જૂનાગઢના MLA એક્શન મોડ પર, સિનિયર સિટીઝન્સ માટે શરૂ કરી અનોખી સુવિધા
ભાર્ગવી જોશી, જૂનાગઢ: ચુંટણી પૂર્ણ થતાં જ જીતેલા ધારાસભ્યો કામે લાગી ગયા છે ત્યારે જૂનાગઢના ધારાસભ્ય સંજ્ય કોરડીયા એ જૂનાગઢની જનતા માટે શ્રવણ કુમાર યોજના…
ADVERTISEMENT
ભાર્ગવી જોશી, જૂનાગઢ: ચુંટણી પૂર્ણ થતાં જ જીતેલા ધારાસભ્યો કામે લાગી ગયા છે ત્યારે જૂનાગઢના ધારાસભ્ય સંજ્ય કોરડીયા એ જૂનાગઢની જનતા માટે શ્રવણ કુમાર યોજના શરૂ કરી. જે અંતર્ગત 65 વર્ષ ઉપરની વયના સિનિયર સિટીઝન્સને ઘરે પ્રાથમિક સારવાર અને તબીબી નિદાનની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે.
જુનાગઢમાં મહાનગરપાલિકા દ્વારા ખાસ વૃદ્ધો માટે શ્રવણ કુમાર યોજના શરૂ કરવામાં આવી છે. જેના માટે ટોલ ફ્રી નંબર 1800 233 7949 પર કોલ કરવાથી તબીબી ટીમ ઘરે આવી શારીરિક તપાસ કરી આપશે. હાલ આ ટેસ્ટિંગ અને પ્રાથમિક તબક્કે શરૂ કરવામાં આવશે.તારીખ 17 ડિસેમ્બર થી આ યોજના શરૂ થશે.
MLA એક્શન મોડ પર
ધારાસભ્ય બન્યા ના બીજા જ દિવસથી કામ પર લાગેલા સંજય કોરડીયા એ કહ્યું કે, મારી પાસે પાંચ જ વરસ છે આ પાંચ વરસ તો ખૂબ ઝડપથી વીતી જશે.આથી જ મારે કોઈ કામ શરૂ કરવા સમયની રાહ જોવી નથી. તરત જ બધા કામ થાય એવા પ્રયત્નો કરીશ. જૂનાગઢની જનતા એ વિશ્વાસ મૂક્યો છે તો મારી પણ તેઓ માટે સતત કામ કરી તેઓની સુખાકારી માટે પ્રયત્ન કરવા જોઈએ એમ માનું છું.

હોસ્પિટલની લીધી હતી મુલાકાત
જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડીયાએ ગિરનાર પર માતાજી ના દર્શન કરી કામ ની શરૂઆત કરી હતી અને અચાનક સરકારી હોસ્પિટલ પહોંચ્યા અને દરેક વિભાગની તપાસ કરી હતી. આ ઉપરાંત ને મળી દરદીઓ ને મળી સુવિધાઓ અને સારવાર અંગે પૂછપરછ કરી હતી.

લોકોની સુવિધાઓ અને ડોક્ટર્સ ની કમી મામલે અનેક ફરિયાદો હોય જૂનાગઢના ધારાસભ્ય તરીકે શહેરની મુખ્ય હોસ્પીટલ ની મુલાકાત લઈ પરિસ્થતિ જાણી હતી.
ADVERTISEMENT
ADVERTISEMENT