ગુજરાતમાં ચોમાસાએ દીધી દસ્તક, ગોધરામાં 4 ઈંચ વરસાદ વરસ્યો
અમદાવાદ: ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થઈ રહી છે. આ દરમિયાન રાજ્યમાં વરસાદનું આગમન થઈ ચૂક્યું છે. ગઈકાલે જાણો ચોમાસું બેઠયું હોય તેમ વરસાદનું આગમન થયું હતું.…
ADVERTISEMENT
અમદાવાદ: ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થઈ રહી છે. આ દરમિયાન રાજ્યમાં વરસાદનું આગમન થઈ ચૂક્યું છે. ગઈકાલે જાણો ચોમાસું બેઠયું હોય તેમ વરસાદનું આગમન થયું હતું. આ દરમિયાન અનેક નદીઓ બે કાંઠે વહેતી થઈ હતી. છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 111 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ ગોધરા અને માતરમાં નોંધાયો છે. ગોધરા અને માતરમાં છેલ્લા 24 કલાકમાં 4 ઈંચ વરસાદ નોંધાયો છે.
એક તરફ ગુજરાતમાં બિપોરજોય વાવાઝોડા બાદ અનેક વિસ્તારમાં તેની અસર જોવા મળી હતી. ત્યારે હવે ચોમાસાની શરૂઆત થઈ હોય તેમ વરસાદનું આગમન થયું હતું. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 111 તાલુકામાં વરસાદ વરસ્યો છે. આ દરમિયાન છેલ્લા 24 કલાકમાં ગુજરાત 111 તાલુકામાં વરસાદ પડ્યો છે. જેમાં ગોધરામાં 4 ઈંચ, માતરમાં 4 ઈંચ, લોધિકામાં 3.5 ઈંચ, આણંદમાં પોણા 3.5, દેસરમાં 3 ઈંચ, પેટલાદ અને ઉમરેઠમાં 2.5 ઈંચ ખાબક્યો છે. જ્યારે હાલોલ અને નડિયાદમાં સવા 2 ઈંચ, જેસર, કાલોલમાં પણ સવા 2 ઈંચ વરસાદ નોંધાયો છે. સાથે જ સોજીત્રામાં 2 ઈંચ, ઉમરગામ અને ઠાસરમાં 2-2 ઈંચ, સાવલીમાં પોણા 2 ઈંચ, મહેમદાવાદમાં પોણા 2 ઈંચ, તારાપુરમાં પોણા 2 ઈંચ, મહુવામાં અને ઘોઘંબામાં પણ પોણા 2 ઈંચ વરસાદ નોંધાયો છે.
હવામન વિભાગે કરી હતી આગાહી
રાજ્યના હવામાન વિભાગે વરસાદની આગાહી કરી હતી ત્યારે હવામાન વિભાગની આગાહીના પગલે રાજ્યમાં અનેક જગ્યાએ વાતાવરણમાં પલટો આવ્યો હતો.રાજ્યમાં વરસાદ શરૂ થતા ખેડૂતોમાં ખુશી જોવા મળી છે.
ADVERTISEMENT
અંબાલાલ પટેલની આગાહી
અંબાલાલ પટેલની આગાહી મુજબ તારીખ 25-26 જૂનથી ચોમાસું શરૂ થશે. પરંતુ 28 જૂનથી 2 જુલાઈની વચ્ચે ઉત્તર ગુજરાતના વિસ્તારો, મહેસાણાના વિસ્તારો, હારીજ, સમી, બેચરાજી, કડી સિદ્ધપુર, વિસનગર, માણસા વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
ADVERTISEMENT