અરવલ્લી જિલ્લામાં આરોગ્ય વિભાગના કર્મચારી હડતાળ પર, અનેક લોકો મુશ્કેલીમાં

ADVERTISEMENT

gujarattak
social share
google news

હિતેશ સુતરીયા, અરવલ્લી: ગુજરાતમાં ચૂંટણી નજીક આવતાની સાથે જ રાજ્યમાં અનેક વિભાગોના કર્મચારીઓ પોતાના પ્રશ્નોને લઈને સરકાર સામે આવી ગયા છે.  વિધાનસભાની ચૂંટણીઓ જેમ-જેમ નજીક આવી રહી છે તેમ-તેમ સરકારી કર્મચારીઓ પોતાની પડતર માંગણીઓનું નિરાકરણ માટે સતત માંથી રહ્યા છે. પંચાયતના તલાટીઓ હોય કે જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના કર્મચારીઓ, પોતાની પડતર માંગણીઓને સંતોષવા માટે હડતાળનો સહારો લઈ રહ્યા છે.  રાજ્યમાં આરોગ્ય વિભાગના અનેક કર્મચારીઓએ હાલ સરકાર સામે બાંયો ચઢાવી કામથી દૂર રહેવાનો નિર્ણય કર્યો છે. ઠેર-ઠેર જિલ્લા પંચાયતોમાં સુત્રોચ્ચાર અને કલેક્ટરને આવેદન પત્રો આપી પોતાની માંગ સંતોષવા રજૂઆત કરી રહ્યા છે. ત્યારે છેલ્લા 1 સપ્તાહથી અરવલ્લી જિલ્લામાં આરોગ્ય કર્મચારીઓ હડતાળ પર છે, પણ તેઓની માંગ ક્યારે સંતોષાશે તે એક સવાલ છે.

આ છે આરોગ્ય વિભાગના કર્મચારીઓની માગ
  • ગ્રેડ પે 1900 થી વધારીને 2800 કરવો
  • ઝીરી કિલોમીટર પીટીએ આપવું
  • કોરોના  દરમિયાન રજાઓમાં કરેલી કામગીરીનું ભથ્થું આપવું
  • જિલ્લા કક્ષાએ સુપરવાઈઝરની જગ્યાઓ ભરવી
 હડતાળની લોકો પર અસર
 રાજ્યમાં આરોગ્ય વિભાગના મેલ-ફિમેલ હેલ્થ વર્કર,તાલુકા અને જિલ્લા નિરીક્ષકો, સુપરવાઈઝર, શાળા આરોગ્ય નિરીક્ષકો આ હડતાળમાં પોતાની માગને લઈને જોડાયા છે.  જેને લઇને કેટલીક સેવાઓને તેની સીધી અસર પહોંચી છે. જેમ કે, MPHW દ્વારા કરવામાં આવતીઆરોગ્યલક્ષી કામગીરી, રસીકરણ, રોગચાળો અટકાવવાની કામગીરી, કુટુંબનિયોજનની કામગીરી, ઇમરજન્સી સેવાઓને સીધી અસર પહોંચી રહી છે. આ સાથે સુપરવાઈઝર દ્વારા કરવામાં આવતા નિરીક્ષકોના રીપોર્ટિંગની કામગીરી પણ ખોરવાઇ છે.  કોરોના રસીકરણ, અન્ય રસીકરણ કામગીરી અને શાળા આરોગ્યલક્ષી કામગીરીનું સુપરવિઝન જેવી કામગીરી પણ અટવાઈ છે. અરવલ્લી જિલ્લામાં પણ આરોગ્ય વિભાગના કર્મચારીઓ હડતાળમાં સહભાગી બન્યા છે. જેને લઈ આરોગ્ય વિભાગની કામગિરિ પર અસર પડી છે.  જિલ્લામાં ફરજ બજાવતા 500 જેટલા કર્મચારીઓ હડતાળમાં જોડાયા છે.  જોકે આ હડતાળ કેટલા સમયમાં સમેટાય છે તે કહી શકાય તેમ નથી. કોરોના મહામારી દરમિયાન દિવસ રાત જોયા વગર કામ કરનાર આરોગ્યવિભાગની માગ પૂર્ણ થશે કે અધ્ધરતાલ રહેશે તે જોવાનું રહ્યું.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT