મોરબીઃ ભાજપની સેન્સ પ્રક્રિયામાં કાર્યાલય પર સમર્થકોના ટોળા, પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા બોલ્યા…

ADVERTISEMENT

gujarattak
social share
google news

મોરબીઃ મોરબીના માલિયા વિધાનસભા બેઠક પર ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા હાથમાં લેવાઈ છે ત્યારે કાર્યાલય પર દાવેદારો અને તેમના સમર્થકોના ટોળે ટોળા ધસી આવ્યા હતા. અહીં હાલની સ્થિતિએ માલિયા બેઠક ઉપર 15 અગ્રણીઓએ દાવેદારી નોંધાવી છે. આ દરમિયાન બૂર્વ ધારાસભ્યએ મીડિયા સાથે વાતચિત કરી હતી. તેમણે કહ્યું હતું કે સેન્સની પ્રક્રિયા તો આજની થોડી છે, આ તો 30 35 વર્ષથી લેવામાં આવે છે. મારા હાર્યા પછી પ્રજાને લાગ્યું છે કે તેમની ભૂલ થઈ ગઈ છે.

15 દાવેદારોમાં પાવરફૂલ અગ્રણીઓ
મોરબીમાં વિધાનસભા ચૂંટણીઓ દરમિયાન ભાજપમાંથી કોણ લડશે તે માટે મૂરતિયાઓની શોધ શરૂ થઈ છે. મોરબીના માલિયા બેઠક માટે મૂરતિયાઓ લાઈમાં જાન લઈને કાર્યાલય પર પહોંચી ગયા હોય તેવો ઘાટ ઘડાયો હતો. અહીં લગભગ રોજીંદા સમયમાં પાંખી દેખાતી હાજરી ટોળામાં પરિવર્તિત થઈ ગઈ હતી. અહીં ટિકિટ માટે દાવેદારી નોંધાવવામાં મંત્રી બ્રેજશ મેરજા, પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, સિરામિક અગ્રણી મુકેશ કુંડારિયા, મુકેશ ઉધરેજા, જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ રાઘવજી ગડારા, જિજ્ઞેશ કૈલા સહિત 15 દાવેદારોએ અહીં પોતાનો દાવો રજૂ કર્યો હતો.


પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ શું કહ્યું
આ દરમિયાન કાંતિભાઈ અમૃતિયાએ પણ દાવેદારી નોંધાવી હતી. જેમણે મીડિયા સાથે વાત કરી હતી. તેમણે મીડિયાને કહ્યું કે, ભારતીય જનતા પાર્ટી દ્વારા સેન્સ પ્રક્રિયા કરવી તે આજનું નથી આ તો વર્ષોથી ચાલતી આવે છે. 30 35 વર્ષથી સેન્સ પ્રક્રિયા ચાલે છે. કામગીરીના રિપોર્ટ સ્થાનીક કક્ષાએથી પ્રદેશ અને પ્રદેશથી દિલ્હી જાય છે આમાં નવું નથી. મારી હાર પછી લોકોને લાગ્યું કે આ તેમની ભૂલ થઈ ગઈ છે.

ADVERTISEMENT

(વીથ ઈનપુટઃ રાજેશ આંબલિયા, મોરબી)

    follow whatsapp

    ADVERTISEMENT