રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસના એક પણ ઉમેદવાર નહીં ઉતરે મેદાને, જાણો શું છે કારણ

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: રાજ્યસભાની ગુજરાતની ચૂંટણીને લઈ મહત્વના સમાચાર સામે આવ્યા છે. કોંગ્રેસ રાજ્યસભાની ગુજરાતની 3 બેઠક માટે ચૂંટણી માટે ઉમેદવારો મેદાને નહીં ઉતારે. ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસનું સંખ્યાબળ પૂરતું ન હોવાના કારણે કોંગ્રેસ ઉમેદવાર ઉભા નહીં રાખે. કોંગ્રેસ ઉમેદવારી નહીં નોંધાવે તો બિનહરીફ વરણી થઈ શકે છે.

આ અંગે કોંગ્રેસના પ્રવક્તા હિરેન બેંકરે કહ્યું કે રાજ્યસભાની ચૂંટણીમાં સંખ્યાબળ ઓછું હોવાને કારણે અને ભાજપની જેમ ખરીદ-વેચાણ સંઘ અને જોડતોડની રાજનીતિમાં કોંગ્રેસ પક્ષ નથી માનતા. ત્યારે લોકતાંત્રિક મૂલ્યોને ટકાવી રાખવા રાજ્યસભા ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષના કોઈ ઉમેદવાર ઉભા નહીં રાખવા આવે.

જાણો ક્યારે છે ચુંટણી
કેંદ્રીય ચૂંટણી પંચે રાજ્યસભા ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કર્યો છે. ગોવાની 1, ગુજરાતની 3 અને પશ્મિમ બંગાળની 6 બેઠકો માટે ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. રાજ્યસભાની ચૂંટણી માટે 6 જુલાઈએ જાહેરનામું બહાર પાડવામાં આવશે. 14 જુલાઈએ ઉમેદવાર પત્રની ચકાસણી કરવામાં આવશે. 17 જુલાઈએ ઉમદવારી પત્ર ખેચવાની છેલ્લી તારીખ હશે. 24 જુલાઈએ સવારે 9 થી 4 મતદાન થશે અને સાંજે 5 વાગ્યે મતગણતરી કરવામાં આવશે.

ADVERTISEMENT

આ ત્રણ નેતાનો કાર્યકાળ થઈ રહ્યો છે પૂર્ણ
ગુજરાતમાં રાજ્ય સભામાં દિનેશ અનાવડિયા, જુગલજી ઠાકોર અને વિદેશમંત્રી એસ.જયશંકરની 18 ઓગસ્ટે કાર્યકાળ પૂર્ણ થઈ રહ્યો છે.

ત્રણેય બેઠકો રહેશે ભાજપ પાસે
ગુજરાતમાં રાજ્યસભાની 11 બેઠકો આવેલી છે. જેમાંથી ભાજપ પાસે 8 બેઠકો છે. જ્યારે કોંગ્રેસ પાસે 3 બેઠકો છે. આ દરમિયાન હવે ભાજપના ડો. એસ જયશંકર, જુગલજી ઠાકોર અને દિનેશ અનાવડીયાનો કાર્યકાળ પૂર્ણ થઈ રહ્યો છે. જોકે આ ત્રણેય બેઠકો પર ભાજપના જ ઉમેદવારો જીતશે. ભાજપ પાસે વિધાનસભામાં સંખ્યાબળ વધુ છે. જ્યારે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પાસે પૂરતું સંખ્યાબળ ન હોવાથી ભાજપનો કબજો યથાવત રહેશે.

ADVERTISEMENT

આવનાર સમયમાં કોંગ્રેસ પાસે એક પણ બેઠક નહીં રહે
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામની અસર રાજ્યસભામાં પણ પડશે. ગુજરાત રાજ્યની રાજ્યસભાની 11 બેઠકો માંથી ત્રણ બેઠકો કોંગ્રેસ પાસે છે. શક્તિસિંહ ગોહિલ 2020માં ચૂંટાઇ આવ્યા હતા. તેમનો કાર્યકાળ 2026માં પૂર્ણ થાય છે. ત્યારે પૂરતું સંખ્યાબળ ન હોવાના કારણે તે પણ રિપીટ થઈ શકશે નહીં. ત્યારે અમી યાજ્ઞિક અને નારણભાઈ રાઠવા પણ કોંગ્રેસ તરફથી રાજ્યસભાના ઉમેદવાર છે. જે એપ્રિલ 2018માં ચૂંટાઈ આવ્યા હતા. જેમનો કાર્યકાળ આવતા વર્ષે 2024માં પૂર્ણ થઈ રહ્યો છે. ત્યારે આવતા વર્ષે પણ ભાજપના ઉમેદવાર જ ચૂંટણી જીતશે. આમ 2026 સુધીમાં ભાજપ પાસે રાજ્યસભાની તમામ બેઠકો હશે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT