વધારે એક પેપર લેવાય તે પહેલા લીક થયું, યુવરાજસિંહે ટ્વીટ કરીને આપ્યા પુરાવા

ADVERTISEMENT

gujarattak
social share
google news

ભાવનગર : ગુજરાતમાં પેપર ફુટવાની જાણે કે હવે ફેશન થઇ ચુકી છે. ગુજરાતમાં લગભગ કોઇ એવું પેપર હશે જે સંપુર્ણ સત્યતાથી લેવાતું હશે. ગુજરાતનાં મોટા ભાગની સરકારી પરીક્ષાઓ યુનિવર્સિટીની પરીક્ષાઓમાં એક પછી એક છબરડાઓ બહાર આવતા જ રહે છે. ક્યાંય પરીક્ષા પહેલા જ છબરડા બહાર આવે છે તો ક્યારેક પરીક્ષા લીધા બાદ છબરડાઓ બહાર આવતા હોય છે. વિદ્યાર્થીઓ પણ હવે આ છબરડાઓથી ભારે પરેશાન થઇ ચુક્યા છે. અત્રે નોંધનીય છે કે, ભાવનગર યુનિવર્સિટીનો વધારે એક છબરડો સામે આવ્યો છે.

ભાવનગર યુનિવર્સિટીનું ફાયનાન્સ અને એકાઉન્ટિંગનું પેપર લીક
ભાવનગરની મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીની ફાયનાન્સ અને એકાઉન્ટ XII મેનેજમેન્ટ એકાઉન્ટ 2 નું પેપર હતું. આ પરીક્ષાનો સમય 3.30 થી 6.00 વાગ્યો હતો. જો કે પેપર 3.12 વાગ્યે જ વ્હોટ્સએપ પર વાયરલ થઇ ગયું હતું. આ અંગે ટ્વીટ કરીને યુવરાજસિંહે એક જાગૃત નાગરિક તરીકે પોતાની ફરજ બજાવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, યુવરાજસિંહ આવા પેપર ફુટતા રહે છે અને તેનો પર્દાફાશ યુવરાજસિંહ વારંવાર ઉજાગર કરતા રહે છે. ફરી એકવાર આ પ્રકારનો ઘટસ્ફોટ યુવરાજસિંહે કર્યો છે.

ADVERTISEMENT

ભાવનગર યુનિવર્સિટી જેના નામે છે તે મહારાજનો આજે નિર્વાણ દિવસ
જો કે સરકાર દ્વારા કે ભાવનગર યુનિવર્સિટીના તંત્ર દ્વારા હજી સુધી કોઇ પણ પ્રકારની સ્પષ્ટતા કરવામાં આવી નથી. અત્રે ઉલ્લેખનીય છે કે, સંયોગ કહો કે જે કાંઇ પણ કહો પરંતુ આજે જેમના નામે યુનિવર્સિટી છે તેવા કૃષ્ણકુમાર સિંહજીનો આજે નિર્વાણ દિવસ છે. તેઓનું 52 વર્ષની ઉંમરે જ નિધન થયું હતું. જે ઉત્તમ ઉદ્દેશ્ય માટે આખી યુનિવર્સિટી બનાવી હતી.તેમાનું આજેઆ યુનિવર્સિટીમાં કાંઇ પણ નથી થઇ રહ્યું. જે પ્રકારનું રાજકારણ અને ભ્રષ્ટાચાર થઇ રહ્યો છે તે જોતા તેઓની આત્મા પણ આજે તડપતી હશે.

    follow whatsapp

    ADVERTISEMENT