સાતમ-આઠમ પર પોલીસ તરફથી જુગારીઓને મોટી રાહત, અધિકારીએ કહ્યું- ‘આવા’ લોકોને હેરાન ન કરવા
જામનગર: સાતમ-આઠમનો તહેવાર આવતા જ શ્રાવણીયા જુગારીઓ સક્રીય થઈ જતા હોય છે. ત્યારે જામનગરમાં જુગારીઓને પોલીસ અધિકારી દ્વારા જ ન પકડવા માટે કહેવાયું છે. જામનગરમાં…
ADVERTISEMENT
જામનગર: સાતમ-આઠમનો તહેવાર આવતા જ શ્રાવણીયા જુગારીઓ સક્રીય થઈ જતા હોય છે. ત્યારે જામનગરમાં જુગારીઓને પોલીસ અધિકારી દ્વારા જ ન પકડવા માટે કહેવાયું છે. જામનગરમાં LCBના પોલીસ ઈન્સ્પેક્ટરનો એક વિવાદિત પરિપત્ર હાલમાં સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. જેમાં પોલીસકર્મીઓને ઘરમાં પરિવારજનો સાથે જુગાર રમતા લોકોને હેરાન ન કરવા માટે કહેવાયું છે.
શું કહેવાયું છે વાઈરલ પરિપત્રમાં?
જામનગરના LCBમાં ઈન્ચાર્જ પોલીસ ઈન્સ્પેક્ટરના નામે તમામ સ્ટેશન ઈન્ચાર્જને પરિપત્ર મોકલાયો છે. જેમાં કહેવાયું છે કે, આગામી સાતમ-આઠમના તહેવારો દરમિયાન વ્યક્તિઓ પોતાના મકાને તહેવારની ઉવજણી દરમિયાન સગા-સબંધી તેમજ ફેમિલી મેમ્બરો ગંજીપતાના પાના વડે રમતા હોય. જેથી તેઓ તરફ સહાનુભુતિ રાખી સાતમ-આઠમના તહેવારો દરમિયાન હેરાનગતી ન થાય તેની તકેદારી રાખવી.
ADVERTISEMENT
જુગારીઓને હેરાન ન કરવા કહેવાયું
Gujarat Tak આ વાઈરલ પરિપત્રની પુષ્ટિ કરતું નથી. નોંધનીય છે કે, સાતમ-આઠમના તહેવાર દરમિયાન ઘણા લોકો પોતાના ઘર-સોસાયટીમાં જુગાર રમતા હોય છે. હકીકતમાં જુગાર રમવો એ ગંભીર પ્રકારનો ગુનો છે. ત્યારે આ વાઈરલ પરિપત્રમાં સ્પષ્ટ રીતે જુગારીઓ પર પોલીસને કડક વલણ ન દાખવવા માટે કહેવામાં આવ્યું છે.
ADVERTISEMENT