અધિકારીને મેવાણીએ કહ્યું ‘MLA આવે તો ઊભા થવું જોઈએ’, મળ્યો આવો જવાબ- Video
બનાસકાંઠાઃ લોકોના પ્રશ્નોને લઈને વડગામ વિધાનસભા બેઠકના હમણાં જ ચૂંટાયેલા ધારાસભ્ય જીગ્નેશ મેવાણી કલેક્ટર કચેરી પર આવેદન પત્ર આપવા પહોંચ્યા હતા. શુક્રવારે જ્યારે તેઓ પાલનપુર…
ADVERTISEMENT
બનાસકાંઠાઃ લોકોના પ્રશ્નોને લઈને વડગામ વિધાનસભા બેઠકના હમણાં જ ચૂંટાયેલા ધારાસભ્ય જીગ્નેશ મેવાણી કલેક્ટર કચેરી પર આવેદન પત્ર આપવા પહોંચ્યા હતા. શુક્રવારે જ્યારે તેઓ પાલનપુર ખાતે લોકોના સમર્થન સાથે આવેદન આપવા પહોંચ્યા હતા. જોકે આ દરમિયાન તેમણે ત્યાં હાજર અધિકારીને પ્રોટોકોલ ગણાવતા કહ્યું કે તમારે ઊભા થવું જોઈએ, મને રિસિવ કરવા જોઈએ. આ તરફ મહિલા અધિકારીએ પણ હસ્તા મોંઢે કહ્યું કે, પણ અત્યારે તો આચાર સંહિત્તા ચાલે છે ને.
192 કરોડ મંજુર થયા પણ પાણી?- મેવાણી
બનાસકાંઠાની વડગામ વિધાનસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવારે જીત પછી તરંત જ લોકોના પ્રશ્નને લઈને આંદોલનની શરૂઆત કરી હતી. વડગામમાં હમણાં જ વિધાનસભાની ચૂંટણી દરમિયાન પાતળી સરસાઈ સાથે જીગ્નેશ મેવાણી ફરી એક વખત આ વિધાનસભા બેઠકના ધારાસભ્ય બન્યા છે. જીગ્નેશ મેવાણીએ જીતના બીજા જ દિવસે નર્મદાના પાણીને વડગામ સુધી લાવવા માટેની કામગીરીને લઈને આંદોલન આરંભી દીધું છે. જીગ્નેશ મેવાણીએ કહ્યું કે, 2017ની માફક ફરી આજે મેં મારું કામ ચાલુ કર્યું છે. આંદોલનમાં જોડાવા માગતા તમામને આમંત્રણ છે. શુક્રવારે સાંજે પાલનપુર કલેક્ટર કચેરીએ મુક્તેશ્વર ડેમ અને કર્માવત તળાવના 192 કરોડ મંજુર તો થયા તેનું કામ સરકાર ક્યારે શરુ કરશે, ખાતમુહૂર્ત ક્યારે કરશે? જીઆઈડીસીની પહેલી ઈટ જલોત્રામાં ક્યારે મુકાશે, તમામ જમીનોની ગરીબોમાં વહેંચણી થાય, યુ એન ચૌધરી કોલેજને ગ્રાન્ડેટ કરવામાં આવે, માઈનોરિટીની ગ્રાન્ટ લાંબા સમયથી પેન્ડીંગ છે તેવા તમામ મુદ્દાઓને લઈને બનાસકાંઠાના કલેક્ટરને આવેદન આપીને ફરી કામગીરી શરુ કરું છું. આજથી જ મારા કામની શરૂઆત.
ADVERTISEMENT
ADVERTISEMENT