PM મોદીની રાષ્ટ્રીય જાહેરાત: ડોક્ટર-એન્જિનિયરિંગનો અભ્યાસ સ્થાનિક ભાષામાં

ADVERTISEMENT

gujarattak
social share
google news

જૂનાગઢ : દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતના પ્રવાસે છે. તેઓ જૂનાગઢમાં આજે જાહેર વિશાળ સભા સંબોધિત કરી રહ્યા હતા. અહીં તેમણે અનેક મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. જેમાં સૌથી મહત્વનો ભાગ તેમણે એન્જિનિયરિંગ અને ડોક્ટરીનો વ્યવસાયોનો અભ્યાસ સ્થાનિક ભાષામાં થઇ શકશે તેવી બાંહેધરી આપી હતી. તેમણે જણાવ્યું કે, હવે ગરીબનો દિકરો પણ ડોક્ટર અને એન્જિનિયર બનશે.

ગુજરાતનું આખા વર્ષનું બજેટ હતું તેટલા હજાર કરોડ રૂપિયાનાં વિકાસકાર્યોનું લોકાર્પણ શિલાન્યાસ હું આજના એક જ દિવસમાં કરી રહ્યો છું. આ તમારા બધાનો પ્રેમ જ છે કે દેશ આટલો વિકસી રહ્યો છે. રોજગાર અને સ્વરોજગારના અનેક અવસરો લઇને યોજના આવી છે. વિકાસની વણઝાર માટે પ્રકલ્પો માટે આપ સૌને દિવાળીની ભેટ રૂપે આ અવસર ઉજવવા માટે અનેક અનેક અભિનંદન અને શુભકામનાઓ પાઠવું છું. ભાઇઓ બહેનો આજે મારી છાતી ગજગજ ફુલે છે તેનું કારણ આપના આશિર્વાદ છે. મને આનંદ છે કે, ગુજરાત છોડ્યા પછી અમારી ટીમે જે પ્રકારે ગુજરાત સંભાળ્યું ભુપેન્દ્રભાઇ અને ટીમ જે પ્રકારે ગુજરાતને તેજ ગતિથી વિકાસ કરી રહી છે તેનાથી વધારે આનંદ બીજો કયો હોય. ગુજરાતનો વિકાસ દરેક ક્ષેત્રમાં ખુબ જ તેજ ગતિથી ચાલી રહ્યો છે પરંતુ ભાઇઓ બહેનો જુના દિવસો યાદ કરીએ તો આપણે કેવા દિવસો કાઢ્યા છે.

10 વર્ષમાં 7 વર્ષ દુકાળ પડે પાણીના વલખા મારવા પડતા હોય. એક બાજુ કુદરત રૂઠી હોય બીજી બાજુ સમુદ્રનો ખારોપાટ અંદર આવતો જ જાય આવતો જ જાય તેવી જમીનની દશા કરી મુકી. કાઠીયાવાડ ખાલી થતું હતું ગામોગામ હિજરત કરીને લોકો રોટલો રળવા માટે ભટકતા હતા. જો કે આપણે બધાએ ભેગા મળીને જે મહેનત કરી અને પ્રમાણિકતાથી મહેનત કરીએ ત્યારે કુદરત પણ આશિર્વાદ આપતી હોય છે. ગર્વ કરો ભાઇઓ 2001 પછી આ ઇશ્વરની કૃપા જુઓ 20 વર્ષ કરતા વધારે સમય થયો એક પણ વખત દુષ્કાળ નથી પડ્યો. આને આશિર્વાદ ન કહો તો બીજુ શું એક તરફ તમારા અને બીજી તરફ કૃદરતના આશરર્વાદના કારણે હું વિકાસની ભેખ લઇને નિકળી પડ્યો છું.

ADVERTISEMENT

એક સમય હતો નર્મદા માતાના દર્શન માટે સ્પેશિયલ લોકો બસો લઇને જતા હતા. મહેનતના ફળ મીઠા અને સમય બદલાયો અને મા નર્મદા આજે પોતે સૌરાષ્ટ્રના ગામડે ગામડે આશિર્વાદ પહોંચાડી રહ્યા છે પાણી પહોચ્યા, સડકો સારી થઇ અને ખેડૂતોનું જીવન બદલાઇ ગયું. જૂનાગઢના ખેડૂતોનો ખાસ આભાર માનવો છે. હમણા જ ગવર્નર કહેતા હતા જૂનાગઢના ખેડૂતોએ પ્રાકૃતિક ખેડૂતોનો ઉપાડો એવો લીધો છે. પુરી તાકાતથી તેઓ કામ કરી રહ્યા છે. જૂનાગઢની અમારી કેસર કેરી ભારત નહી સમગ્ર વિશ્વમાં લોકો આ કેરીના દિવાના છે.

આપણા ભારત પાસે આટલો વિશાળ સમુદ્ર કિનારો અને ગુજરાત પાસે સૌથી મોટો હિસ્સો પરંતુ ભુતકાળમાં આપણને આ દરિયો બોજ લાગતોહ તો. આ ખારોપાટ ઝેર જેવી લાગતી હતી. સમય જુઓ ભાઇઓ જે દરિયો આપણને મુસીબત દેખાતી હતી તે દરિયો આજે આપણને મહેનતના ફળ આપવા લાગ્યો છે. કચ્છનું રણ અને ધુળની ડમરીઓ આપણને મુશ્કેલી પેદા કરતી હતીતે કચ્છ આજે વિશ્વ ફલક પર ડંકો વગાડી રહ્યું છે. પ્રાકૃતિક વિપરિત પરિસ્થિતિઓ સામે પણ ગુજરાતીઓએ ઝીંક ઝીલી અને પ્રગતીની નવી ઉંચાઇ પાર કરી. 25 વર્ષ પહેલા જ્યારે અમે સ્થિતિ બદલવા સંકલ્પ કર્યો અને પળ પળ ખર્ચી નાખી અને આજે 20-25 વર્ષના યુવાનો છે જેમને ખબર સુધા ન પડે અને કલ્પના પણ ન કરી શકે કે જુના દિવસો કેવા હતા એવા સારા દિવસો લાવવાની કોશીશ કરી છે. અમે અમારા માછીમારો માટે ગુજરાતમા સાગર ખેડૂ યોજના શરૂ કરી અને આ યોજના અંતર્ગત માછીમારોની સુવિધા સુરક્ષા ને વેપાર માટે તમામ જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ખડુ કરી દીધું. પરિણામે 20 વર્ષમાં કોઇ પણ ગુજરાતીને ગર્વ થાય ભાઇઓ કે માછલીનું એક્સપોર્ટ દુનિયામાં 7 ગણુ વધી ગયું. જ્યારે આપણા માછલી આટલી એક્સપોર્ટ થતી હોય પછી પુછવું જ શું. જાપાનનું એક ડેલિગેશન આવેલું હું ગુજરાતના વિકાસનો વીડિયો તેમને દેખાડતો હતો. તે લોકો પણ મન દઇને સમજવાનો પ્રયાસ કરી રહ્યા હતા. ત્યારે અચાનક એક જાપાની વ્યક્તિએ કીધું કે સર પ્લીઝ આ બંધ કરો. મને કંઇ સમજાણુ નહી તો કે ઓલી સુરમી ફીશ દેખાડી તેના કારણે મારા મોઢામાં પાણી છુટી રહ્યું છે. આ માછલીનું નામે જાપાનીઓનાં મોઢામાંથી પાણી છુટી જતા હોય તે માછલી ગુજરાત પાસે ભરપુર છે. હાલ એક્સપોર્ટ પણ ખુબ જ મોટા પ્રમાણમાં થઇ રહી છે. સુરમી પેસ્ટ માત્ર ગુજરાતની જ જાપાની લોકો ખાય છે. વલસાડમાં હવે તે સી ફુડ પાર્ક બન્યું છે અને તેમાંથી પણ એક્સપોર્ટ થઇ રહ્યું છે. ફિશરીઝ સેક્ટરમાં આપણે નવી નવી સિદ્ધિઓ સર કરી રહ્યા છીએ. ગત્ત 8 વર્ષમાં ડબલ એન્જિન સરકારનો ડબલ લાભ ગુજરાતીઓ અને ગુજરાતના સમુદ્રીકિનારે મળ્યો છે. માછલી અને સી ફુડનો વ્યાપાર વધ્યો છે. પહેલા આપણે ત્યાં ચેનલનું જે ઉંડાણ જોઇએ તે નહોતું. માછલી પકડીને લાવે પણ તે માછલી કિનારે લાવવી હોય ત્યારે મોમાં ફીણ આવી જતા. હવે સરકાર ફિશિંગ હાર્બર બનાવી રહ્યા છીએ. જુના હતા તેને પણ અપગ્રેડ કરવામાં આવ્યા. ડબલ એન્જિન સરકાર બાદ આ કામમાં તેજી આવી છે. ત્રણ ફિશિંગ હાર્બર વિકસિત કરવાનો શિલાન્યાસ થઇ રહ્યો છે. આપણા પટ્ટા પર કેવી તેજી આવવાની છે. ફિશ હાર્બરથી માછલીનું ટ્રાન્સપોર્ટ ખુબ જ સરળ બનશે. એક્સપોર્ટ પણ ખુબ જ ઝડપથી થશે. હવે આપણે ડ્રોન પોલિસિ લાવ્યા છીએ. ડ્રોન 20-50 કિલો માલ ઉઠાવીને લઇ જાય છે. જ્યાં દરિયો નથી આ ડ્રોનથી માછલી પહોંચાડવાની તૈયારીઓ ચાલી રહી છે.

ADVERTISEMENT

ડબલ એન્જિનની સરકાર ખેડૂતો માટે પણ ફાયદાકારક છે. ખેડૂત ગામડાને ધ્યાને રાખીને કામ થઇ રહ્યું છે. અમારી સરકારે પીએમ કિસાન સન્માન નીધી હેઠળ 2000 હજાર રૂપિયા સીધા જ મોબાઇલમાં પૈસાનો ચમકારો આવી ગયો. અત્યાર સુધીમાં જેટલા હપ્તા આપ્યા છે તે તેની કુલ રકમ સવા બે લાખ કરોડ રૂપિયા આ ખેડૂતોના ખાતામાં જમા કર્યા છે. મોટો લાભ નાના ખેડૂતોને થયો છે. જેની પાસે વીઘો બે વીઘા જમીન હોય સીંચાઇ ન હોય વરસાદના ભરોસે ખેતી કરતા હોય તેના માટે આ પૈસા આશિર્વાદ સમાન હોય. પશુપાલક, ખેડૂત, માછીમાર હોય તેને કિસાન ક્રેડિટ કાર્ડ (KCK) અપાઇ રહ્યા છે. બેંકમાંથી લોન હવે ચપટીઓમાં મળે છે. સાડા ત્રણ કરોડ કરતા વધારે લોકો તેનો લાભ લઇ રહ્યા છે. નજીવા વ્યાજે પૈસા મળી રહ્યા છે. ખેડૂતોને શાહુકારના ઘરે જઇને દેવાના ડુંગર તળે દબાવું નથી પડતું. બોરથી લઇને જેકેટ સુધી, ડિઝલ, લેબર, આઇસ હોય તે તમામ ખર્ચ માટે લોન મળે છે. નક્કી કરેલી તારીખ પહેલા જો પૈસા આપે તો વ્યાજ પણ માફ થઇ જાય છે. કિસાન ક્રેડિટ કાર્ડ પશુપાલકોના જીવનને પણ સરળ બનાવી છે. ગત્ત 2 દશકમાં બંદરોનો જે વિકાસ થયો તે પણ ગુજરાતના વિકાસને ચારચાંદ લગાવી દીધા છે. નવી ક્ષમતાઓ સાથે ગુજરાત આગળવધી રહ્યું છે. સાગરમાળા પ્રોજેક્ટ હેઠળ સમગ્ર દેશના કિનારા અને તેની આસપાસના તમામ રોડ રસ્તાઓનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર મજબુત બન્યું છે. કોસ્ટલ હાઇવેના કારણે મોરબીથી લઇને મધ્ય અને સાઉથ ગુજરાત સુધી તેનો વિસ્તાર થવાનો છે. ગુજરાતની સંપુર્ણ કોસ્ટલાઇનની કનેક્ટિવિટી મજબુત બનવાની છે. ગત્ત 8 વર્ષમાં માતા બહેનો માટે એક પછી એક પગલા ઉઠાવ્યા છે. માતા બહેનો સન્માન પુર્વક જીવી શકે તેનો લાભ ગુજરાતની લાખો માતા બહેનોને મળે છે. માતા બહેનોના આશિર્વાદ મારા માટે શક્તિ કવચ બની જાય છે અને તેના માટેહું તેમનો રૂણી છું. દેશ માટે જે અભિયાન ચાલ્યા તેનો સીધો જ લાભ માતા બહેનોને મળ્યો છે. સ્વચ્છ ભારત હોય સૌચાલય અભિયાન ચાલ્યું તેના આશિર્વાદ મારા પર છે. ઉજ્વલા યોજના પણ બહેનો માટે 2 ગેસના બાટલા મફત આપવાનો નિર્ણય કર્યો જેથી ગરીબના ઘરે દિવાળી ઉજવાય. દરેક ઘરે આજે નળમાં પાણી પહોંચી રહ્યું છે. ભુતકાળમાં ધારાસભ્ય હેન્ડપંપ માટેની રજુઆત કરતા હતા. હવે ઘેર ઘેર તમારો દિકરો નળથી પાણી પહોંચાડી રહ્યો છે. શુદ્ધ પાણી મળવાના કારણે બિમારી પણ ઓછી થાય. માતા બહેનોની મુસીબત ઓછી થાઇ રહી છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT