મહાઠગ કિરણ પટેલનો મુદ્દો સંસદમાં ગુંજ્યો, શક્તિસિંહ ગોહિલે બધું કામ પડતું મૂકી ચર્ચાની માંગ કરી

ADVERTISEMENT

gujarattak
social share
google news

નવી દિલ્હી: નકલી PMO અધિકારી બનીને મહિનાઓ સુધી જમ્મુ-કાશ્મીર પોલીસને છેતરનારા મહાઠગ ગુજરાતના કિરણ પટેલનો ભાંડો ફૂટી ગયો છે. હાલમાં કિરણ પટેલ જમ્મુ-કાશ્મીર પોલીસના સકંજામાં છે ત્યારે એક સામાન્ય વ્યક્તિ કેવી રીતે કાશ્મીરમાં પહોંચીને Z+ સિક્યોરિટી મેળવી લીધી તે મામલે અનેક સવાલ થઈ રહ્યા છે. ગુજરાતમાં પણ નેતાઓથી માંડીને બિઝનેસમેન સુધી ઘણા લોકોને કિરણ પટેલે PMO અધિકારી હોવાની ઓળખ આપીને છેતર્યા હતા. ત્યારે રાજ્યસભામાં કિરણ પટેલ મુદ્દે ચર્ચા કરવાની સાંસદ શક્તિસિંહ ગોહિલે માંગણી કરી છે.

‘કયા કારણોસર કિરણ પટેલને Z+ સુરક્ષા મળી?’
મહાઠગ કિરણ પટેલ હાલ ગુજરાત સહિત દેશભરમાં ચર્ચાનો વિષય છે અને હવે તો આ મુદ્દો સંસદ સુધી પહોંચી ગયો છે. કોંગ્રેસના રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલે રાજ્યસભાના નિયમ 267 હેઠળ એવી માંગ કરી છે કે ગૃહમાં બીજી ચર્ચાઓ પછી પણ પહેલા કિરણ પટેલના મુદ્દે ચર્ચા કરો કે “કયા કારણોસર કિરણ પટેલને Z+ સુરક્ષા કવચ આપવામાં આવ્યું હતું અને જ્યાં નાગરિકોને જવાની મંજૂરી ન હોય તેવા વિસ્તારોમાં કેમ જવા દેવામાં આવ્યો હતો?”

ADVERTISEMENT

રાજ્યસભામાં તાત્કાલિક ચર્ચાની માંગ
શક્તિસિંહ ગોહિલે આ અંગે નોટિસ પણ પોતાના ટ્વીટર એકાઉન્ટમાં પોસ્ટ કરી છે. આ અંગે તેમણે રાજ્યસભામાં નિયમ 267 હેઠળ ગૃહમાં તમામ ચર્ચા સ્થગિત કરીને તાકીદે કિરણ પટેલ વિશે ચર્ચા કરવા માગણી કરી છે. રાજ્યસભામાં આ પ્રક્રિયાને સસ્પેન્સન ઓફ બિઝનેસ નોટિસ કહે છે. શક્તિસિંહે આ અંગે સવાલ કર્યો છે કે, કિરણ પટેલ કે જેમણે સરકારી અધિકારી તરીકેનો ઢોંગ કર્યો હતો. તેમને વડાપ્રધાન કાર્યાલયના અધિકારીના નામે સરકારી સુવિધાઓ કોને અપાવી હતી?

ગુજરાતમાં પણ ઠગ કિરણ પટેલે અનેક લોકોને છેતર્યા
જમ્મુ-કાશ્મીરમાં પોતાને PMOનો અધિકારી જણાવીને ફરતા ભેજાબાજને પોલીસે ઝડપ્યો ત્યાં સુધીમાં તો કિરણ પટેલે તેમનો બરાબરનો ઉપયોગ કરી લીધો હતો. પૂછપરછ દરમિયાન તપાસ એજન્સીઓને જાણવા મળ્યું કે, પોતાને હાઈ પ્રોફાઈલ અધિકારી જણાવનારો કિરણ મૂળ અમદાવાદના ઈસનપુરનો રહેવાસી હતો. હાલમાં એક વર્ષ પહેલાં જ તેણે સિંધુભવન રોડ પાસે બંગલો લીધો હતો અને ફેમિલી સાથે ત્યાં રહેવા ગયો હતો. કિરણ પટેલની ધરપકડ બાદ હવે તેનો શિકાર બનનાર એક બાદ એક કેટલાય લોકો સામે આવી રહ્યા છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT