કોઇને સરકાર પર વિશ્વાસ જ નથી? કાયદો જ્યાં સુધી પરત નહી ખેંચાય ત્યા સુધી આંદોલન યથાવત્ત
અમદાવાદ : 21 મી તારીખે સમગ્ર ગુજરાતમાં દૂધની હડતાળ માલધારી સમાજ દ્વારા પાડવામાં આવી ત્યારે ગાંધીનગરના કલોલમાં પણ માલધારી સમાજ દ્વારા દૂધની હડતાળનો સ્વેચ્છાએ સ્વાકારી…
ADVERTISEMENT
અમદાવાદ : 21 મી તારીખે સમગ્ર ગુજરાતમાં દૂધની હડતાળ માલધારી સમાજ દ્વારા પાડવામાં આવી ત્યારે ગાંધીનગરના કલોલમાં પણ માલધારી સમાજ દ્વારા દૂધની હડતાળનો સ્વેચ્છાએ સ્વાકારી તે દિવસે કોઇ પણ દુધ નહી ભરે.આ દિવસે સમગ્ર ગુજરાતમાંથી એક પણ ટીપું દુધ નહી વેચવામાં આવે. કદાચ માલધારીઓ વહેંચશે પરંતુ વેચશે નહી. 21 મી તારીખે વિધાનસભા સત્રમાં સરકાર ઢોર નિયંત્રણ બિલ પાછુ ખેંચશે પરંતુ કલોલના માલધારી સમાજના અગ્રણીઓએ જણાવ્યું કે, દુધની હડતાળ સમાજ દ્વારા જાહેર કરાઇ છે. અમારા સાધુ સંતો અને આગેવાનો દ્વારા પડાયેલી હડતાળને અમે પુર્ણ કરીશું.
દુધનો દુરૂપયોગ ન થાય તે માટે તેની માલધારીની બાંહેધરી
જો કે બીજી તરફ માલધારીઓએ બાંહેધરી આપી હતી કે, દુધનો ક્યાંય વ્યય નહી કરવામાં આવે પરંતુ સારા કાર્યોમાં સદુપયોગ કરવામાં આવશે. જો કે રોડ પર ભીખ માંગતા કે ગરીબ ઝૂંપડપટ્ટીમાં જઇને દૂધનું વિતરણ કરવામાં આવશે. આ ઉપરાંત હોસ્પિટલમાં પણ દુધ વહેંચવામાં આવશે. કોઇ અન્ય મંદિરો કે સદાવ્રતોમાં પણ દુધનું દાન કરવામાં આવશે. આ ઉપરાંત રખડતા પ્રાણી જે દુધ પિતા હોય તેને દુધ પીવડાવવામાં આવશે.
ગાયના વાછરડાઓને દુધ પીવડાવવામાં આવશે
ગાયના વાછરડાઓને પણ દુધ પીવા દેવામાં આવશે. આ ઉપરાંત જે લોકો અમુલનું દુધ ન પિતા હોય તેવા લોકોને દુધ ન ખરીદવા માટે પણ અપીલ કરવામાં આવશે. આ ઉપરાંત એક સંગઠન દ્વારા તો દુધની ખીર બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. જે ખીર લોકોમાં વહેંચવામાં આવશે. નાગરિકોએ અપીલ કરી કે તમને વિનંતી છે કે, આ આંદોલનને સ્વચ્છાએ અન્ય નાગરિકો પણ મદદ કરે.
ADVERTISEMENT
ADVERTISEMENT