ચૂંટણી પહેલા જાણો કયો ઉમેદવાર લોકપ્રિય છે! પોલ ટ્રેન્ડનો આધુનિક યુગ કઈ રીતે બનશે ગેમચેન્જર…

ADVERTISEMENT

gujarattak
social share
google news

ધાનેશ પરમાર/ બનાસકાંઠાઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ હવે લોકોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અત્યારે અનેક પાર્ટીઓના નેતાઓ ચૂંટણી પ્રચારમાં લાગી ગયા છે. ત્યારે આધુનિક યુગમાં પોતાના મનપસંદ નેતાને ચૂંટણી પહેલા કેટલી લોકપ્રિયતા મળી છે એની જાણ થઈ શકે એવો ટ્રેન્ડ શરૂ થયો છે. હાં તમે સાચ્ચું વાંચ્યું, આને પોલ ટ્રેન્ડ કહેવાય છે. તમે પણ તમારા પ્રિય નેતાને આ પોલ ટ્રેન્ડ દ્વારા પસંદ કરી શકો છો. આ પોલ ટ્રેન્ડ કોઈપણ નેતાની લોકપ્રિયતા આંકવાથી લઈ લોકોને મત આપતા પહેલા એક ટ્રાયલ કરાવતું કહી શકાય… ચલો તો આ નવા ટ્રેન્ડ પર વિગતવાર નજર ફેરવીએ….

શુ છે પોલ ટ્રેન્ડ.. ?
આધુનિક પ્રચાર પ્રસાર પદ્ધતિ અને સોશિયલ મીડિયા જગતમાં પોલ ટ્રેન્ડ કોઈપણ વ્યક્તિની પ્રસિદ્ધિનું પબ્લિક ઓપિનિયન ઉભું કરવાનું ઉત્તમ માધ્યમ છે. પોતાની તરફે કુત્રિમ સંવેદના ઉભી કરી લોકોમાં પોતાનો ચહેરો સર્વશ્રેઠ અને પસંદગીનો ચહેરો બનાવવાનું આ અવનવું પ્લેટફોર્મ છે. બનાસકાંઠામાં આવા જ પ્રચાર માટે હિત ધરાવતા ઉમેદવારો દ્વારા ઉભી કરાયેલી “સ્ટ્રો પોલ ” નામની વેબસાઈટ જોવા મળી રહી છે.

આ વેબસાઈટમાં બનાસકાંઠાની વિવિધ વિધાનસભાના સંભવિત ઉમેદવારો કોણ હોઈ શકે છે? એ સવાલથી લઈ તે મત આપવા લોકો પોતાના પસંદગીના ઉમેદવાર પર ક્લિક કરી શકે છે. અહીં યુઝર્સ આ વેબસાઈટ પર જઈ સંભવિત ઉમેદવારોની યાદીમાંથી પોતાના પસંદગીના ઉમેદવારને મત આપે છે. આ વેબસાઈટ પર કેટલા વ્યુઅર્સે તેમને મત આપ્યો તે સંભવિત ઉમેદવારો જોઈ પણ શકાય છે.

ADVERTISEMENT

લોકોમાં પોલ ટ્રેન્ડ ઘર કરી ગયો…
જેથી આ ટ્રેન્ડમાં જાહેર કરાયેલા ઉમેદવારો અને તેમના સમર્થકો અત્યારે “લગે રહો મુન્નાભાઈ”ની જેમ ગરદન તેમજ કમરના મણકાંમાં દુખવો આવે ત્યાં સુધી આ “સ્ટ્રો પોલ ” નામની વેબસાઈટ જોતાં દેખાઈ રહ્યા છે. એટલું જ નહીં “સ્ટ્રો પોલ” નામની વેબસાઈટની લિંક પોતાના મિત્ર વર્તુળોમાં નાખી મેસેજ પણ આપી રહ્યા છે કે ભાઈ જો લિંક નાખી છે, જો વોટ કોને આપવાનો છે, તે ખબર છે ને? ભૂલ થાય નહીં, જલદી વોટ આપ, આપણે 48 કલાકથી નંબર 1 પર છીએ, પેલો આપણો હરીફ તો છેક…. ત્રીજા નંબર પર છે, ભાઈ આપણી ટીકીટ પાકી થઇ સમજો… આવી ઉત્સુકતા સાથે ચૂંટણીના મહાસંગ્રામ પહેલા એક અનોખો ટ્રેન્ડ શરૂ થઈ ગયો છે.

ADVERTISEMENT

પોલ ટ્રેન્ડ EVM મશીન હોય એમ લાગી રહ્યો છે: મતદારો, ટેકેદારો દ્વિધામાં,…
વહેલી સવારથી જ પથારીમાંથી સફાળા જાગતા સંભવિત ઉમેદવારો અત્યારે આ “સ્ટ્રો પોલ” નામની વેબસાઈટ જુએ છે. વળી આ દરમિયાન જો તેમનાથી હરીફ ઉમેદવાર પોલમાં આગળ હોય તો તેમની સવારની “ચા” બગડે છે. તેઓ ટેકેદારો અને મિત્રોને તમામ આવડતથી પોતાની તરફે વેબસાઈટમાં મત આપવા વિનંતી કરે છે.

ADVERTISEMENT

ટ્રેન્ડથી નેતાઓના મિજાજ પણ બદલાયા
પાંચ વર્ષ અગાઉ નાના મોટા કામો લઇ આ રાજનેતાઓ પાસે જતા અને તેમના આક્રમક વલણથી ડરતા અથવા હતાશ થતાં લોકો, તેમની નજીકના રાજનેતાઓનો સમય આધારે કે ચૂંટણી નજીક આવતાં બદલાયેલા આ મિજાજથી અંચબિત છે. ટૂંકમાં હાલ માહોલ એવો બન્યો છે કે આ “સ્ટ્રો પોલ” જાણે EVM મશીન હોય તેમ વ્યુઅર્સ વેબસાઈટ ઓપન કરી, દાર્શનિક ભાવથી પ્રથમ આંખ બંધ કરી ઉમેદવારોના પાંચ વર્ષના લેખાંજોખાનું મૂલ્યાંકન કરી પછી પોતાનો મત આપી મનને હળવું કરે છે.

ડીસામાં “સ્ટ્રો પોલ “વેબસાઈટ બની લોકપ્રિય …
ડીસામાં “સ્ટ્રો પોલ ” વેબસાઈટમાં આપણાં આ વખતે કોણ ધારાસભ્ય..? પ્રશ્ન સાથે સંભવિત ઉમેદવારોમાં પ્રથમ ભાજપ સિટીંગ ધારાસભ્ય શશીકાંતભાઈ પડ્યાંનું નામ આવે છે. જે બાદ ભાજપના પ્રવીણભાઈ ગોરધનજી માળી, કોંગ્રેસના પૂર્વ વિધાયક ગોવાભાઈ દેસાઈ અને AAPના રમેશભાઈ નાભાણીનું નામ છે. જોકે આ વેબસાઈટમાં ઠાકોર સમાજના સંભવિત લેબજીભાઈ ઠાકોર,ભરતભાઈ ધૂંખ,પોપટજી દેલવાડીયા જેવા અગ્રણીઓના નામો નથી. જેથી તેમના ટેકેદારો ગિન્નાયા છે. કેમકે ડીસામાં જાતિવાદી મતબૅંકમાં ઠાકોર સમાજ સહુથી મોટો સમાજ છે અને માટે જ “સ્ટ્રો પોલ” વેબસાઈટની વિશ્વનિયતા પર સવાલો ઉભા થયા છે.

વાવ વિધાનસભામાં જો “સ્ટ્રો પોલ ” સર્વે થાય તો?….
ભલે આ વિધાનસભામાં 2017માં ભાજપના પૂર્વ આરોગ્ય મંત્રી શંકરભાઇ ચૌધરીની હાર થઇ હોય અને ગેનીબેન ઠાકોર જીત્યા હોય પણ 2022માં શંકરભાઇ ચૌધરી મજબૂત બન્યા છે. હાલ સહકારી માળખામાં તેઓ બે દૂધ ડેરીનું સંચાલન કરી શ્વેતક્રાંતિ પ્રણેતા બન્યા છે. તેથી જ પીએમ નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગુડવિલમાં છે. જો આ પ્રકારના પોલનું ન્યાયિક આંકલન થાય તો તજજ્ઞો માને છે કે લાખો મત શંકરભાઇ ચૌધરી જેવા નેતા પક્ષમાં પડી શકે છે. માત્ર વાવ કે બનાસકાંઠા નહીં ઉત્તર ગુજરાતમાં પોલ ટ્રેન્ડમાં સહુથી વધુ મત તેમની ઝોળીમાં જાય.

“સ્ટ્રો પોલ” સર્વે કેટલો વિશ્વસનીય…?
આ વેબસાઈટ જે-જે વિધાનસભામાં પોલ માગે છે. તેઓનું ચૂંટણીકાર્ડ ખરેખર તે વિસ્તારનું છે કે નહીં તેની ખરાઈ કરતું નથી. જેથી ઓસ્ટ્રેલિયા રહેતો વ્યક્તિ પણ કોઈપણ માટે પોતાનો મત અહીં આપી શકે, ભલે તે વિધાનસભા વિસ્તારનો મતદાર ન હોય, ટૂંકમાં ગમે તે દેશનો કે રાજ્યનો યુઝર્સ અહીં મત આપી શકે છે. જેથી લોકપ્રિયતા ધરાવતો ઉમેદવાર આખા દેશમાંથી પોતાની તરફેણમાં મત મગાવી, ટ્રેન્ડ પોતાની તરફે બતાવી શકે છે.

    follow whatsapp

    ADVERTISEMENT