મોરબી દુર્ઘટનાઃ રિબિન કાપી અને મોતને જાણે મળ્યો આવકારો, જુઓ Video ઉદ્ઘાટનના તે કાર્યક્રમનો
મોરબીઃ મોરબીના મચ્છુ નદી પર આવેલા ઝુલતા બ્રિજની ઘટનામાં 137 જેટલા લોકોના મોત નિપજ્યા. જે ઘટનાએ લગભગ દરેકને કંપારી છોડાવી દીધી હતી. ઘટનાના સીસીટીવી સામે…
ADVERTISEMENT
મોરબીઃ મોરબીના મચ્છુ નદી પર આવેલા ઝુલતા બ્રિજની ઘટનામાં 137 જેટલા લોકોના મોત નિપજ્યા. જે ઘટનાએ લગભગ દરેકને કંપારી છોડાવી દીધી હતી. ઘટનાના સીસીટીવી સામે આવ્યા, ઘટનામાં લોકોની મદદ મળી, પોલીસ, રાહત કાર્યો, આખી રાતની દોડાદોડ છતાં જાણે કોઈનેય થાક લાગ્યો ન હોય તેમ સતત લોકો અને સેવાભાવીઓ સાથે તંત્ર પણ સ્થળ પર કામ કરી રહ્યું છે. આ તરફ ઘટના કેમ બની અને તેના પાછળના તથ્થો તપાસવા માટે એફએસએલની ટીમ પણ સ્થળ મુલાકાતે આવી હતી. આ ઘટનાની તપાસનો રિપોર્ટ ત્રણ દિવસમાં સોંપાવાના છે. હાલ આપણે આ ઘટનામાં જાણીએ છીએ કે ફિટનેસ સર્ટિફિકેટ ન હતું અને તેમ છતા બ્રિજને ઓપન કરવામાં આવ્યો હતો. સાથે જ એવી પણ આપણને જાણકારી મળી છે કે બ્રિજનું સમારકામ ચાલતું હતું અને બેસતા વર્ષ દરમિયાન જ તેને લોકો માટે ખોલવામાં આવ્યો અને રવિવારે ઘટનાના દિવસે ત્યાં કેપેસિટિ કરતાં વધુ લોકો હતા. જોકે હવે આપણે એ વીડિયો જોઈએ જ્યારે આ બ્રિજનું ઓપનીંગ કરવામાં આવ્યું હતું.
મોરબીના કેબલ બ્રીજના ઉદ્ઘાટનનો વીડિયો જેમાં જાણે મોતને આવકારો મળ્યો હોય… બ્રીજ તૂટી પડવાની ઘટનામાં 135 લોકોના મોત નિપજ્યા છે.#Morbi #MorbiBridge #MorbiCableBridge #MorbiBridgeCollapse pic.twitter.com/nTJd4GSM6H
— Gujarat Tak (@GujaratTak) October 31, 2022
બેદરકારી સ્પષ્ટ નજરમાં આવે છે
મોતને જાણે આવકારો મળ્યો હોય તેવું આ વીડિયો જોતા જ આપણને અનુભવ થવા લાગશે. કદાચ આપ એવું પણ વિચારશો કે રહેવા દો ન કાપો પરંતુ આ બધુ બની ચુક્યું છે. આ ઘટના સંદર્ભે કોર્પોરેશન અને જિલ્લા વહીવટી તંત્ર તરફથી જે જાણકારીઓ આપવામાં આવી તેમાં ઓરેવા કંપનીની બેદરકારી સ્પષ્ટ ખબર પડે છે. ફિટનેશ સર્ટિફિકેટ લીધા વગર તેનું ઓપનીંગ કરી દેવાની ઉતાવળ લોકોને ભરખી ગઈ છે. જયસુખભાઈ ઓરેવા કંપનીના સુપરવાઈઝર છે. માહિતી અનુસાર, જિંદાલ ગ્રુપની મદદથી બ્રિજનું થોડું રિનોવેશન કર્યું હતું. તેનું નામ પણ ઓરેવા ઝુલતો બ્રિજ રાખવામાં આવ્યું હતું. જિંદાલ ગ્રુપને 8 કરોડ રૂપિયા આપ્યા હતા. પ્રાથમિક તપાસમાં ઓરેવાએ નિયમો પાળ્યા હોત તો ઘટના ન બની હોત તેવું સામે આવી રહ્યું છે. જોકે તેના સંદર્ભમાં તપાસ કમિટિનો રિપોર્ટ શું આવે છે અને તેમાં કેટલી તટસ્થ તપાસ થાય છે તે જોવું રહ્યું. આ તરફ કોંગ્રેસે તો મુખ્યમંત્રીનું રાજીનામુ માગ્યું છે. આ બાબતે સરકારે ફરિયાદ પણ નોંધી દીધી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT