આયુર્વેદના નામે વેચાઇ રહ્યું હતું નશાયુકત સિરપ, 1 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત
રાજકોટ: લોકોના આરોગ્ય સાથે ચેડાં કરી અને તેમના જીવ જોખમમાં મૂકી પૈસા કમાનારનો રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચે પર્દાફાસ કર્યો છે. રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચે શંકાસ્પદ…
ADVERTISEMENT
રાજકોટ: લોકોના આરોગ્ય સાથે ચેડાં કરી અને તેમના જીવ જોખમમાં મૂકી પૈસા કમાનારનો રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચે પર્દાફાસ કર્યો છે. રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચે શંકાસ્પદ સિરપ ઝડપી પાડવામાં આવ્યા છે. આ સાથે 1 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. જ્યારે ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે.
આરોપી અંગે ડીસીપીએ કહ્યું હતું કે, ધર્મેન્દ્ર ડોડીયા, રૂપેશ ડોડીયા તેમજ મેહુલ જસાણી દ્વારા ગોડાઉન ભાડે રાખી આયુર્વેદિક બોટલના જથ્થાનું વેચાણ કરવામાં આવતું હતું. આરોપી લકધીરસિંહ જાડેજા દ્વારા જથ્થો ધર્મેન્દ્ર ડોડીયા, રૂપેશ ડોડીયા તેમજ મેહુલ જસાણીના ગોડાઉન ખાતે મોકલી આપવામાં આવતો હતો. જે માલ આરોપીઓના ગોડાઉન ખાતેથી અશોક ચૌહાણ તેમજ જયરાજ ખેરડીયા નામના વ્યક્તિ આઇસર ગાડીમાં ભરી રાજકોટ ખાતે લાવ્યા હતા.
ત્રણની ધરપકડ
શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ત્રીજી જુલાઈ 2023ના રોજ શહેરના નાગરિક બેંક ચોક પાસે આવેલા પાર્કિંગમાંથી, હુડકો ચોકડી પાસે આવેલા માધવ પાર્કિંગ સહિતની જગ્યાઓ પરથી 5 જેટલા ટ્રકમાં ભરેલા નશા યુક્ત શંકાસ્પદ સિરપ ઝડપી પાડવામાં આવ્યા હતા. ત્યારે સમગ્ર મામલે રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચ ખાતે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જેમાં ધર્મેન્દ્ર ડોડીયા અને રૂપેશ ડોડીયા નામના બે ભાઈઓ તેમજ મેહુલ જસાણી, લકધીરસિંહ જાડેજા, અશોક ચૌહાણ અને જયરાજ ખેરડીયા વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. તેમજ ત્રણ જેટલા આરોપીઓની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે.
ADVERTISEMENT
લાઇસન્સ વગર ચાલતો હતો કારોબાર
આરોપીઓ દ્વારા નશાબંધી અને આપકારી વિભાગ દ્વારા આપવામાં આવતું SA -1, SA – 2 લાઇસન્સ મેળવવામાં નહોતું આવ્યું. આ પ્રકારનું લાઇસન્સ કબજે કરેલ પ્રોડક્ટ અન્ય રાજ્યમાંથી ગુજરાત રાજ્યમાં આયાત કરવા તેમજ તેનો સંગ્રહ કરવા તેમજ વહેચાણ કરવા માટે મેળવવાનું ફરજિયાત હોય છે.
પ્રાણઘાતક આઇસો પ્રોપાઈલ આલ્કોહોલનો થતો હતો ઉપયોગ
આરોપીઓ દ્વારા હેલ્થકેર આયુર્વેદિક હર્બલ પીણામા ઈથાઈલ આલ્કોહોલ તેમજ આઇસો પ્રોપાઈલ આલ્કોહોલ ઉમેરવામાં આવતું હતું. આઈસો પ્રોપાઈલ આલ્કોહોલ અખાદ્ય છે. જેનો ઉપયોગ કેમિકલ પ્રોડક્ટ તરીકે તેમજ હેન્ડ્સ સેનેટાઇઝરની બનાવટમાં થતો હોય છે. જો તેનો વધુ માત્રામાં સેવન કરવામાં આવે તો વ્યક્તિનું મૃત્યુ થવાની સંભાવના પણ રહેલી હોય છે. આરોપીઓ દ્વારા આયુર્વેદિક બોટલોમાં આલ્કોહોલ ભેળવીને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરવામાં આવતા હતા.
ADVERTISEMENT
1,16,26,900નો મુદ્દામાલ કર્યો જપ્ત
બોટલો ઉપર પણ ખોટા નામ તેમજ બનાવટી સ્ટીકરો બનાવી બોટલો ઉપર લગાડવામાં પણ આવતા હતા. બોટલ ઉપર ખોટા લાઇસન્સ નંબર લખી તેમનો સાચા તરીકે દર્શાવી ઉપયોગ પણ કરવામાં આવતો હતો. પોલીસ દ્વારા જે તે સમયે 73275 જેટલી શંકાસ્પદ બોટલો તેમજ પાંચ આઇસર ટ્રક સહિત 1,16,26,900 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.
ADVERTISEMENT
ADVERTISEMENT