80 વર્ષના વૃદ્ધની ગન લાઈસન્સ રિન્યૂ અરજી સરકારે ઉડાઉ જવાબ આપીને નકારી દીધી, મામલો હાઈકોર્ટ પહોંચ્યો

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: ગુજરાત સરકારે ગન લાઈસન્સ રિન્યૂ ન કરતા 80 વર્ષના વૃદ્ધે હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. જ્યાં હાઈકોર્ટે સરકારના નિર્ણયને રદ કરી દીધો હતો. સરકાર દ્વારા એ આધાર પર વૃદ્ધની અરજી નકરી દેવાઈ કે તેઓ નિવૃત્ત નાગરિકનું જીવન જીવી રહ્યા છે. તેણે 1982થી ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈન નથી કર્યું અને તેમના જીવને પણ કોઈ જોખમ નથી. ત્યારે હાઈકોર્ટ દ્વારા સરકારને પોતાના નિર્ણય પર પુનર્વિચાર કરવા માટે કહેવાયું છે અને ગન ધારકનું લાયસન્સ રિન્યૂ ન કરવા પાછળ ઉંમર માપદંડ ન હોઈ શકે એમ પણ કહેવાયું છે.

વિગતો મુજબ, જૂનાગઢના માંગરોળમાં રહેતા 80 વર્ષના વૃદ્ધ 22 વર્ષથી ઉંમરથી હથિયારનું લાઈસન્સ ધરાવે છે. તાજેતરમાં તેમની પાસે રહેલી એનપી બોર રાઈફલનું લાઈસન્સ એક્સપાર થઈ ગયું. જે બાદ તેમણે તેને રિન્યૂ કરવામાટે જૂનાગઢ જિલ્લા મેજીસ્ટ્રેટમાં અરજી કરી હતી. ત્યાં એમ કહીને તેમની અરજી નકારી દેવામાં આવી કે, તેઓ સીનિયર સિટીઝન તરીકે નિવૃત્ત જીવન જીવે છે અને તેમના જીવને કોઈ જોખમ હોઈ શકે નહીં.

આથી વૃદ્ધે ગૃહ વિભાગમાં આ અંગે અપીલ કરી હતી. જોકે ત્યાં કહેવાયું કે વૃદ્ધ એકલવાયું જીવન જીવે છે આથી તેમને હથિયારની જરૂર નથી. તથા તેમણે 1982થી IT રિટર્ન પણ ભર્યું નથી, એવામાં તેમની આવક સામાન્ય છે. તેઓ માત્ર સ્ટેટસ સિમ્બોલ તરીકે ગન લાઈસન્સ ન રાખી શકે. જે બાદ વૃદ્ધે હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા હતા. ત્યારે હાઈકોર્ટે સરકારે આપેલા આ તર્કોથી સહમત ન થતા ફરીથી પોતાના નિર્ણય પર પુનર્વિચાર કરવા માટે નિર્દેશ કર્યો હતો.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT