MPના MLA બ્રેઈન હેમરેજ થતા વડોદરાની હોસ્પિટલમાં દાખલ, CM શિવરાજસિંહે ગુજરાતનો માન્યો આભાર

ADVERTISEMENT

gujarattak
social share
google news

વડોદરાઃ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી આજે ગુરુવારે વડોદરાની સંક્ષીપ્ત મુલાકાતે આવ્યા હતા. વડોદરામાં મધ્યપ્રદેશના એક મહિલા ધારાસભ્યને અહીંની ખાનગી હોસ્પિટલમાં બ્રેઈન હેમરેજની સારવાર માટે લાવવામાં આવ્યા છે જ્યાં શિવરાજસિંહે તેમની ખબર પુછી હતી અને ગુજરાત સરકારનો આભાર માન્યો હતો. મહિલા ધારાસભ્ય હવે જોખમથી બહાર છે.

ઘરમાં પડી જતા MLA સુલોચના રાવત થયા હતા ઈજાગ્રસ્ત
સામાન્યતઃ ચૂંટણી કે લોકોની સારવાર, આરોગ્યની વાત કરતા હોય ત્યારે નેતાગણ ખાસ સરકારની બનાવાયેલી સરકારી હોસ્પિટલની વાહવાહી કરતા હોય પરંતુ જ્યારે નેતાગણમાંથી કોઈ દાખલ થતું હોય ત્યારે તેમને ખાનગી હોસ્પિટલ પર વધુ વિશ્વાસ રહેતો હોય તેવા ઘણા કિસ્સાઓ છે. જોકે અહીં બન્યું એવું છે કે મધ્યપ્રદેશના મહિલા ધારાસભ્ય સુલોચના રાવત અલીરાજપુર ખાતે પોતાના ઘરમાં પડી ગયા હતા. જેમાં તેમને ગંભીર ઈજાઓ થઈ હતી. તેમને દરમિયાન બ્રેઈન હેમરેજ થયું હોઈ વધુ સારવાર માટે ગુજરાતના વડોદરા શહેરમાં આવેલી ખાનગી હોસ્પિટલ એડીક્યૂરામાં દાખલ કરવામાં આવ્યા હતા.


ખાનગી હોસ્પિટલની સારવાર વખાણતા મુખ્યમંત્રી શિવરાજ
તેમને વધુ સારવાર માટે બુધવારે સાંજે વડોદરામાં જેતલપુર રોડ પર આવેલી એડીક્યૂરા હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. આજે ગુરુવારે પોતાના રાજ્યના ધારાસભ્યની હાલતને લઈને ચિંતિત બનેલા મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ અહીં વડોદરાની મુલાકાતે આવ્યા હતા. દરમિયાન હવે ધારાસભ્ય સુલોચના રાવત જોખમથી બહાર હોવાનું જાણવા મળ્યું હતું. મુલાકાત બાદ ચૌહાણે ગુજરાત સરકાર અને સ્થાનીક તંત્રનો આભાર માન્યો છે. તેમણે ગુજરાતમાં સારી ટ્રીટ મેન્ટ મળી રહી હોવા અંગે પણ વાત કરી છે.

ADVERTISEMENT

(વીથ ઈનપુટઃ દિગ્વીજય પાઠક, વડોદરા)

    follow whatsapp

    ADVERTISEMENT