિય થઇ ચુક્યાં છે. સત્તામાં છે તે ઉદ્ધાટનો કરીને લોકોને આકર્ષિત કરી રહ્યા છે. વિપક્ષમાં છે તે સરકારની ભુલો ગણાવીને લોકોને આકર્ષિત કરી રહ્યા છે. તો હાલમાં જ નવો આવેલો પક્ષ આમ આદમી પાર્ટી વિપક્ષ હોય કે સત્તાપક્ષ તમામની ઝાટકણી કાઢી રહ્યું છે. ન માત્ર સત્તાપક્ષ પરંતુ વિરોધપક્ષ કોંગ્રેસ પણ નબળું પડ્યું હોવાનાં દાવાઓ ઠોકી રહ્યું છે.

કર્ણાટકનાં પૂર્વ રાજ્યપાલે 182 સીટો અંગે નિવેદન આપ્યું
રાજકોટમાં જન્માષ્ટમીની શોભયાત્રામાં આવેલા કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ અને ભાજપના દિગ્ગજ નેતા વજુભાઈ વાળા હાજર રહ્યાહ તા. તેમણે વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની જીત અંગે મહત્વનું નિવેદન આપ્યું હતું. તેમણે પોતાનાં નિવેદનમાં જણાવ્યું કે, કોઇ કંઇ પણ કહે પરંતુ આ વખતે આવશે તો ભાજપની સરકાર. ગુજરાતમાં ભાજપ માટે 182 બેઠક અઘરું છે. લોકશાહીમાં સંપુર્ણ બહુમતી ખુબ જ મુશ્કેલ છે. પણ અશક્ય નથી. જો કે આડકતરી રીતે તેમણે કહ્યું કે, ભાજપ સરકારનાં લોકો ભલે ગમે તે દાવાઓ કરી રહ્યું હોય પરંતુ 182 બેઠક ક્યારે પણ શક્ય નથી.

જો કે 182 બેઠકમાં મહેનત કરીએ તો શક્ય છે તેમ પણ કહ્યું
વાળાએ વધારેમાં જણાવ્યું કે, કોઈ કાર્ય પાસે મહેનત કરીએ તો ધાર્યું પરિણામ મળી શકે છે. ગુજરાતમાં ત્રીજો રાજકીય પક્ષ AAP મુદે વાળાએ વાકબાણ છોડ્યા હતા. તેમણે કહ્યું કે, ત્રીજો કે ચોથો કે ગમે તે પક્ષ આવે પરંતુ આ વખતે ભાજપ સરકાર જ છે. ભાજપને હાલ તો કોઇ હરાવી શકે તેમ નથી.

ADVERTISEMENT

વડાપ્રધાન મોદી આધુનિક યુગના કૃષ્ણ છે
અગાઉ પીએમને મોદી સાથે સરખાવવાનાં નિવેદન અંગે તેમણે કહ્યું કે, મે જે કાંઇ પણ નિવેદન આપ્યું છે તે ખુબ જ વિચારીને જ આપ્યું છે. હું મારા પોતાના નિવેદન પર અડગ છું. વડાપ્રધાન મોદી આધુનિક યુગના કૃષ્ણ જ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 15 ઓગસ્ટે કહ્યું છે કે ભ્રષ્ટાચાર અને સગાવાદ સામે લડવાનું છે. ભગવાન શ્રીકૃષ્ણ જેમ અધર્મ સામે લડ્યા અને સગાવાદ સામે લડ્યા તેવી જ રીતે PM અધર્મ અને ભ્રષ્ટાચાર અને પરિવારવાદની સામે લડી રહ્યા છે.

    follow whatsapp

    ADVERTISEMENT