નર્મદા પરિક્રમામાં મહિલાઓ ચક્કર ખાઈ નીચે પડી
નરેન્દ્ર પેપરવાલા.નર્મદાઃ નર્મદા પરિક્રમા માં રવિવારની રજા હોય પરિકરમાં વાસીઓની ભારે જોવા મળી છે રવિવારે ગુજરાત સહિત દેશભરમાંથી 50 હજારથી થી વધુ પરિક્રમવાસીઓ પરિક્રમા કરવા…
ADVERTISEMENT
નરેન્દ્ર પેપરવાલા.નર્મદાઃ નર્મદા પરિક્રમા માં રવિવારની રજા હોય પરિકરમાં વાસીઓની ભારે જોવા મળી છે રવિવારે ગુજરાત સહિત દેશભરમાંથી 50 હજારથી થી વધુ પરિક્રમવાસીઓ પરિક્રમા કરવા ઉમટ્યા છે. જેના કારણે રામપુરા કીડી મકોડી ઘાટ પર જવા નાવડી ઓછી હોવાથી ભારે ભીડ થઈ કલાકો સુધી લોકો નાવડીમાં બેસવાનો વારો આવતો નથી. જોકે પોલીસે નાવડીઓની સંખ્યામાં સામાન્ય વધારો કર્યો હતો પરંતુ અહીં ભીડ વધારે હતી. હવે તેના કારણે એક તરફ ગરમી અને બીજી તરફ ભીડભાડ. પછી તો ઘણા મહિલાને ચક્કર આવ્યા હતા તો ઘણી મહિલાઓ ચક્કર આવતા ઢળી પણ પડ્યા હતા.
પૂર્વ ક્રિકેટર સલીમ દુરાનીની અંતિમ યાત્રામાં અજય જાડેજા સહિત ઘણાએ આપી ભાવભીની વિદાય
નર્મદા પરિક્રમા અત્યંત કઠીન પરિક્રમાઓ પૈકીની એક છે. આ પરિક્રમામાં લગભગ દેશના 50 હજાર કરતાં વધારે પરિક્રમાવાસીઓ જોડાયા છે ત્યારે એક તરફ ભીડ અને બીજી તરફ બીજી ગરમી પડી રહી છે. પરિક્રમામાં વચ્ચે આવતા રામપુરા કીડી મકોડી ઘાટ પર જવા નાવડીની મુસાફરી માટે લોકોની ભીડ વધુ જામી હતી અને આ તરફ ગરમી પણ ઘણી હતી. ગરમીના કારણે ભક્તો પરેશાન થાયા હતા અને કેટલાક ચક્કર આવીને પડ્યા છે. પરિક્રમાવાસીની નાવડીમાં બેસવા ધક્કા મુક્કી કરતા અફરા તફરી જોવા મળી હતી. જેના કારણે જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબે ને જાણ થતાં LCB ની ટીમ દોડાવી છે અનેનર્મદા પોલીસ ની ટીમ સ્થળ પર પહોંચતા મામલો સંભાળી 10 બોટ હતી જેમાં વધુ 5 બોટ પોલીસે વધારી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT