મોરબીના રાજવી પરિવારે મૃતકોને 1-1 લાખ આપવાની કરી જાહેરાતઃ Video

ADVERTISEMENT

gujarattak
social share
google news

મોરબીઃ મોરબીમાં બનેલી દુર્ઘટનાથી આખું ગુજરાત દુઃખી છે ત્યારે મોરબીમાં રહેતા રાજવી પરિવાર પણ તેટલો જ શોકાતુર છે. મોરબીના લોકો માટે તેઓની સહાનુભૂતિ ઘણી વખત જોવા મળી છે. આ ઘટના દરમિયાન મોરબીના રાજવી પરિવાર દ્વારા પણ મૃતકો માટે એક એક લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે.

બીજી કઈ રીતે અમે મદદ કરી શકીએ તે પણ જણાવજોઃ રાજવી પરિવાર
મોરબીના મચ્છુ નદી પરના ઝુલતા પુલ પર રવિવારે સાંજે રજાઓની મજા માણવા ગયેલા લોકો પૈકીના ઘણા ઘરે જીવતા પાછા આવ્યા નથી. ઘણા તો પરિવારો જાણે વેરવિખેર થઈ ગયા હોય તેવી કરુણાંતિકા પણ સર્જાઈ છે. આ ઘટનામાં લોકો કેટલા દુખી છે તે સહુ હોઈ જાણે છે. મોરબીના રાજવી પરિવારનો એક વીડિયો સામે આવ્યો છે. રાજકુંવરીબા સાહેબ મીરાબાપાએ કહ્યું છે કે, મોરબીની ઘટનાને લઈને રાજપરિવાર ખુબ દુઃખી છે. કઈ રીતે આશ્વાસન દેવું તેના શબ્દો જ નથી. અમે જે રીતે મદદ થઈ શકી તેવા પ્રયત્નો કર્યા છે. જેમની સાથે દુર્ઘટના બની છે તેમને લાખ-લાખ રૂપિયા આપીશું. ઉપરાંત કઈ બીજી રીતે મદદ થઈ શકે, આપ અમારા છો અમે તમારા છીએ તમે જણાવજો. સર્વની આત્માને શાંતિ મળે તે જ અમારી પ્રાથના છે.

ADVERTISEMENT

(વીથ ઈનપુટઃ રાજેશ આંબલિયા, મોરબી)

    follow whatsapp

    ADVERTISEMENT