‘રાજ્યમાં ખેડૂતોને નકલી બિયારણ વેચાય છે’, BJP સાંસદના પત્રથી ગાંધીનગર સુધી દોડધામ
Gandhinagar News: રાજ્યમાં નકલી અને ભેળસેળયુક્ત વસ્તુઓએ માઝા મૂકી છે. ઘી, મસાલા, પનીર, માવો અને મુખવાસમાં પણ ભેળસેળ મળી રહી છે. નફો કમાવવા માટે લોકોના…
ADVERTISEMENT
Gandhinagar News: રાજ્યમાં નકલી અને ભેળસેળયુક્ત વસ્તુઓએ માઝા મૂકી છે. ઘી, મસાલા, પનીર, માવો અને મુખવાસમાં પણ ભેળસેળ મળી રહી છે. નફો કમાવવા માટે લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડા થઈ રહ્યા છે. નકલી વસ્તુઓનો આ વેપલો હવે ખેડૂતોને પણ નથી છોડી રહ્યો. ખેડૂતોને વેચાતા બીટી કપાસના બિયારણ નકલી હોવાનું ભાજપના જ સાંસદ રામ મોકરિયાએ કૃષિ મંત્રીને લખેલા પત્રમાં જણાવ્યું છે. જે બાદ કૃષિ મંત્રીએ તાત્કાલિક બેઠક બોલાવી છે.
સાંસદના પત્રથી દોડધામ મચી
નકલી બિયારણ મુદ્દે ખેડૂતોની રાજ્યવ્યાપી ફરિયાદો બાદ ભાજપના સાંસદ રામ મોકરિયાએ કૃષિ મંત્રી રાઘવજી પટેલને પત્ર લખ્યો છે. જેમાં નકલી બિયારણના ધંધાર્થીઓ ખેડૂતોને લૂંટી રહ્યા હોવાની ફરિયાદ કરી રહ્યા હતા છે. સાથે તેમણે નકલી બિયારણ માફિયાઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. સાંસદનો જ નકલી બિયારણ મામલે લેટર બોમ્બ સામે આવતા સરકાર તરત એક્શનમાં આવી હતી અને કૃષિ મંત્રીએ પણ બેઠક બોલાવી હતી. બાદમાં સાંસદ રામ મોકરિયાએ આ પત્ર અંગે ખુલાસો કર્યો હતો.
પત્ર લખવા પર સાંસદે કર્યો ખુલાસો
નકલી બિયારણ મુદ્દે રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાએ ખુલાસો કરતા લખ્યું, મારી પાસે ખેડૂતોની રજુઆત આવી છે અને હું પણ ખેડૂત પુત્ર છું. કૃષિમંત્રી રાઘવજી પટેલ સાથે મારે વાત થયા પછી જ પત્ર લખ્યો હતો. કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો માટે અનેક યોજનાઓ લાવી છે. અમુક વેપારીઓ નકલી સર્ટીફાઇડ બિયારણ વેચતા હોવાથી ખેડૂતોને નુકસાન જાય છે. નકલી બિયારણ વેચતા વેપારીઓ સામે કડક કાર્યવાહી કરવા સૂચન કર્યું છે. કડક કાયદો બનાવી આવા વેપારીઓના લાઇસન્સ પણ રદ્દ કરવા જોઈએ. જે વેપારી પકડાય તેની પાસેથી ખેડૂતોના નુકસાનની પણ ભરપાઈ કરાવવી જોઈએ.
ADVERTISEMENT
સાંસદે વધુમાં ઉમેર્યું કે, ઉત્તર ગુજરાતમાં નકલી બિયારણ વેચાતું હોવાનું થોડું ધ્યાનમાં આવ્યું છે. સરકારની આંખ અને કાન બનીને મને જાણ થાય એટલે હું સરકારમાં રજૂઆત કરૂં છું. ખાદ્ય પદાર્થોમાં પણ ભેળસેળ અંગે મેં સરકારમાં રજૂઆત કરી છે. ખેડૂતોને નકલી બિયારણને કારણે નુકસાન જાય છે. પાણીનો બગાડ અને મહેનત તેમજ સમયનો વ્યય થાય છે. મારી રજૂઆત અંગે સરકાર પણ પગલાં લે છે તેથી મને સંતોષ છે. મેં આ પત્ર 23 ઓક્ટોબરે લખ્યો હતો. સરકારે તાત્કાલિક અસરથી બેઠક બોલાવી છે.
ADVERTISEMENT