સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં અંધારપટ, કચ્છમાં ધોધમાર વરસાદથી નદીઓ વહેતી થઇ
અમદાવાદ : ગુજરાતના કિનારા વિસ્તારમાં બિપોરજોય વાવાઝોડાની લેન્ડફોલની પ્રક્રિયા શરૂ થઇ ચુકી છે. જે વાવાઝોડાને પગલે પહેલાથી જ ટ્રેન તો રદ્દ કરી જ દેવાઇ હતી…
ADVERTISEMENT
અમદાવાદ : ગુજરાતના કિનારા વિસ્તારમાં બિપોરજોય વાવાઝોડાની લેન્ડફોલની પ્રક્રિયા શરૂ થઇ ચુકી છે. જે વાવાઝોડાને પગલે પહેલાથી જ ટ્રેન તો રદ્દ કરી જ દેવાઇ હતી પરંતુ ફ્લાઇટો પણ રદ્દ કરી દેવાઇ છે. એરપોર્ટ ઓથોરિટી દ્વારા ફ્લાઇટ રદ્દ કરી દેવામાં આવી છે. બિપોરજોય વાવાજોડાને કારણે જામનગરના વિવિધ વિસ્તારોમાં ભારે પવન ફુંકાઇ રહ્યો છે.
વાવાઝોડાની સ્થિતિને ધ્યાને રાખીને સમગ્ર જામનગર શહેરમાં અંધારપટ છવાયો છે. કચ્છ આખા જિલ્લામાં મોટા ભાગના વિસ્તારોમાં અંધારપટની સ્થિતિ છે. તો બીજી તરફ જામનગર શહેર સહિત જિલ્લાના મોટા ભાગના વિસ્તારોમાં અંધારપટ છે. વિજળી લગભગ તમામ સ્થળો પર ખોરવાઇ ચુકી છે.
કચ્છના અને જામનગરના મોટા ભાગના વિસ્તારોના રોડ પર ઝાડ પડી ગયા હોવાના કારણે મોટા ભાગના વિસ્તારો કટ થઇ ચુક્યા છે. જે જ્યાં છે ત્યાં જ છે. તમામ રોડ પર ઝાડ પડી ગયેલા હોવાના કારણે રોડ બંધ છે. જો કે રાહત અને બચાવકામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. જો કે રાત પડી ગઇ હોવાના કારણે રાહત અને બચાવકામગીરીની પ્રક્રિયામાં ખુબ જ સમસ્યા થઇ રહી છે. આ ઉપરાંત પવનની સ્પીડ પણ ધીરે ધીરે વધી રહી હોવાના કારણે કામ પ્રાયોરિટી પર થઇ રહ્યું છે. જે ખુબ જ જરૂરી છે તેવા કામ પહેલા કરવામાં આવે છે.
ADVERTISEMENT
ADVERTISEMENT