મનસુખ વસાવાએ સ્ટેચ્યુ ઓફ યુનિટીના અધિકારીઓને ખખડાવ્યા, જાણો શું કહ્યું
નરેન્દ્ર પેપરવાલા, નર્મદા: મનસુખ વસાવા અનેક વખત સરકાર અને તેના અધિકારી પર સવાલો ઉઠાવી ચૂક્યા છે. ત્યારે વધુ એક વખત આવી ઘટના સામે આવી છે.…
ADVERTISEMENT
નરેન્દ્ર પેપરવાલા, નર્મદા: મનસુખ વસાવા અનેક વખત સરકાર અને તેના અધિકારી પર સવાલો ઉઠાવી ચૂક્યા છે. ત્યારે વધુ એક વખત આવી ઘટના સામે આવી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીના અધિકારીઓ પર જાહેર કાર્યક્રમમાં સાંસદ મનસુખ વસાવા રોષે ભરાયા હતા. તેમણે કહ્યું કે કેટલાક અધિકારીઓ પોતાને અહીંયા રાજા સમજી બેઠા છે. ત્યારે તેમને મારે કહેવું છે કે ભાઈ અમે પણ ભાગીદાર છીએ. સ્ટેચ્યૂ ઓફ યુનિટી તેઓની જાગીરદારી નથી
રાજપીપળા ખાતેવન ઉત્સવનો કાર્યક્રમ હતો. ત્યારે આ કાર્યક્રમ દરમિયાન ભરુચ સાંસદ મનસુખ વસાવા ભારે ગુસ્સામાં જોવા મળ્યા હતા. ખાસ કરીને તમને સ્ટેચ્યુ ઓફ યુનિટીની બાબતે તેમને કહ્યું હતું કે, સ્ટેચ્યુ ઓફ યુનિટીનો જે પ્રોજેક્ટ આવ્યો છે. જેનાથી રોજગારીની તકો મળી છે. અને હજુ પણ ઘણા લોકોને રોજગારી મળી નથી. ત્યારે તેમને આ બાબતે પોતાની કડક ભાષામાં તેમણે કહ્યું હતું કે સ્ટેચ્યુ ઓફ યુનિટીના કેટલાક અધિકારીઓ પોતાને અહીંયા રાજા સમજી બેઠા છે. ત્યારે તેમને મારે કહેવું છે કે ભાઈ અમે પણ ભાગીદાર છીએ. અહીંના સ્થાનિક સાંસદ ધારાસભ્યો જિલ્લા પંચાયતના પ્રમુખએ બધા અહીંયા પણ ભાગીદાર છે. ત્યારે અધિકારીઓ સ્ટેચ્યૂ ઓફ યુનિટીને પોતાની જાગીરદારી સમજે છે .
વધુમાં જણાવ્યું હતું કે ભૂતકાળમાં શિક્ષણમાં પૂરતું ધ્યાન નથી અપાયું જે તેમને સ્વીકાર્યું હતું. અને તેમને ધારાસભ્ય ચૈતર વસાવા ટકોર કરી કહ્યું કે, ચૈતરભાઇ આપણે જાગ્યા ત્યારથી સવાર. ત્યારે તેમને જણાવ્યું હતું કે સ્ટેચ્યુ ઓફ યુનિટીના જે પ્રોજેક્ટ છે તે પ્રોજેક્ટની અંદર રોજગારી મળી છે. પરંતુ હજુ ઘણાં ને રોજગારી બાકી છે. જે માટે આપણે સૌ પણ જવાબદાર છીએ. કારણ કે સ્ટેચ્યુ ઓફ યુનિટીની અંદર પણ ઘણા પ્રોજેક્ટમાં અંગ્રેજી ગણિત અને વિજ્ઞાન સાથે જોડાયેલા ઘણા પ્રોજેક્ટ છે. ત્યારે એવું પણ પૂરતા પ્રમાણમાં ઉચ્ચ કક્ષાનું શિક્ષણ પણ મેળવવું જરૂરી છે.
ADVERTISEMENT
તેમણે કહ્યું હતું કે તેઓ રોજગારી અને તમામ મુદ્દા બાબતે અધિકારીઓ સાથે સ્થાનિક નેતાઓ કાર્યકરો સાથે ચર્ચા વિચારણા કરશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ભરૂચના રાજપારડી વિસ્તારની વાત કરતા કહ્યું હતું કે ત્યાં એક પણ કરી સ્થાનિક પાસે ક્વૉરી નથી. અને તેમને કહ્યું હતું કે ભૂતકાળમાં કેટલાક નેતાઓ ખાલી વાતો કરતા હતા અને આદિવાસીઓને ઉશ્કેરણી કરતા હતા પરંતુ આદિવાસી સમાજના ધંધા-રોજગાર માટે કોઈએ તેમને ધ્યાન આપ્યું નથી. માત્ર આદિવાસીઓને તેઓએ વોટબેંક તરીકે ઉપયોગ કર્યો હતો
શિક્ષણનું સ્તર નીચું ગયું હોવાનું સ્વીકાર્યું
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ સ્ટેચ્યુ ઓફ યુનિટીના કારણે આ વિસ્તારમાં મોટા પ્રમાણમાં રોજગારી મળી છે. પરંતુ હજુ ઘણી બાકી છે. એ વાત સ્વીકારતા કહ્યું હતું કે આપણે જવાબદાર છીએ. કારણ કે એના માટે લાયકાતની પણ કેળવણીની જરૂર પડે છે. તેમને જણાવ્યું કે ભૂતકાળમાં શિક્ષણનું ધ્યાન અપાયું હતુ પણ અત્યારે ઘણી આદિવાસી સેવા સંઘ અંતર્ગત આવેલી સ્કૂલો અને જે શાળાઓ છે તેમાં પણ શિક્ષણનું સ્તર નીચું હોવાનું તેમણે સ્પષ્ટ કર્યું હતું. એટલે કે સાંસદે શિક્ષણનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો અને તેમણે જણાવ્યું હતું કે આ વિસ્તારની અંદર શિક્ષણનું સ્તર ઘણું નીચું છે
ADVERTISEMENT
કરજણ અને શીનોર વિસ્તારની અંદર જે અપશબ્દો બોલ્યા હતા તે અંગે તેને જણાવ્યું હતું કે, કેટલાક રેતી નદી અને વૃક્ષોનું નિકંદન કાઢી રહ્યા છે. ત્યારે તેમને રોકવા જરૂરી છે. કોઈને ઉતારી પાડવો એ મરો સ્વભાવ નથી. પરંતુ જે સાચી વાત હોય તે કહેવી પડે. ક્વાલી ઉદ્યોગ અને રેતી ઉદ્યોગનો મે વિરોધ નથી કર્યો. પરંતુ કરજણ અને નર્મદા નદીમાં આડેધડ ખોદકામ થાય છે. જેનાથી નદી અને વૃક્ષોને જે નુકસાન થાય છે. જેના કારણે મારે બોલવું પડે છે
ADVERTISEMENT
ADVERTISEMENT