મોરબી દુર્ઘટનાઃ FSLની તપાસમાં સ્ફોટક બાબતો આવી શકે છે સામે, શું કેબલ બદલાયા ન હતા?

ADVERTISEMENT

gujarattak
social share
google news

મોરબીઃ મોરબીમાં ઝુલતો પુલ કાગળના પુલની જેમ તૂટીને મચ્છુ ડેમમાં પડ્યો અને મોટી સંખ્યામાં લોકોના જીવ ગયા. આ ઘટના ઘટી પછી તપાસના આદેશો છૂટ્યા, સુપ્રીમ કોર્ટમાં પીઆઈએલ થઈ. ગુજરાત સરકારે તપાસ કમિટિ રચી અને તુરંત એફએસએલની તપાસ શરૂ થઈ જેમાં મોટી અને સ્ફોટક માહિતીઓ સામે આવે તેવી સ્થિતિ છે.

પ્રાપ્ત થઈ રહેલી માહિતી અનુસાર જ્યારે આ પુલનું રિનોવેશન કરવામાં આવ્યું ત્યારે પુલના તમામ કેબલને બદલવામાં આવ્યા હતા કે કેમ તે સવાલોના જવાબો શોધાઈ રહ્યા છે. રિનોવેશનમાં સુત્રો કહે છે કે માત્ર ફ્લોરિંગ અને અન્ય નાની મોટી કામગીરી કરવામાં આવી હતી. એક આક્ષેપ પ્રમાણે ઓરેવા કંપનીને આવા પુલના સમારકામનો અનુભવ ન હોવા છતા તેને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. તપાસમાં એ સવાલનો જવાબ પણ સામે આવી શકે છે કે બ્રિજની કેપેસિટિ કેટલી છે તેની માહિતી કંપની પાસે કેમ ન હતી.

આ ઉપરાંત લોકોની સુરક્ષા માટેનો પ્લાન બી કોઈ કેમ નહતો. આમ તો તપાસમાં ઘણી સ્ફોટક વિગતો સામે આવે તેવી સ્થિતિ છે પરંતુ અહીં ચર્ચાનો દૌર એ દિશામાં પણ થવા લાગ્યો છે કે આ ઘટનામાં પણ નાની માછલીઓની જ બલી ચઢી જવાની છે, મોટા માથાને છટકવામાં વાર નહીં લાગે. જોકે હવે સરકારે તટસ્થ અને ઝડપી તપાસનો વિશ્વાસ આપ્યો છે તેથી જોવું રહ્યું કે ન્યાય કેટલો ઝડપી મળે છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT