ઓનલાઈન એપ આધારિત ઉબર ટેક્સી અને રેપિડોની બાઈક પર તવાઈ, આ કારણે મૂક્યો પ્રતિબંધ

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: RTO એક્શન મોડ પર જોવા મળી રહ્યું છે. હવે ઓનલાઈન એપ આધારીત ઉબર ટેક્સી અને રેપિડો પર તવાઈ આવી છે. ઓનલાઈન એપ આધારીત ઉબર ટેક્સી અને રેપિડો બાઈક પર RTO એ પ્રતિબંધ લગાવ્યો છે.ઉબર ટેક્સી અને રેપિડો બાઈક RTOની મંજૂરી વિના વાહનો દોડાવાતા હોવાની ફરિયાદ મળતા જ તંત્ર એક્શન મોડ પર આવ્યું છે. અમદાવાદ સહિત રાજ્યમાં એપ આધારિત બાઇક ટેક્સી સર્વિસ હેઠળ દોડતા વાહનો વાહનવ્યવહાર વિભાગ કે સ્થાનિક આરટીઓની મંજૂરી લીધા વગર દોડતી હોવાની ફરિયાદ વિવિધ વિભાગમાં થઈ હતી.

અમદાવાદમાં લોકો ટ્રાન્સપોર્ટેશન માટે ઓનલાઈન એપ થી ઉબર ટેક્સી અને રેપિડોનો ઉપયોગ કરતાં હતા. ત્યારે આ બંને RTOની મંજૂરી વિનાના ઉબર અને રેપિડોના વાહનો રસ્તા પર દોડતા હતા. ત્યારે આ બાબતે RTO સુધી ફરિયાદ પહોંચતા હવે તંત્ર એક્શનમોડ પર આવ્યું છે. RTOની મંજૂરી વિનાના ઉબર અને રેપિડોના વાહનો રસ્તા પર જોવા મળશે તો જપ્ત કરવાના આદેશ આપ્યા છે. ફરિયાદો બાદ RTOની તપાસ બાદ પ્રતિબંધ મુકાયો છે.

આ પણ વાંચો: જુનાગઢમાં 2000 લીટર દૂધ બજારમાંથી પાછું ખેંચવું પડ્યું, કેમ?

ADVERTISEMENT

એપ આધારિત લાઈસન્સ ન ધરાવનાર સર્વિસ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ત્યારે આ મામલે RTO દ્વારા ઉબરની 4 ટેક્સી, રેપિડોના 2 બાઈક જપ્ત કરી વાહનદીઠ રૂ.10 હજારનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. ઉબર અને રેપિડોના વાહનોએ RTOમાં રજિસ્ટ્રેશન કરાવવાનું હોય છે. આ સાથે ઓનલાઈન અરજી કરી રજિસ્ટ્રેશન કરાવવાનું હોય છે. ત્યારે કોઈ રજિસ્ટ્રેશન વગર જ વાહનો દોડાવવામાં આવતા હતા ત્યારે હવે આ મામલે RTO એ લાલ આંખ કરી છે. ત્યારે બીજી તરફ આ મામલે ટ્રાફિક પોલીસે પણ પોલીસકર્મીઓને યોગ્ય કાર્યવાહી કરવા આદેશ આપ્યા છે.

    follow whatsapp

    ADVERTISEMENT