સાંસદ મનસુખ વસાવાએ ધીરેન્દ્ર શાસ્ત્રીને આપ્યું સમર્થન, ચૂંટણીને લઈ આપ્યું મહત્વનું નિવેદન

ADVERTISEMENT

સાંસદ મનસુખ વસાવાએ ધીરેન્દ્ર શાસ્ત્રીને આપ્યું સમર્થન, ચૂંટણીને લઈ આપ્યું મહત્વનું નિવેદન
સાંસદ મનસુખ વસાવાએ ધીરેન્દ્ર શાસ્ત્રીને આપ્યું સમર્થન, ચૂંટણીને લઈ આપ્યું મહત્વનું નિવેદન
social share
google news

નરેન્દ્ર પેપરવાલા, નર્મદા: લોકોના મનની વાત જાણવાનો દાવો કરનાર બાબા બાગેશ્વર ગુજરાતમાં ત્રણ દિવ્ય દરબાર યોજવા જઇ રહ્યા છે. આ દરમિયાન બાબાના દરબારને હવે રાજકીય રંગ લાગ્યો છે. આ મામલે હવે ભાજપ કોંગ્રેસ સામસામે છે ત્યારે કોંગ્રેસમાં આ મામલે ખેચતાણ પણ જોવા મળી છે. આ દરમિયાન બીજેપીના સાંસદ મનસુખ વસાવાએ બાબા બાગેશ્વર ને સમર્થન કર્યું છે. આ સાથે કોંગ્રેસ પર પ્રહાર કરતાં કહ્યું કે, બાગેશ્વર બાબા થકી ભાજપ ચૂંટણી જીતવાના એવું નથી જે અમારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ જે દેશ માટે કામો કર્યા છે જેના પર ભાજપ ચૂંટણી જીતવાના છે .

સતત ચર્ચામાં રહેતા બાગેશ્વર ધામ સરકાર ધીરેન્દ્ર શાસ્ત્રી સુરત, અમદાવાદ અને રાજકોટમાં ત્રણ દિવ્ય દરબાર યોજવા જઇ રહ્યા છે. આ દરમિયાન આ દરબારને લઈ રાજ્યમાં વિવાદ શરૂ થઈ ચૂક્યો છે. પહેલા લોકો દ્વારા ચેલેન્જ ફેકવામાં આવી હતી. ત્યાર બાદ હવે વિવાદને રાજકીય રંગ લાગ્યો છે. આ દરમિયાન નર્મદા જિલ્લા ના મુખ્યમથક રાજપીપલા શહેર ના ટાઉનહોલ ખાતે નર્મદા જિલ્લા ભાજપ કારોબારી યોજાઈ હતી આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ભરૂચ સાંસદ મનસુખ વસાવા અને છોટાઉદેપુર સાંસદ ગીતાબેન રાઠવા ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ બાદ સાંસદ મનસુખ વસાવા એ મીડિયા સામે હાલ ચાલી રહેલા બાબા બાગેશ્વર ના વિવાદને લઈ બાબા બાગેશ્વર ને સમર્થન કર્યું હતું. આ સાથે કહ્યું હતું કે કે ભાજપ એ રાષ્ટ્ર વિચારધારાનામાં માનનારી પાર્ટી છે.

ચૂંટણીને લઈ આપ્યું નિવેદન
સ્વાભિક છે દેશ માં હવે રામરાજ્ય આવી રહ્યું છે. અને જે દેશની સુખાકારી માટે જે જરૂરી છે અને જે બાગેશ્વર બાબા છે જેવો પણ આદ્યતમિક છે. અને જેવો દેશ માં અનેક વ્યસન મુક્તિ માટે કામ કરી રહ્યા છે. અને જેમને મારું સમર્થન છે. પરંતુ જે 2024 ની ચૂંટણી આવી રહી છે અને જેમાં આ બાગેશ્વર બાબા થકી ભાજપ ચૂંટણી જીતવાના એવું નથી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ જે દેશ માટે કામો કર્યા છે જેના પર ભાજપ ચૂંટણી જીતવાના છે . જોકે આવા બાગેશ્વર બાબા જેવા અનેક આધ્યાત્મિક પુરુષોના આશીર્વાદ મળી રહે અને એવા લોકોની પણ આજે જરૂર છે. અને આવા આધ્યાત્મિક પુરુષોના માર્ગદર્શન થી વિશ્વ માં ઘણી સરકાર ચાલે છે

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT