નર્મદામાં બજરંગ દળની શોર્ય જાગરણ યાત્રામાં પથ્થરમારો, પોલીસે છોડ્યા ટીયરગેસના સેલ

ADVERTISEMENT

gujarattak
social share
google news

Narmada News: ગુજરાતનું વાતાવરણ ફરી એકવાર ડહોળવાનો પ્રયાસ તોફાની તત્વો દ્વારા કરવામાં આવ્યો છે. નર્મદા જિલ્લાના સેલંબામાં બજરંગ દળની શોર્ય જાગરણ યાત્રા પર પથ્થરમારો થયો હોવાની માહિતી સામે આવી રહી છે. જે બાદ આગચંપીનો પણ બનાવ બન્યો હતો. બનાવના પગલે હાલમાં મોટી સંખ્યામાં પોલીસનો કાફલો સેલંબા ખાતે ઉતારી દેવામાં આવ્યો છે.

વિધર્મીઓ દ્વારા યાત્રામાં પથ્થરમારો

વિગતો મુજબ, નર્મદા જિલ્લાના કુઇદા ગામથી સેલંબા સુધી બજરંગદળ દ્વારા શોર્ય જાગરણ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રા સમગ્ર નર્મદા જિલ્લામાં ફરવાની છે. જોકે વિગતો મુજબ, સેલંબા ખાતે વિધર્મીઓ દ્વારા યાત્રા પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. બનાવને બાદ સેલંબામાં આગચંપીની પણ ઘટનાઓ બની હતી. ટોળાને વિખેરવા માટે પોલીસ દ્વારા ટીયર ગેસના સેલ છોડવામાં આવ્યા છે. તો નર્મદા જિલ્લાના DySP, LCB અને SOGની પોલીસ ટીમો પણ સેલંબા ખાતે ઉતારી દેવામાં આવ્યા છે. હાલ નર્મદા પોલીસ દ્વારા પરિસ્થિતિ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

ADVERTISEMENT

(ઈનપુટ: નરેન્દ્ર પેપરવાલા, સેલંબા)

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT