કચ્છના નલિયામાં 2 કલાકમાં 4 ઈંચ વરસાદ, રાપરમાં ભારે પવન ફૂંકાતા મકાનના છાપરા ઉડી ગયા
કચ્છ: રાજ્યમાં હાલ ચોમાસાની સીઝનમાં વરસાદનો બીજો રાઉન્ડ ચાલી રહ્યો છે. ત્યારે અનેક જિલ્લામાં વરસાદી માહોલ છવાયો છે. આજે રવિવારે વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી…
ADVERTISEMENT
કચ્છ: રાજ્યમાં હાલ ચોમાસાની સીઝનમાં વરસાદનો બીજો રાઉન્ડ ચાલી રહ્યો છે. ત્યારે અનેક જિલ્લામાં વરસાદી માહોલ છવાયો છે. આજે રવિવારે વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. અબડાસામાં 4 કલાકમાં 5 ઈંચ તો નલિયામાં 2 કલાકમાં 4 ઈંચ વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદના કારણે અનેક રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. તો રાપરના જેસડામાં ભારે પવન ફૂંકાતા મકાનના છાપરા ઉડી ગયા હતા.
રાપરમાં મકાનના પતરા ઉડ્યા
કચ્છ જિલ્લામાં આજે સવારથી જ વીજળીના કડાપા-ભડાકા સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. રાપરમાં સવારથી જ ભારે પવન સાથે વરસાદની ઝાપટા પડ્યા હતા. તાલુકાના રવ, જેસડા, સૂવઈ, રામવાવ તથા પ્રાથળ વિસ્તારમાં 1થી 2 ઈંચ સુધી વરસાદ પડ્યો હતો. તેમાં પણ જેસડામાં ભારે પવનથી મકાનના છાપરા અને નળિયા ઉડી જતા એકથી બે વ્યક્તિઓને ઈજા પહોંચી હતી.
ગુજરાત પર એકસાથે 3 સિસ્ટમ એક્ટિવ
નોંધનીય છે કે, ગુજરાત પર હાલ એક સાથે ત્રણ એક્ટિવ સિસ્ટમની અસરના પગલે હજુ પણ બે દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ઓફસોર ટ્રફ, સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે અનેક જિલ્લામાં ભારે વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા કચ્છ, જામનગર અને દેવભૂમિ દ્વારકામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. તો અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, પાટણ, મોરબી, સુરેન્દ્રનગરમાં પણ મધ્યમ વરસાદની આગાહી છે. તો આવતીકાલે 10 જુલાઈએ ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે માછીમારોને આગામી 3 દિવસ સુધી દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે.
ADVERTISEMENT
(વિથ ઈનપુટ: કૌશિક કાંઠેચા)
ADVERTISEMENT
ADVERTISEMENT