Ram Mandir Inauguration: રેલ રાજ્યમંત્રીની મોટી જાહેરાત, હવે ગુજરાતના આ શહેરોમાંથી અયોધ્યા માટે દોડાવાશે ‘આસ્થા ટ્રેન’
Ram Mandir Inauguration: 22મી જાન્યુઆરી સમગ્ર દેશ માટે એક મોટો દિવસ છે. આ દિવસે ભગવાન રામ અયોધ્યાના રામ મંદિરમાં બિરાજમાન થશે. 22 જાન્યુઆરીએ અયોધ્યામાં મંદિરના…
ADVERTISEMENT
Ram Mandir Inauguration: 22મી જાન્યુઆરી સમગ્ર દેશ માટે એક મોટો દિવસ છે. આ દિવસે ભગવાન રામ અયોધ્યાના રામ મંદિરમાં બિરાજમાન થશે. 22 જાન્યુઆરીએ અયોધ્યામાં મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, સેંકડો VVIP અને હજારો ભક્તો હાજરી આપે તેવી અપેક્ષા છે. અયોધ્યા રામ મંદિરના ઉદ્ધાટનને ધ્યાનમાં રાખીને રેલવે દ્વારા પણ ભક્તોને કોઈ તકલીફ ન પડે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. રેલવે દ્વારા અયોધ્યા માટે અમદાવાદ, ભાવનગર, રાજકોટ અને સુરતથી આસ્થા’ ટ્રેન દોડાવવાનો નિર્ણય કરાયો છે. આ અંગે રાજ્યકક્ષાના રેલવે મંત્રી દર્શના જરદોશે જાણકારી આપી છે.
અયોધ્યા માટે શરૂ થવા જઈ રહી છે આસ્થા ટ્રેન
દર્શનાબેન જરદોશે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ (અગાઉ ટ્વિટર) પર પોસ્ટ કરીને આ માહિતી આપી છે. તેમણે લખ્યું છે કે, ‘ ચાલો અયોધ્યા જઈએ…આરાધ્ય દેવ પ્રભુ શ્રી રામની નગરી અયોધ્યા માત્ર ભરત જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વમાં આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે. લાખો કરોડો શ્રદ્ધાળુઓની અયોધ્યા જવાની ઈચ્છા છે, ત્યારે વિવિધ શહેરોમાંથી સીધા અયોધ્યા માટે આસ્થા ટ્રેન શરૂ થવા જઈ રહી છે. જે આ પ્રકારે છે.’
चलो अयोध्या चलें…
आराध्य देव प्रभु श्री राम की नगरी अयोध्या न सिर्फ भारत बल्कि दुनिया भर में आकर्षण का केंद्र बनती जा रही है…
जहां पर लाखों करोड़ों श्रद्धालु अयोध्या जाने की चाह रख रहे हैं, वहीं विभिन्न शहरों से सीधे अयोध्या के लिए आस्था ट्रेनें शुरू होने जा रही हैं, जो इस… pic.twitter.com/WK7TW3tBeH
— Darshana Jardosh (@DarshanaJardosh) January 10, 2024
જાણો કઈ ટ્રેન ક્યારથી થશે શરૂ?
તેઓ જણાવ્યું કે ઈન્દોર-અયોધ્યા-ઈન્દોર ટ્રેન તારીખ 03 ફેબ્રુઆરીથી શરૂ થશે. જ્યારે ભાવનગર-અયોધ્યા-ભાવનગર તારીખ 09 ફેબ્રુઆરીથી, રાજકોટ-અયોધ્યા-રાજકોટ તારીખ 10 ફેબ્રુઆરીથી, અમદાવાદ-અયોધ્યા-અમદાવાદ, તારીખ 10 ફેબ્રુઆરીથી અને સુરત-અયોધ્યા-સુરત તારીખ 10 ફેબ્રુઆરીથી શરૂ થશે.
અમદાવાદ-અયોધ્યા વચ્ચે ફ્લાઈટનો પ્રારંભ
અત્રે ઉલ્લેખનીય છે કે, આજથી અમદાવાદ-અયોધ્યા વચ્ચે ફ્લાઇટનો પ્રારંભ થયો છે. અમદાવાદ એરપોર્ટ પરથી સવારે 9.10 મિનિટે ઈન્ડિગોની ફ્લાઈટે ઉડાન ભરી હતી. આ દરમિયાન કેટલાક યાત્રીઓ રામ, લક્ષ્મણ જાનકી અને બજરંગ બલીના પરિવેશમાં જોવા મળ્યા હતા.આપને જણાવી દઈએ કે, મંગળ, ગુરૂ અને શનિવાર એમ અઠવાડિયાની ત્રણ દિવસની આ સીધી હવાઈ સેવા ઈન્ડિગો દ્વારા શરૂ કરવામાં આવી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT