નડિયાદની સગીર દીકરી સાથે બળાત્કાર કરનાર આરોપીને 20 વર્ષની સખત કેદની સજા

ADVERTISEMENT

gujarattak
social share
google news

હેતાલી શાહ.નડિયાદઃ નડિયાદમાં બે વર્ષ પહેલા 17 વર્ષની સગીર વયની દીકરી પર દુષ્કર્મની ઘટના બની હતી. જે ઘટના અંગે નડિયાદ સેસન્સ કોર્ટમાં કેસ ચાલી જતા આજે સોમવારે કોર્ટે આ કેસમાં આરોપીને 20 વર્ષની સખત સજા સંભળાવી છે. મૂળ બિહારનો અરરેયા જિલ્લાનો આરોપી મહંમદ ઇંત્સાર ઉર્ફે શાહરૂખ શેખ કપડવંજ તાલુકાની એક સગીર વયની દીકરીને લલચાવી ફોસલાવી ભગાડી જઈ અવારનવાર શારીરિક સંબધ બાંધી બળાત્કાર કર્યો હતો.નડિયાદ સેશન્સ કોર્ટ આ કેસમાં આજે આરોપીને સજા સંભળવતા 20 વર્ષની સખત કેદ અને 90 હજાર દંડ ફટકાર્યો છે.

ભોગ બનનારને 4 લાખનું વળતર ચુકવવા આદેશ
બે વર્ષ પહેલા કપડવંજની 17 વર્ષ 10 માસની સગીર વયની દીકરીને મૂળ બિહારના અરરેયા જિલ્લાનો રહીશ આરોપી મહંમદ ઇન્તેઝાર ઉર્ફે શાહરુખ મોહમ્મદટિહા કુ વિલાયત અલી શેખ લલચાવી ફસાવીને ભગાડીને લઈ ગયો હતો. અને અવારનવાર તેની સાથે દુષ્કર્મ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌આચર્યું હતું. જે અંગેની ફરિયાદ સગીર વયની દીકરીના વાલીએ કપડવંજ ટાઉન પોલીસ સ્ટેશનમાં નોંધવી હતી. જે તે સમયે પોલીસે ઈપીકો કલમ 363, 366, 376 2n તથા પોક્સો એક્ટની 2012 ની કલમ 3 (એ) 4, 5 (એલ) ૬ અને 12 મુજબનો ગુનો નોંધ્યો હતો. જે કેસ નડિયાદની સ્પેશિયલ પોકસો જજ પીપી પુરોહિતની કોર્ટમાં ચાલી જતા, સરકારી વકીલ ધવલ બારોટના દસ્તાવેજી પુરાવાઓ તથા દલીલોને ધ્યાને રાખીને સેન્સ જજ પીપી પુરોહિતે આરોપી મહંમદ ઇમ્તસાર ઉર્ફે શાહરુખ મોહમ્મદ ટીહા કુ બિલાયત અલી શેખને દુષ્કર્મ કરવાના આરોપમાં કસૂરવાર ઠેરવવામાં આવ્યો હતો. કોર્ટે તેને ૨૦ વર્ષની સખત કેદની સજા સાથે જ ₹90,000 નો દંડ ફટકાર્યો છે. સાથે જ સરકારના ઠરાવ મુજબ ભોગ બનનારને રૂ. 4 લાખ વળતર ચૂકવવાનો પણ હુકમ કર્યો છે.

તમારા વ્હોટ્સએપ પર અમારા સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT