બનાસકાંઠામાં મંદિરે દર્શન કરવા આવેલા વૃદ્ધના ગળે બચકા કરીને વાનરે મોતને ઘાટ ઉતારી દીધા?

ADVERTISEMENT

gujarattak
social share
google news

ધનેશ પરમાર/બનાસકાંઠા: બનાસકાંઠાના પાંથાવાડા પોલીસ મથકમાં એક અજીબ ઘટનામાં મંદિરમાં દર્શન કરવા ગયેલ વૃદ્ધ લોહી લુહાણ હાલતમાં મૃત મળી આવ્યા હતા. આ મંદિર આજુબાજુ અસંખ્ય વાદરાં રહે છે. વૃદ્ધની ગળામાં ઈજાથી લોહી વહી જવાથી તેમનું મોત થયાનું, અને આ ઇજા વાંદરાએ કરી હોવાનું પ્રાથમિક અનુમાન છે.

આ અજીબ ઘટનાની વિગત જોઈએ તો પાંથાવાડા નજીકના ધનિયા વાડા ગામે ગામથી બહાર સસારી તળાવ પાસે આવેલ ઘેઘૂર વડલા નીચે વીર મહારાજનું મંદિરે આવેલું છે. આ મંદિરે આ ગામના રહીશ રાજગોર છગનભાઈ મૂળાભાઈ ઉ.વ.આશરે દર્શન કરવા ગયાં હતાં. તે સમયે વડલા ઉપર વાંદરા હતા. જોકે તે બાદ આ વૃદ્ધ ત્યાં મંદિરમાં જ લોહી લુહાણ હાલતમાં પડ્યા હતા. જેઓના ગળાના ભાગે ગંભીર ઇજાઓ થયેલી હતી. આ ઘટનાની જાણ તેમની દિકરીને થતાં દિકરી એ તેમના ભાઈ રમેશને જાણ કરી હતી. તે બાદ મામલાની જાણ થતાં પાંથાવાડા પોલીસ પહોંચી ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતકની લાશનો કબજો સંભાળી તેને રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડી હતી.

આ અજીબ ઘટનાની જાણ થતાં થરાદ ડી વાય.એસ. પી. એસ. એમ. વારોતરિયા, FSL ટીમ સહિત વનવિભાગ પહોંચી ઘટના સ્થળે પહોંચી હતી. અને તેઓએ ડોગ સ્કોડને જાણ કરી હતી. પોલીસના પ્રાથમિક અંદાજ મુજબ કોઈ વાંદરાએ વૃદ્ધના ગળા ઉપર બચકા ભરી મોતને ઘાટ ઉતાર્યા હોવાનું માની શકાય. જોકે આ બાબતે વૈજ્ઞાનિક ઢબે પણ તપાસ હાથ ધરી એફએસએલ તેમજ ડોગસ્કોડની મદદ લઈ આગળની તપાસ હાથ ધરેલી છે. ત્યારે શું આ વૃદ્ધની હત્યા હિંસક વાંદરાએ કરી છે કે કોઈ અન્ય લોકોએ તેમની હત્યા કરી છે તે રહસ્ય હજુ અકબંધ છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT