નરેશ પટેલને ‘સમાજના પિતા’ જાહેર કરાતા જ વિરોધનો સૂરઃ વાયરલ થઈ આ ટચુકડી જાહેરાત
અમદાવાદઃ નરેશ પટેલ સામે સમાજમાં જ વિરોધના સૂર ઉઠ્યા છે. લેઉઆ પાટીદાર સમાજ દ્વારા નરેશ પટેલને સમાજના પિતા તરીકે જાહેર કરવામાં આવતા હવે તેને લઈને…
ADVERTISEMENT
અમદાવાદઃ નરેશ પટેલ સામે સમાજમાં જ વિરોધના સૂર ઉઠ્યા છે. લેઉઆ પાટીદાર સમાજ દ્વારા નરેશ પટેલને સમાજના પિતા તરીકે જાહેર કરવામાં આવતા હવે તેને લઈને સમાજમાં જ વિરોધના સૂર રેલાયા છે. પાટીદાર સમાજના પિતા બનાવવાને લઈને એક વ્યક્તિ દ્વારા જાહેર અખબારમાં આ અંગે જાહેરાત કરવામાં આવી હતી કે પોતાને આ નિર્ણયથી બાકાત રાખવામાં આવે.
નરેશ પટેલ મુખ્યમંત્રી બને પણ પિતા તરીકે અસ્વિકાર્ય
ખોડલધામ પ્રમુખ નરેશ પટેલનો વધુ એક વખત વિરોધ થઈ રહ્યો છે. લેઉઆ પાટીદાર સમાજ દ્વારા હાલમાં જ નરેશ પટેલને સમાજના પિતા જાહેર કરાતા વિરોધનો સૂર ઉઠ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. તેમાં એક જાહેરાત કરતાં લખાયું છે કે અમારે કોઈ પિતાની જરૂર નથી, આ નિર્ણયથી બાકાત રાખો. નરેશભાઈ રાજકીય રીતે ખુબ પ્રગતિ કરે ગુજરાતના મુખ્યમંત્રી બને તેવી શુભકામનાઓ પણ આપવામાં આવી હતી પણ પોતાના પિતા તરીકે અસ્વિકાર્ય હોવાનું સ્પષ્ટ જણાવ્યું હતું.
નીતિન પટેલની રાજકીય કારકિર્દીને લઈ સી આર પાટીલે આપ્યું મહત્વનું નિવેદન, જાણો શું આપ્યા સંકેત
શું લખ્યું છે આ વાયરલ થયેલી જાહેર ખબરમાં
તેમાં લખ્યું છે કે હાલમાં સમાજે નરેશ પટેલને સમાજના પિતા જાહેર કર્યા છે. આ નિર્ણયમાં વ્યક્તિગત રીતે અમે અસહમત છીએ. અમારે પિતાશ્રી હતા જ, જે સ્વર્ગસ્થ થયેલા છે. કદાચ નરેશભાઈ તેમનાથી પરિચીત હશે જ, તો અમને એવું લાગે છે કે અમારે અન્ય કોઈ પિતાની જરૂર નથી. આથી સમાજને નમ્ર વિનંતી છે કે, આ નિર્ણયમાં અમને બાકાત રાખે. નરેશ પટેલ સામાજીક તેમજ રાજકીય રીતે ખુબ જ પ્રગતિ કરે અને ગુજરાતના મુખ્યમંત્રી બને તેવી અમારી દિલથી શુભકામના છે. – લી. લલીત પોપટભાઈ સોરઠીયા
ADVERTISEMENT
(ઈનપુટઃ ગોપી ઘાંઘર, અમદાવાદ)
ADVERTISEMENT