નીતિન પટેલને બનાવાયા રાજસ્થાનના ચૂંટણી સહ પ્રભારી, માંડવિયાને મળ્યું છત્તીસગઢ આ નેતાઓને કયો પદભાર મળ્યો

ADVERTISEMENT

gujarattak
social share
google news

ગાંધીનગરઃ ભારતીય જનતા પાર્ટી દ્વારા રાજસ્થાન, છત્તીસગઢ, મધ્ય પ્રદેશ અને તેલંગાના રાજ્યો માટે પોતાના કેટલાક જુના જોગીઓને ચૂંટણી દરમિયાનની કામગીરી માટે મેદાને જંગમાં ઉતારવામાં આવ્યા છે. આ મામલે હાલમાં જ ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા દ્વારા ચૂંટણી પ્રભારી તરીકેની જવાબદારી સોંપાવાને લઈને નિમણૂકોની જાહેરાત કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આ નિમણૂકોની જાહેરાત સાથે જ રાજકીય ચર્ચાઓનો દૌર શરૂ થયો છે. જેમાં નીતિન પટેલને આ જાહેરાત સાથે જ નવો રાજકીય વેગ મળ્યાની વાતો વહેતી થઈ રહી છે જ્યારે બીજી બાજુ મનસુખ માંડવિયાને લઈને આગામી સમયમાં સાઈડ લાઈન થવાની વાતો વહેતી થઈ રહી છે.

ગુજરાતના આ નેતાઓને મળી મહત્વની જવાબદારી
આ ચૂંટણી કામગીરી દરમિયાનમાં રાજસ્થાનમાં ચૂંટણી પ્રભારી તરીકે પ્રહલાદ જોશી, સહ ચૂંટણી પ્રભારી તરીકે નીતિન પટેલ અને કુલદીપ બિશ્નોઈને જવાબદારી સોંપવામાં આવી છે. આ સાથે જ છત્તીસગઢમાં ઓમ પ્રકાશ માથુરને પ્રદેશ ચૂંટણી પ્રભારી બનાવાયા છે. જ્યારે સ્વાસ્થ્ય મંત્રી ડો. મનસુખ માંડવીયાને અહીં ચૂંટણી સહ પ્રભારી તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે.

મહિપતસિંહ ચૌહાણને મળી મારી નાખવાની ધમકી, જાણો શું છે મામલો

મધ્યપ્રદેશ અને તેલંગાણામાં કોને મળી જવાબદારી
મધ્યપ્રદેશનાં પ્રદેશ પ્રભારી તરીકે ભૂપેન્દ્ર યાદવ જ્યારે અશ્વિની વૈષ્ણવ સહ-ચૂંટણી પ્રભારી તરીકે ફરજ બજાવશે. આ તરફ તેલંગાણામાં પ્રકાશ જાવડેકર પ્રદેશ ચૂંટણી પ્રભારી જ્યારે સુનીલ બંસલ સહ-ચૂંટણી પ્રભારી તરીકે નિયુક્ત થયાં છે.

ADVERTISEMENT

ચર્ચાઓના ચૌરે નિમણૂંકોનો મામલો
આ મામલે જાહેરાતની સાથે જ મામલો ચર્ચાના ચૌરે પહોંચી ગયો હતો. લોકો આ નિમણૂંકોને લઈને વિવિધ પ્રકારના ક્યાસ કાઢી રહ્યા છે. જેમાં માનવામાં આવી રહ્યું છે કે, મનસુખ માંડવિયાને જ્યાં હાલમાં સ્વાસ્થ્ય મંત્રાલયની જવાબદારી છે તેના વચ્ચે ચૂંટણી લક્ષી જવાબદારી મળતા આગામી સમયમાં તેઓ હાંસિયામાં ધકેલાશે જ્યારે બીજી બાજુ એ આ જ ચર્ચા કરનારા વર્તૂળોનું માનવું છે કે ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને જ્યારે વિધાનસભામાં એક તરફ થઈ જવું પડ્યું હતું ત્યાં હવે તેમને આ જવાબદારી મળતા તેમની રાજકીય કાર્કિર્દીને એક નવો સ્ટાર્ટ મળ્યો છે. તેમને આગામી સમયમાં લોકસભા કે અન્ય ચૂંટણીઓ લડવાના પણ રસ્તા અહીંથી ખુલી શકે છે, કારણ કે પાર્ટીની નજર તેમના પર હાલ એકત્રીત થઈ છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT