અંબાલાલ પટેલ દ્વારા હવામાન અંગે નવી આગાહી, ઉતરાયણ અંગે મોટી આગાહી

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ : ઉતરભારતમાં ઠંડીનો ચમકારો વધી ગયો છે. હવામાન વિભાગના નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા હજી પણ ઠંડીનો ચમકારો થવા અંગે આગાહી વ્યક્ત કરી હતી. અંબાલાલ પટેલના અનુસાર, દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશમાં થઇ રહેલા હિમવર્ષાના કારણે બરફીલા પવનોના કારણે ઠંડી વધશે. રાજ્યમાં ગત્ત ઘણા દિવસોથી ઠંડીનો ચમકારો હળવો થઇ રહ્યો છે. જો કે ફરી એકવાર કાતિલ ઠંડીનો અહેસાસ થવાની શક્યતા વ્યક્ત કરાઇ રહી છે.

ગુજરાતમાં ઠંડીનો ચમકારો જોવા મળશે
ઉતરાયણ અંગે હવામાનની આગાહી વ્યક્ત કરતા તેમણે કહ્યું કે, ગુજરાતમાં ઠંડીનો ચમકારો થવાની શક્યતા છે. તેમણે ઉતરાયણમાં હવામાનના પલટાની પણ સંભાવના વ્યક્ત કરી છે. જાન્યુઆરીના અંત સુધી અને ફેબ્રુઆરીમાં પણ ઠંડીનો ચમકારો જોવા મળશે. દરમિયાન વાદળોના કારણે લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં ફેરફાર થઇ શકે છે.

ફેબ્રુઆરીની શરૂઆત સુધી ઠંડીનો ચમકારો જોવા મળી શકે છે
અંબાલાલ પટેલ દ્વારા ગુજરાતમાં ઠંડીનો ચમકારો થવાની શક્યતા છે. જાન્યુઆરીના અંત સુધીમાં અથવા તો ફેબ્રુઆરીની શરૂઆત સુધી ઠંડીનો ચમકારો જોવા મળશે. દરમિયાન વાદળોના કારણે લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં પણ ફેરફાર જોવા મળી શકે છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT