વધુ એક યુવકનું હાર્ટ એટેકથી મોત, વાડીમાં કામ કરી રહેલ 17 વર્ષીય યુવક અચાનક ઢળી પડ્યો

ADVERTISEMENT

gujarattak
social share
google news

જૂનાગઢ: રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી હાર્ટ અટેકથી મૃત્યુના કિસ્સામાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. ક્રિકેટ રમતા, વાહન ચલાવતા કે અન્ય રીતે એક બાદ એક મોતના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. આ દરમિયાન વધુ એક હાર્ટ એટેકથી મોતની ઘટના સામે આવી છે. જૂનાગઢના ચોરવાડ પાસે નાળિયેરની વાડીંમાં કામ કરી રહેલા 17 વર્ષીય યુવકને હાર્ટએટેક આવતા મોત થયું છે. મોતની ઘટનાને લઈ પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.

ચોરવાડ ગામ પાસે આવેલી નાળિયેરની વાડીમાં જિજ્ઞેશ વાજા નામનો 17 વર્ષીય કિશોર સવારના સમયે નાળિયેરની લૂમ લઈને જઈ રહ્યો હતો. આ દરમિયાન અચાનક ઢળી પડ્યો હતો. યુવકને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન જીગ્નેશનું મોત નિપજ્યું હતું. ચોરવાડ સિવિલ હોસ્પિટલના તબીબ હિતેષ ધોળિયાએ જિગ્નેશ વાજાનું મોત કાર્ડિયક એરેસ્ટના કારણે થયું હોવાનું જણાવ્યું હતું.

જૂનાગઢ જિલ્લાના માળિયા તાલુકાના ચોરવાડ ગામના વતની જિગ્નેશ નાળિયેરની વાડીમાં કામ કરતો હતો. આ દરમિયાન યુવકને અચાનક ચક્કર આવ્યા અને તે ઢળી પડ્યો હતો. ત્યારે આસપાસના લોકો ત્યાં દોડી આવ્યા હતા અને તેને CPR આપવાનો પ્રયાસ કરાયો હતો. ત્યારબાદ તુરંત જિગ્નેશને ચોરવાડ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. હોસ્પિટલમાં ફરજ પરના ડોકટરોએ યુવકને મૃત જાહેર કર્યો હતો. ત્યારે આજે રાજકોટમાં પણ 14 વર્ષીય યુવક શાળામાં ઢળી પડ્યો હતો. આ દરમિયાન યુવકને હોસ્પિટલમાં લઈ જતાં ડૉક્ટરે તેમને મૃત જાહેર કર્યો હતો. બાળકને હાર્ટની બીમારી હતી. ત્યારે પ્રાથમિક તારણમાં હાર્ટ એટેકથી મૃત્યુ થયું છે તેમ માનવામાં આવી રહ્યું છે.
(વિથ ઈનપુટ: ભાર્ગવી જોશી, જૂનાગઢ )

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT