રાજકોટમાં દીકરાનું ધો.12નું રિઝલ્ટ જોઈને ખુશીના માર્યા માતાને હાર્ટ એટેક આવી ગયો
રાજકોટ: ગુજરાતમાં હાર્ટ એટેકથી થતા મોતના બનાવો દિવસેને દિવસે વધી રહ્યા છે. આ વચ્ચે રાજકોટમાં વધુ એક હાર્ટ એટેકનો બનાવ સામે આવ્યો છે. જેમાં દીકરાનું…
ADVERTISEMENT
રાજકોટ: ગુજરાતમાં હાર્ટ એટેકથી થતા મોતના બનાવો દિવસેને દિવસે વધી રહ્યા છે. આ વચ્ચે રાજકોટમાં વધુ એક હાર્ટ એટેકનો બનાવ સામે આવ્યો છે. જેમાં દીકરાનું ધોરણ 12નું પરિણામ જોયા બાદ ખુશીના માર્યા માતાને હાર્ટ એટેક આવી ગયો. મહિલાને છાતીમાં દુઃખાવો ઉપડતા હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં તેમનું મોત થયું હતું.
CBSE બોર્ડમાં યુવકને આવ્યું સારું પરિણામ
વિગતો મુજબ, ગઈકાલે દેશભરમાં CBSE બોર્ડનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં રાજકોટમાં ધો.12માં અભ્યાસ કરતા રુદ્રરાજસિંહનું પણ સારું પરિણામ આવ્યું હતું. દીકરાનું સારું પરિણામ આવતા પરિવારમાં ખુશીનો માહોલ હતો. રુદ્રરાજસિંહના માતા શીતલબા પણ ઘણા ખુશ હતા. ત્યારે આ દરમિયાન અચાનક તેમને છાતીમાં દુઃખાવો ઉપડ્યો હતો જેથી તેમને હોસ્પિટલ ખસેડવા પડ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. જેથી પરિવારમાં ગમગીની છવાઈ ગઈ હતી.
ગઈકાલે ગઢડામાં આવ્યો હતો GRD જવાનને એટેક
નોંધનીય છે કે, આ પહેલા ગઈકાલે ગઢડામાં પણ GRD જવાનનું હાર્ટ એટેક આવતા મોત થયું હતું. GRD જવાન કાનજીભાઈ વાળા રાત્રે નાઈટમા ફરજ પર જવા ઘરેથી નીકળ્યા હતા. આ દરમિયાન ગોરડકા ગામના બસ સ્ટેન્ડ પર પહોંચતા તેમણે હાર્ટ એટેક આવતા તેમનું મોત થતાં પરિવારજનો ઘેરા શોકમાં ગરકાવ થઈ ગયા હતા.
ADVERTISEMENT
ADVERTISEMENT